Book Title: Jain_Satyaprakash 1946 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ ૧ મિથ્યાત્વ એટલે વસ્તુ સ્વરૂપનો વિપરીત રીતે ભાસ થવો. દાખલા તરીકે જીવને અજીવ માનવે કિંવા સત્યને અસત્ય તરીકે લેખવું. અવિરતિ એટલે કોઈ પણ જાતની મર્યાદાને અભાવ, અથત પચ્ચખાણ ત્યાગવિદૂ વર્તાવ; હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહરૂપ પાંચ મોટા આરંભના કાર્યોમાંથી સર્વીશે વા અલ્પાંશે પાછા વળવાના નિયમોનું ન લેવાપણું. ૩ કપાય એટલે મહાદે-સંસારમાં ભ્રમણ કરાવવામાં જે કોઈ પણ અગ્ર ભાગ ભજવનાર હોય તો આ ચાર મુખ્ય છે. ક્રોધ, માન, માયા અને લેભ એનાં નામ છે; એને ચંડાળ ચેકડી કહેવામાં આવે છે. આત્મસાક્ષાત્કાર કરવાની ઇચ્છાવાળા આત્માના આ પાકા દુશ્મનો છે. એ પર જેટલા પ્રમાણમાં કાબુ આવતે જાય એટલા પ્રમાણમાં પ્રગતિનો પારે ઊંચે ચઢે છે એટલા માટે જ “વષયકુરિાઃ ાિરુ જીવ' જેવું વચન જ્ઞાની પુરુષોને આલેખવું પડયું છે. ૪ યોગને સામાન્ય અર્થ તો વિચારો કે પ્રવર્તન કરાય એના ત્રણ પ્રકાર તે મન વચન અને કાયાના વ્યાપાર કહી શકાય. એમાં શુભ વિચારો પુણ્યના હેતુભૂત છે જ્યારે અશુભ વ્યાપારે પાપના નિમિત્તભૂત છે. આ સ્વરૂપ જતાં સહજ સમજાય છે કે “અશુભ' વધુ પ્રમાણમાં એકઠું કરે તેવી સામગ્રી સવિશેષ છે; મિથ્યાત્વ, અવિરતિ કષાય એ તો એને જ આણનારા છે. યોગમાં શુભ લાવવાની શક્તિ છે, છતાં એનો આધાર આત્માના વીર્ય પર અવલંબે છે. તેથી આશ્રવ તો રાધ જ ઇષ્ટ છે એમ ખુલ્લું કહેલું છે. સંવર એટલે શુભાશુભ કર્મોને દાખલ થતાં અટકાવનાર તત્ત્વ. એનાં સાધન આશ્રવમાં જે માર્ગ બતાવ્યા તેથી સામી દિશામાં જનારા માર્ગો છે. દાખલા તરીકેસમ્યગદર્શન વગેરે. મિથ્યાત્વ શેધન અર્થે સમ્યકત્વ, અવિરતિ સામે દેશવિરતિ કિંવા સર્વ વિરતિ, ક્રોધાદિ રિપુઓ સામે ક્ષમાદિ ગુણો, યોગની સામે સમિતિ અને ગુપ્તિ. આથી એટલું તો સ્પષ્ટ થાય છે કે સંવર પર આત્મા જોર કરે તો નવાં કર્મોનું આગમન બહુ મોટા પ્રમાણમાં ઓછું થાય. નિર્જરાનું કાર્ય તપ વગેરે કરણુઓ દ્વારા જીવ સાથે જોડાયેલાં કર્મોને ખેરવી નાંખવાનું છે. કેટલાંક કર્મો એવાં ગાઢ હોય છે કે એને ભોગવીને જ ખપાવાય છે (જેને નિકાચિત કર્મ કહે છે); એ આ નિર્જરાઠારા નથી છૂટતાં. બંધ એટલે નિરંતર કર્મપુદ્ગલથી વ્યાપ્ત એવા આ લેકને વિષે કર્મોનું આત્મા સાથે ક્ષીરનીર પેઠે મળી જવાપણું. જ્યાં લગી આત્મા બળવાન બની સર્વથા કર્મોથી છૂટકારો નથી મેળવતો ત્યાં લગી આ ક્રિયા ચાલુ રહે છે. પણ એમાં તર-તમતા રહેલી છે. પ્રગતિસાધક આત્મા સાથે કર્મ બંધાય છે ખરાં, છતાં બહુ પાતળાં અને ઓછા પ્રમાણમાં. મેક્ષ એટલે કાયમને માટે કર્મોથી છૂટકારો સદાને માટે જન્મ મરણના ફેરાને છે. સત-ચિત-આનંદમય દશા. જીવ-અજીવ સાથે જ બાકીનાં સાતે તત્ત્વની ગૂંથણું છે. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36