Book Title: Jain_Satyaprakash 1948 04_05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭-૮] શ્રી કેસરીયાજી તીર્થને વિકટ પ્રશ્ન [ ૧૭૫ પિતાનો બચાવ જ કર્યો છે. એટલે આજે તે આપણે જે માગણી કરી છે તે તે ફક્ત એટલી જ છે કે ઉદેપુર ટેટે જૂના રિવાજ મુજબ જેમ વેતાંબર કમિટીને વહીવટ સોંપે છે તેમ આજે વહીવટ-વ્યવસ્થા વેતાંબર કમિટીને સંપો. એટલે અત્યારની આપણી માંગણી તદ્દન ન્યાયાચિત અને વાજબી જ છે. વેતાંબર સંઘની ઉપર્યુક્ત માંગણીને અર્થ એટલો જ છે કે-સ્ટેટ પિતાનું વચન બરાબર પાળે, એમના ઉચ કુલ અને વંશના ગૌરવને છાજે એવી રીતે વચન પાળે. દેટને વચન પળાવવા ખાતર જ જૈનસંઘને યાત્રાત્યાગ કરવો પડે, બોલી બંધ કરવી પડે અને આમરણાંત ઉપવાસ કરવા પડે એમાં નથી સ્ટેટની શોભા કે નથી મહારાણાજીની શોભા. શેઠ આ. કની પેઢી પણ આ ફરમાને વાંચી વિચારી એવું દેલન જગાડે, જેનસંઘ એવા પ્રબલ આંદોલનનાં પૂર જગાડે કે સ્ટેટને પિતાનું જાહેર કરેલું વચન પાળવાની ફરજ પડે. ઉદયપુરના મહારાણાજી પણ પિતાની ફરજ બરાબર સમજે. આ એકવીસમી સદી છે, આજે હિદ આઝાદ છે, રાજાઓના એકમ બની રહ્યા છે, તે વર્ષો જૂન જેમની સાથે આપને સંબંધ છે, જે જૈન સંઘના પૂર્વજોએ આપના પૂર્વજે અને રાજ્ય માટે તન, મન અને ધન ન્યોછાવર કર્યો છે તે સંઘને, તમે તમારા પૂર્વજનું વચન પાળી ન્યાય આપો! બસ, આથી વધારે અમારે આપને કશું જ કહેવાનું નથી. વીરના સુપુત્ર! આ તીર્થના આપણું હકકોના રક્ષણ માટે જાગશે! અત્યારે લગારે પ્રમાદ, ઉપેક્ષાભાવ કે અહંભાવને સ્થાન ન આપશો! આજે આપણું શક્તિ માત્ર ધનસંચય પાછળ જ લાગી રહી છે, પણ આઝાદીના આ યુગમાં એકલા ધનસંચયની મહત્તા આપણને ભારે પડી જશે. જે સ્વમાનથી ગૌરવ જળવાતું નથી, આપણા હક્કોનું સંરક્ષણ થઈ શકતું નથી તે એ ધનસંચય કશા જ કામને નથી. ધર્મના રક્ષણ ખાતર, તીર્થના સંરક્ષણ ખાતર અને સંઘના ગોરવ ખાતર આપણે સર્વસ્વ ત્યાગ કરતાં શીખવું જોઈએ, તો જ આપણે હક્કો માંગી શકીશું અને તેનું રક્ષણ પણ કરી શકીશું. જૂનાગઢની આરઝી હકુમતના પ્રસંગમાંથી કઈક શીખજે અને તીર્થરક્ષા માટે બધા સવેળા જાગ્રત થઈ કટીબદ્ધ થશેએ શુભેચ્છા સાથે જ જવલબહેનને ઉપવાસને સફળતા પ્રાપ્ત થાઓ એ મહેચ્છા સાથે વિરમું છું. ૐ શાન્તિઃ શાંન્તિઃ શાંતિઃ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28