Book Title: Jain_Satyaprakash 1948 04_05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ આગળ બાર દેવ લેકવાસી દેવોની વિમાન શ્રેણીઓ, પછી નવ શ્રેયક અને અનુત્તર વિમાનવાસી દેવોનાં વિમાને છે. ૨૪. સર્વથી ઊંચી ભૂમિને સિદ્ધશિલા તરીકે ઓળખાય છે. કર્મથી કાયમી છૂટા થનાર આ માઓ ત્યાં રહે છે. અર્થાત પરમાત્માનું એ વાસસ્થાન છે; મુક્તિપુરી એનું બીજુ નામ. મેક્ષે જવું એટલે ત્યાં જવું, ૨૫. જૈનધર્મની નજરે નરક, માનવશેક અને સ્વર્ગ રૂપ ત્રણ લેકની વાત ઉપર મુબ છે; પ્રથમમાં દુઃખ જ વિશેષ છે, બીજામ દુઃખસુ મિશ્રણ રૂપે છે અને ત્રીજામાં યાને સ્વર્ગમાં સુખનું પ્રમાણ અતિઘણું છે. ૨૬. જેનધર્મ એ ત્રણે લોકમાં રહેનારા અને આઠ પ્રકારના કર્મોથી ઘેરાયેલ માને છે. જ્યાં સુધી એ કર્મો છે, ત્યાં સુધી આધિ, વ્યાધિ અને ઉપાધિ છે જ. એથી સાચું એવું આત્મિક સુખ નથી. જ્યાં આત્મા કર્મના પાશમાં પરતંત્ર હોય ત્યાં સાચી સ્વતંત્રતા ન જ હોય, - ૨૭. આત્માનું પૂર્ણ સ્વાતંત્ર્ય તે કેવળ સિદ્ધિશિલા પર વસનારા મુક્ત આત્માઓ જ ભોગવે છે. કર્મોથી છૂટકારો મેળવી એ સ્થાને પહેચવું એ દરેક જૈનધર્મી આત્માનું હોય તેવું જોઈએ. ૨૮. આઠ કર્યો તે ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૫ આયુ, ૬ નામ, ૭ ગોત્ર અને ૮ અંતરાય. એ બધાં જબરા આંટીઘુટીવાળ છે. ૨૮. કર્મોને જડમૂળથી ઉખેડી નાંખવા સારુ તીર્થંકર થનાર આત્માની દોરવણી જ ઉપયોગી છે. કેમકે તેઓ જાતે તરેલા છે તેથી અન્યને તારવા સમર્થ છે. '૩૦, આપણું આ ભારત યાને હિંદુસ્તાનમાં આ અવસર્પિણી કાળમાં એવા ચોવીશ તીર્થકર થયેલા છે. એમાંના છેલ્લા તે શ્રી મહાવીરસ્વામી, ૩૧. ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપા, ચંદ્રપ્રભુ, સુવિધિ, શીતળ, શ્રેયાંસ, વાસુપૂજ્ય સ્વામી, વિમળ, અનંત, ધર્મ, શાંતિનાથ, કંથે, અર, મહિલ, મુનિસુવ્રત, નમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી રૂપ વીશ નામે અનુક્રમે ચોવીસ તીર્થકરોનાં છે. લેગસ્સ સૂત્રમાં અને મોટી શાંતિમાં આ નામો આવે છે. - ૩૨ પહેલા કષભદેવ યાને આદિનાથ, સેળમાં શાંતિનાથ, બાવીશમા શ્રી અરિષ્ટનેમિ યાને તેમનાથ, ત્રેવીમા પાર્શ્વનાથ તથા ચોવીશમા શ્રી. મહાવીર સ્વામી વધુ જાણીતા છે. ૩૩ કાઠિયાવાડમાં આવેલ શ્રી શત્રુંજ્ય તીર્થ અને ઉદેપુર નજીકનું શ્રો કારીયાજી તીર્થ એ પ્રથમ તીર્થપતિ ઋષભદેવની સ્મૃતિસૂચક ધામ છે. જૂનાગઢ નજીકનું ગિરનાર એ બાવીશમાં નેમિનાથનું, પૂર્વમાં આવેલ સમેતશિખર એ પાર્શ્વનાથનું તેમજ પાવાપુરી એ મહાવીર પ્રભુનું સ્મરણ કરાવતું ધામ છે. આબુ ઉપર સ્થાપના પ્રથમ તેમજ બાવીશમા જિનની છે. અષ્ટાપદ તીર્ષે આ કાળમાં અજ્ઞાત છે. ૩૪. આત્મકલ્યાણમાં પ્રભુમૂર્તિ અને પ્રભુકથિત આગમ ઉપકારી છે. ૩૫. ધર્મશાસ્ત્રોમાં પિસ્તાળીશ આગમ મુખ્ય ગણાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28