Book Title: Jain_Satyaprakash 1946 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શન છની સૂક્ષ્મતા સંબંધમાં જૈનધર્મના ગ્રંથમાં જે વર્ણન ઉપલબ્ધ થાય છે એ અને આજના યુગમાં વિજ્ઞાનવેત્તાઓ તરફથી જાહેર થયેલ છે કે “થેંકસસ' નામના જંતુઓ સાયના અગ્ર ભાગ ઉપર એક લાખ જેટલી સંખ્યામાં આસાનીથી બેસી શકે છે એ વાત વિચારતાં-ઉભય વિચારશ્રેણી એક જ દિશામાં જતી અને સરખો નિષ્કર્ષ કહાડતી નયનપથમાં આવે છે. આજના યુગના મહાન વિજ્ઞાનશાસ્ત્રી શ્રી જગદીશચંદ્ર બોઝની વનસ્પતિમાં પણ જીવ છે એ શોધે, ફોનોગ્રાફ અને રેડીયો જેવાં સાધનો દ્વારા પકડાતાં વાણીના પુદ્ગલેએ, વિદ્યુતના બળથી દૂર દૂર પ્રદેશ સુધી ગતિ કરતાં ભાષાવર્ગણાના પરમાણુઓએ, અને તાજેતરમાં એટમ બેબે પુદ્ગલની શક્તિઓ ઉપર એટલો બધો પ્રકાશ પાથર્યો છે કે અભ્યાસી વર્ગ તરફથી પ્રભુ શ્રી મહાવીરકથિત આગમવચને સાથે સમન્વય કરવામાં આવે તો સહજ સમજાય કે હજારો પ્રયોગ અને સેંકડો વર્ષોની સખત મહેનત પછી જે ફળ નજરે જોવા મળ્યું એનાં મૂળ તો પચીસ સો વર્ષ પૂર્વે કરાયેલા પ્રવચનમાં સંગ્રહાયેલાં પડયાં હતાં. ઉપરની વિચારણું પરથી ફલિતાર્થ એ કહાડવાનો છે કે દરેક જિજ્ઞાસુએ અને ખાસ કરી પ્રત્યેક જૈન સંતાને જૈન દર્શનનાં મૂળ તો અર્થાત એમાં અગ્ર ભાગ ભજવતા આત્મા અને કર્મ નામના પદાથી સંબંધી ઊંડું જ્ઞાન મેળવવા ખાસ પ્રયાસ કરવો જરૂરી છે. એ જે પદ્ધત્તિએ લખાયેલું પ્રાપ્ત થાય છે અને આજના સમયમાં જ્ઞાન આપવાની જે પદ્ધત્તિ મેજૂદ છે એમાં જરૂર મોટો તફાવત છે. જૂની રીતે પીરસાયેલ વાની ચાલુ કાળના અભ્યાસીને સમજવી કઠણ ને પચાવવી ભારે પડે તેવી છે. છતાં એ વાની ચાખવા જેવી તે છે જ એ માટે બે મત નથી જ. દેશ-કાળને નજરમાં રાખી જ્ઞાતાઓએ જેમ એને સરળ ને સહજ ગળે ઊતરે તેવી બનાવવા યત્નશીલ થવાનું છે તેમ જૈન સંતાનોએ જરા વધુ પરિશ્રમ સેવા–દરદ નાબૂદ કરનાર દવા પીતાં કડવી લાગે યા આંખને અણગમો ઉપજાવે છતાં એ લાભકારી છે એવી પ્રતીતિ હોવાથી પાન કરાય છે, એ મુદ્દો ધ્યાનમાં રાખી–ખંતથી એની પાછળ એકચિત્ત બનવાનું છે. તવંગષક અંતર જેમ ઊંડાણમાં પગલાં માંડશે તેમ જરૂર એને આનંદ પ્રાપ્ત થશે. જૈન સિદ્ધાંત એ પૂર્ણજ્ઞાની વિભૂતિને અનુભવ કરાયેલ નિચેડ છે અને એમાં તર્કસિદ્ધિ ડગલે ને પગલે કામ કરી રહેલ છે. “પાવાવાર્થ ” કરવાની સૂચના ત્યાં છે જ નહીં. નવ તત્ત્વનું જે મહત્ત્વ જૈનધર્મમાં મનાય છે એ ઉપર વર્ણવેલા બે મૂખ્ય તાથી નિરાળું નથી. નવને આંક વિલક્ષણ હેવાથી તેમાં વધુમાં વધુ વિસ્તાર એ પર્યત પહોંચતો હોવાથી, ભલે એ મહત્તા કાયમ રહે, બાકી સંક્ષેપવાની દૃષ્ટિએ સાત ત શ્રી તત્વાર્થ સૂત્રમાં પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજે કહ્યાં છે. અને યુક્તિ પૂર્વકની વિચારણામાં આગળ વધીએ તે જીવ-અજીવ રૂપ બે તત્વ પર સહજ આવી જવાય તેમ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સંવર, નિરા, બંધ અને મેક્ષ આ નામના નવ તૃત્ત્વ છે. એમાંના પ્રથમ બે સંબંધમાં અગાઉ આપણે વિચારી ગયા. પુણ્ય એટલે સ્વર્ગાદિ પ્રશસ્ત ફળ સંપાદન કરાવી આપવાની જેમાં શકિત છે એવી જીવ વડે ઉત્પન્ન કરાયેલી પ્રશસ્ત કર્મવર્ગણું; અથવા તે સુખાનુભવ કરાવનાર કર્મ પાપ એટલે અપ્રશસ્ત કર્મવગણ અથવા દુઃખને અનુભવ કરાવનાર કર્મ. આશ્રવ એટલે ઉપરના જે બે પ્રકાર દર્શાવ્યા તેનું અર્થાત શુભાશુભ કર્મોનું આવવાપણું. કર્યગ્રહણમાં ૧ મિથ્યાત્વ, ૨ અવિરતિ, ૩ કષાય અને ૪ યુગ એ ચાર મુખ્ય ભાગ ભજવે છે, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36