Book Title: Jain_Satyaprakash 1944 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવાળી અંક ૧ ]. ર–ભગવાનનું નિર્વાણ થયું ત્યારથી કા. શુ. ૧ ની સવારથી “વીરનિર્વાણ સંવત ” શરૂ થયે છે, અને ત્યાર પછીના વિક્રમ સંવત, મૌર્યસંવત, ગુપ્તસંવત, વલ્લભીસંવત, સિંહસંવત, અને લક્ષ્મણ સંવત પણ કા. શુ. ૧ થી શરૂ થયા છે. અષાડ વદિ ૧ અને ચે. શુ. ૫ ને બદલે કા. શુ. ૧ થી સંવતને તથા નવા વર્ષને પ્રારંભ એ ભગવાનના સ્મરણ માટે જ યોજાએલ છે. ૩-પાવાપુરીમાં આજે પણ ભગવાનના નિર્વાણ સમયે છત્ર-ભ્રમણ વગેરે સંકેત થાય છે અને ઉત્પત્તિ પણ ત્યાં તે દિવસોમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. ' –ભારતના શહેરેશહેર અને ગામડેગામડાં દિવાળીમાં દર સાલ દીપમાલાઓ પ્રગટાવે છે. ૫–દિવાળીના દિવસે હિન્દમાં સ્થાને સ્થાને લેકે—બચ્ચાંઓ સળગતા મેરાઇયા” લઈ કોલાહલ મચાવે છે. –વિષ્ણુકુમાર મુનિએ અધમ બળવાન નમુચિ મંત્રીને વિનાશ કર્યો તે પ્રસંગે તે ઉત્પાતની શાંતિ થતાં લોકોએ કા. શુ. ૧ ના દિવસે આનંદ ઉત્સવ મનાવ્યો હતો. વર્ષો બાદ શ્રી ગૌતમસ્વામી ગણધરને પણ તે જ દિવસે કેવળજ્ઞાન થયું અને દરેકે આવીને તેઓને નવા ધર્મરાજા તરીકે વંદન કર્યું. ત્યારથી લઈને આજ સુધી કે નવાં નવાં વસ્ત્રો પહેરે છે, વિવિધ આભરણે પહેરે છે–ઘર, હાટ, પશુ અને ઝાડાને ભાવે છે અને પરસ્પરમાં જુહાર તેમજ પ્રભુમ કરે છે. ૭–આજે ભાઈબીજ પણ કા. શુ. ૨ ને દિવસે જાહેર પર્વ તરીકે મનાય છે. બહેને તે દિવસે પિતાના ભાઈને બોલાવીને જમાડે છે. ભગવાનના નિર્વાણની ઘટનાઓ આજ સુધી આર્યાવમાં ઉપર પ્રમાણે ચિરસ્થાયી બની રહી છે, મહાન ઉપકારી કરુણાસાગર ભગવાન પ્રત્યેને આર્યાવર્તને હાર્દિક ભક્તિપ્રેમ અને ઋણ અદા કરવાને ભાવનાપ્રવાહ, એ જ એને સ્થાયી બનાવી રાખે છે, ભારત વર્ષે બીજા કોઈના નહીં એવા વિશેષ પ્રમાણમાં આ નિર્વાણનાં સ્મારકેને સાચવી રાખ્યાં છે આથી તે કાલે અને તે સમયે ભગવાને જનતા ઉપર શું શું ઉપકાર કર્યો હશે તેની ઝાંખી પણ સહેજે થઈ આવે તેમ છે. અસ્તુ. દિવાળી આપણે ઉપર જોઈ ગયા કે દિવાળી ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણુથી શરૂ થએલ મહાન આર્યપર્વ છે. આ પર્વ એક એવું છે કે જેમાં જૈન–અજેની કડી જોડાઈ રહે છે; અને એ કડી છૂટી ન પડે તે માટે જૈનાચાર્યોએ પણ આ પર્વની વ્યવસ્થા માટે ખાસ આજ્ઞા કરી છે કે – ૨ દિવાળીનું એક કારણ એ પણું લેખાય છે કે રામચંદ્રજીએ તે દિવસે અયોધ્યામાં પ્રવેશ કર્યો અને દીપમાળા પ્રકટાવી ત્યારથી દિવાળીને પ્રારંભ થયેલ છે. પરંતુ આ માન્યતા બંધબેસતી નથી કેમકે ચોમાસામાં અને ગમે તે ૧, ૦)) તથા ૧ ના દિવસે સામાન્ય મનુષ્ય પણ પ્રવેશ વગેરે શુભ કાર્ય કરતો નથી. તો પછી મહાન વિજય મેળવીને આવનાર રામચંદ્રજી પોતાની રાજધાનીમાં 'ચૌદ ચૌદ વર્ષે પ્રવેશ કરે ત્યારે ચોમાસાનું અને તેમાં પણ ખાસ કરીને અમાસ કે એકસનું મુહુર્ત ખરા ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20