Book Title: Jain_Satyaprakash 1948 04_05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭-૮] માદક કે? [ ૧૮૭. કાંઈક વાર હતી, જંગલમાં આજને છેલ્લો દિવસ કા વળતો સવારે પડાવ ઉપાડી લેવાનો હતે. તે સમયે નયસારના મનમાં એક સુંદર વિચાર પ્રકટ, કે આવા ભીષણ વનમાં દેઈ સાધુસત–ષિમુનિ કે અતિથિ આવી મળે છે, તેમને ભેજન આપીને ભોજન થાય તે તે, ગામમાં પોતાને ઘેર દાન આપીને ભોજન કરવા કરતાં કંઇગણું મહત્વનું ગણાય. ઉચ્ચ આત્માઓના અભિલાષ કદી પણ અફળ નથી હતા, કારણ કે એ અભિલાષ પાછળ પૂરતો પ્રયત્ન અને તકેદારી હોય છે. નયસારે પિતાનો આ પવિત્ર વિચાર પેતાના ચાથીદારને જણાવ્યો. એ સાંભળી સર્વ ખુશી થયા અને જુદા જુદા રસ્તા ઉપર જુદા જુદા માણસને તપાસ કરવા મોકલી આપ્યા. નયસાર પોતે પણ માણસને વિશ્વાસે-ભરોસે બેસી ન રહ્યો; એક રસ્તે કેટલેક દૂર જઈ ચારે તરફ નજર ફેરવવા લાગ્યા. વનમાં વિશેષ રહેવાને કારણે તેની નજરમાં દૂરદર જવાની શક્તિ આવી હતી. એટલે તેની સૂક્ષ્મ દૃષ્ટિએ દૂરદૂર સફેદ વસ્ત્રથી આચ્છાદિત અને આડે માર્ગે ચડી ગૌલ પ્રાકૃતિઓ ઝડપી લીધી. આડમાગે ઉતાવળે પગે નયસાર શીધ્ર ત્યાં પહો. સાક્ષાત્ ધર્મમતિસમા મુનિવરોને પ્રવાસના પરિશ્રમથી ખિન્ન જોયા. નયસારે તેમને હાથ જોડી પૂછ્યું : આપ અહીં આ બાજુ કઈ તરફ પધારો છો ? આ માર્ગે કોઈ અભીષ્ટ નગર કે યાત્રાસ્થળ નથી. દૂર જંગલમાં આ રસ્તો જાય છે. આગળ હિંસક પશુઓને પૂર ભય છે. મને લાગે છે કે આપ માર્ગ ભૂલ્યા છે. ” મહાનુભાવ! તમારું કથન સર્વથા સત્ય છે. અને માર્ગ થકી વિમાર્ગે ચડી ગયા છીએ. આ વનની વિકટતા વિદેશમાં વિખ્યાત છે. માટે જ અસહાય ઈ આ વનને પાર પામી શકાતું નથી. અમે આ વનને વીતાવવ-પાર પામવા એક સાયંની સાથે નીકળ્યા હતા. ગત દિવસની વાત છે. વન આવવાનું છે, વનમાં નિર્દોષ આહારાદિને યાગ સુલભ ન બને, એમ વિચારી અમે બન્ને આહાર માટે ગેચરી લેવા વનની નજીક આવેલા ગામમાં ગયા હતા; પાછા ફર્યા ત્યાં તો સાથે પ્રયાણ કરી આગળ નીકળી ગયો હતો. પગલાના નિશાનને અનુયાર અમે કેટલેક દૂર સાથ ની પાછળ પાછળ ગયા, પણ છેવટે વાવાળથી પગલાં પણ ન જણાયાં અને મારે માર્ગ શેધતાં અહીં આવી ચડયા છીએ.” મુનિવરોની સ ય વાત સાંભળીને નયસાર આવેશ પૂર્વક બેથી ઊઠશેઃ “કેવો નરાધમ, પાપી, સ્વાર્થી સાર્યવાહ! ઘડી વાર વધુ રોકાવામાં એ સાર્થવાહનું શું લુંટાઈ જવાનું હતું કે આપને એકલા મૂકીને એ ચાલત થશે? શું તેને ખબર ન હતી કે વન કેવું વિષમ છે? સાથે આવેલ મુનિઓ આ વનમાં પ્રાણતિક આપત્તિમાં આવી પડે તે તેની જવાબદારી કોની? કોને વિશ્વાસને આધારે મુનિઓ સાથે ચાલ્યા હતા? સંભવિત મુનિહત્યાના ભાવિષે દૂષિત સાર્થવાદ નરક સવાય બીજે કયાં જશે?” નયસારને શાંત પાડતા મુનિવરો બેલ્યાઃ “મહાનુભાવ! એમ ઊમ ન બને. એ એક વેપારી ભલે, પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28