Book Title: Jain_Satyaprakash 1944 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] શ્રીષેણ કેવલી [ ૧૫ તેના વિવાહસંબંધી વાત કરી જોઈ, પણ રાજકુમારીએ તે અવિવાહિત રહીને બ્રહ્મચારિણી તરીકે જીવન વીતાવવાનો જ પિતાનો વિચાર પ્રદર્શિત કર્યો, પણ જ્યારે રાજમાતાએ લગ્ન માટે અતિઆગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યુંઃ માતાજી, આપની આજ્ઞા જ છે તે હું વિચાર કરીશ પરંતુ હું પરણીશ મારી ઈચ્છાવરને જ. જે ખરેખર પુરુષ હોય, પુરુષસિંહ હેય એની પરીક્ષા કરી હું એ પુરસિંહને જ પરણીશ, બીજાને નહિ. આ પ્રમાણે માતાપુત્રી વચ્ચે વાત થઈ ત્યાં તે રાજસભામાંથી રાજાજીનું નિમંત્રણ આવ્યું. એટલે રાજમાતા અને રાજકુમારી વગેરે રાજસભામાં ગયાં, રાજસભા ચિકાર ભરાઈ છે; દેશ-વિદેશના રાજાઓ, રાજકુમારે, સામ અને સરદાર આવ્યા છે. રાજાએ રાજકુમારીને પોતાની પાસે બેસાડીને હેતપૂર્વક એના લગ્ન સંબંધી એને પૂછ્યું અને રાજસભામાં હાજર રહેલા રાજકુમારમાંથી પિતાને પસંદ હોય તે વરને પિતાના પતિ તરીકે સ્વીકારવાનું જણાવ્યું. જવાબમાં રાજકુમારીએ પિતાની પરણવાની બિલકુલ ઈચ્છા નથી એમ જણાવ્યું. રાજકુમારીને આવો જવાબ સાંભળી આખી રાજસભા સ્તબ્ધ થઈ ગઈ. રાજકુમારી આખું જીવન કુંવારી રહેશે! પણ જ્યારે રાજાએ એને ખૂબ સમજાવી અને લગ્ન માટે ઘણો આગ્રહ કર્યો તેમજ રાજકુટુંબની પરાપૂર્વથી ચાલી આવતી રીતિનું પાલન થવું જ જોઈએ એમ જણાવ્યું ત્યારે છેવટે રાજકુમારીએ જણાવ્યું કે-પિતાજી, ગમે તે થાય તેય મારે પરણવું જ જોઈએ એવી આપની આજ્ઞા ય તે તેનું ઉલ્લંધન હું નહીં કરું, પણ હું એ આજ્ઞાનું પાલન મારા મનને રુચે એ રીતે કરીશ, જે પરણવું જરૂરી જ છે તે હું એવા પુરુષને પરણીશ જે પુરુષમાં સિંહસમાન હશે, જે અખંડ એક પત્નીવ્રતના પાલક હશે, અને જે, મેં પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપી શકશે. રાજકુમારીને ઉત્તર સાંભળી રાજાને કંઈક સંતોષ થયે ખરે. પણ રાજમારીના લગ્નના પ્રશ્નને નિકાલ આજની રાજસભામાં કરો હતો તે તે બાકી જ રહ્યો. [૩] પોપટ એક વખત રાજકુમારી પોતાની સખીઓ સાથે બગીચામાં ફરી રહી હતી. ત્યાં આંબાના ઝાડ નીચે એક સુંદર પિપટ બેઠો હતો. રાજકુમારીએ ધીમે ધીમે જઈને એને પક. હાથમાં આવતાં જ એ પિપટ બો–“ધન્ય છે એ એક પત્નીવ્રતધારી વધારાસંતોષી રાજકુમારને, તેની ઉદારતા, મહાનુભાવતા અને દઢ પ્રતિજ્ઞાપાલનને.” રાજકુમારી આ સાંભળી ચમકી આ કોઈ રાજકુમારને પાળેલો પોપટ લાગે છે. એની કર્ણમધુર વાણી અને રામ રામ પ્રમોદ પ્રગટાવી રહી છે. એ કુમાર કેણ હશે? મને લાગે છે મારી અભિલાષા જરૂર એનાથી પૂર્ણ થશે. કુમારી આમ વિચાર કરે છે ત્યાં પોપટ ઊડી ગયો. રાજકુમારી ચિંતિત થતી ઘેર આવી. એને એ રાજકુમારની રઢ લાગી.. આ સમાચાર રાજારાણીને મલ્યા એટલે તરત જ દેશવિદેશમાં માણસ એકલી રાજામહારાજાઓ અને રાજકુમારોને સ્વયંવરમંડપમાં આવવાનાં નિમંત્રણ મોકલવામાં આવ્યાં. રાજા નામાંકદેવના મંત્રીને પુત્ર ફરતે ફરતો શ્રી કાંતાનગરીના રાજા સિંહ પાસે પહો અને એમના પુત્ર સનકુમારને સ્વયંવર મંડપમાં પધારવાનું આમંત્રણ આપ્યું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20