Book Title: Jain_Satyaprakash 1944 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521604/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . • श्री महावार जन आराधना कन्द्र. फाबा आ.श्री कैलासमागर सरि ज्ञान मंदिर ૨. રીનાર) पि.३८२००९ मा.श्री. कैलालसागर वारज्ञान मरिर ની બહાર જૈન શાના દર વર્ષ ૧૦ ક્રમાંક ૧૦૯ : અંક ? ૧. | વિ ષ ય - ૬ શું ન १ श्रीमेरुतुंगसूरिविरचितं श्रीजीरावली-पार्श्वनाथ-स्तोत्रम् : पू. मु. म. श्री. जयन्तविजययी : टाईटल पान २. ૨ દસમું વર્ષ e : તંત્રીસ્થાનેથી દિવાળી e : પૂ. મુ. મ. શ્રી. દર્શનવિજયજી ૪ સિદ્ધહેમકુમારસંવત : પૂ. મુ. મ- શ્રી. કાંતિસાગરજી ૫ નિર્દોષ આત્મક્ય : પૂ. ઉ. મા. શ્રી. સિદ્ધિમુનિજી ૬ દાસા-તનામક પ્રાચીન મુનિવર : પ્રા. હીરાલાલ રસિકદાચા કાપયિા : ७ क्षेत्रादेश-पट्टक : पू. आ. म. श्री. विजययतीन्द्रसूरिजी ૮ શોધખોળની આવશ્યકતા : શ્રી. મોહનલાલા જીગર ગોક્સી ૯ શ્રીષેણુ કૈવલી (વાર્તા) : Nલ સાર 8 નવી મદદ જ રાઈટલ પાનું 8 લવાજમ–વાર્ષિક બે રેપથી છાપ ચાહ એકે-ત્રણ આના . For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org Shri Mahavir Jain Aradhana Kendra श्रीमेरुतुंगमरि-विरचितं श्रीजीरावला-पार्श्वनाथ-स्तोत्रम् संपादक-पूज्य मुनिमहाराज श्रीजयन्तविजयजी ॐ नमो देवदेवाय नित्यं भगवतेऽईते । श्रीमते पार्श्वनाथाय सर्वकल्याणकारणे ॥१॥ हीरूपाय धरणेंद्र-पद्मावत्यचितांघ्रये । सिद्रातिशयकोटीभिः सहिताय महात्मने ॥२॥ अट्टे मट्टे पुरो दुष्टविघट्टे वर्गपंक्तिवत् । दुष्टान् प्रेतपिशाचादीन् प्रणाशयति तेऽभिधा ॥३॥ स्तंभय संभय स्वाहा शतकोटोनमस्कृतम् । अधिमकर्मणां दूरादापती विडंबना ॥४॥ नाभिदेशोद्भवन्नाले ब्रह्मरंध्रप्रतिष्ठिते । ध्यातमष्टदले पने तत्त्वमेतत्फलप्रदम् ॥५॥ तत्त्वमत्र चतुर्वर्णी चतुर्वर्णमिव श्रिता । पंचवर्णक्रमध्याता सर्वकार्यकरी भवेत् ॥६॥ क्षिप ॐ स्वाहेति वर्णैः कृतपंचांगरक्षणः । योऽभिध्यायेदिदं तत्त्वं वश्यास्तस्याखिलश्रियः ॥७॥ पुरुषं बाधते बाढं तावत्क्लेशपरंपरा । यावन्न मंत्रराजोऽयं हृदि जागर्ति मूतिमान् ॥८॥ व्याधि बंधवधव्यालानलांभःसंभवं भयम् । क्षयं प्रयाति श्रीपार्श्वनामस्मरणमात्रतः ॥२॥ यथा नादमयो योगी तथा चेत्तन्मयो भवेत् । तदा न दुष्करं किंचित् कथ्यतेऽनुभवादिदम् ॥१०॥ इति श्रीजीरिकावल्लिस्वामिपार्श्वजितस्तुतिः । श्रीमेरुतुंगसूरेस्तात् सर्वसिद्धिप्रदायका ॥११॥ जीरापल्लिप्रभुपाच पार्श्वयक्षेणसेवितम् । अचितं धरणेंद्रेण पद्मावत्या प्रपूजितम् ॥१२॥ सर्वमंत्रमयं सर्वकार्यसिद्धिकरं परम् । ध्यायामि हृदयांभोजे भूतप्रेतप्रणाशकम् ॥१३॥ श्रीमेरुतुंग यूरेन्द्र श्रीमत्पार्श्वप्रभो पर । ध्यानस्थितं हृदि ध्यायन् सर्वसिद्धिं लभेदध्रुवम् ॥१४॥ ॥ श्रीजीरापल्लीस्तोत्रं संपूर्णम् ॥ (લીંબડી જ્ઞાનભંડારની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારેલું.). દસમું વર્ષ શાસનદેવની પરમ કૃપાથી “ શ્રી જૈન સત્ય પ્રકાશ ” આ અંકે દસમા વર્ષમાં પ્રવેશ કરવા ભાગ્યશાળી બને છે. પૂજ્ય આચાર્ય મહારાજ આદિ સમસ્ત શ્રીસંઘ, વિદ્વાનોએ અને સહાયકાઓ સમિતિ પ્રત્યે દર્શાવેલ પ્રેમ અને સહકાર માટે અમે એ સેનાં અત્યન્ત આભારી છીએ. અને આગામી વર્ષોમાં પણ તે સાનાં પ્રેમ અને સહકારની અમે વાંચના કરીએ છીએ | “ શ્રી જૈન સત્ય પ્રકાશ’ શ્રીસંઘની વધુ સેવા કરવા શક્તિશાળી બને એવી અંત:કરણ પૂર્વક પ્રાર્થના કરીએ છીએ. -તંત્રી. For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મમ || अखिल भारतवर्षिय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जेन सत्य प्रकाश વર્ષ ૨૦ || વિક્રમ સં. ૨૦૦૦ : વિરનિ. સં. ૨૪૭૦ : ઈ. સ. ૧૯૪૪ || માંજ જ ? || આ વદિ બીજી તરસ : રવિ વાર? અકબર ૧૫ | ૨૦૬ દિ વાળી લેખક : પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજય અમદાવાદ. આર્યાવર્તમાં જે મુખ્ય મુખ્ય પ ગણાય છે તેમાં દિવાળીનું પણ પ્રધાન સ્થાન છે. દિવાળી પર્વ કેમ બન્યું ? તેને ટૂંક ઈતિહાસ નીચે મુજબ છે. શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ આ અવસર્પિણ યુગમાં ૨૪ તીર્થકર થયા છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામી એમાંના ૨૪મા છેલ્લા તીર્થકર છે, જેનું વન (ગર્ભવતરણ)–અષાડ શુદિ છઠું, જન્મ ચિત્ર શુદિ તેરશે, દીક્ષા–કાર્તિક વદિ દશમે, કેવલજ્ઞાન-વૈશાખ શુદિ દશમે, અને નિર્વાણ આસો વદિ અમાસની રાત્રે છેલ્લા પહેરમાં બે ઘડી બાકી હતી ત્યારે ૨૯ મા સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં થએલ છે. તત્કાલીન ઘટનાઓ ભગવાન મહાવીરસ્વામી કેટલું ચોમાસું અપાપાપુરીમાં હસ્તિપાલ રાજાની રાજસભાના દફતર વિભાગમાં રહ્યા હતા, અને ત્યાંથી જ મોક્ષે પધાર્યા. તે સમયે નોંધપાત્ર—ઘટનાઓ નીચે પ્રમાણે બની હતી. ૧–ભગવાને સમોસરણમાં બેસીને આસે વદિ ૧૪ અને ૦)) એમ બે દિવસના સોળ પહેર સુધી જગતના કલ્યાણ માટે ઉપદેશ આપ્યો હતો. જેમાં ૫૫ કલ્યાણફળવિપાકના અધ્યયને, ૫૫ પાપફળવિપાકના અધ્યયને, ૩૬ નહીં પૂછેલા પ્રશ્નોત્તરે અને અંતે પ્રધાન અધ્યયનનું અર્થનિરૂપણ કર્યું હતું.' ૨ઇન્દ્ર ભગવાનના જન્મનક્ષત્ર પર ભસ્મગ્રહ આવવાના કારણે ૨૦૦૦ વર્ષ સુધી જૈનશાસન છિન્નભિન્ન થતું રહેશે એમ જાણીને ભગવાનને વિનતિ કરી કે “હે. ભગવન! આપ માત્ર બે ઘડી (૪૮ મિનિટ) આયુષ્ય વધારે જેથી આપની દૃષ્ટિના પ્રભાવે ભસ્મગ્રહ નુકસાનકારક ન નીવડે.” ભગવાને તેને ઉત્તર આપતાં જણાવ્યું કે હે ઈન્દ્ર! તીર્થકરે પણ આયુષ્યને વધારીઘટાડી શકતા નથી અને જે અવશ્યભાવિ ભાવ છે તેને પણ રોકી શકાતું નથી. બાકી ૨૦૦૦ વર્ષ પછી (આ. શ્રી આણંદવિમલસૂરિ - જગદ્ગુરુ આ. શ્રી હીરવિજયસૂરિ વગેરે દ્વારા) જૈનશાસનને પુનઃ અબ્યુદય થશે.. ૩–ભગવાનના મેક્ષ ગયા પછી એકદમ ઘણું સૂકમ જતુઓની ઉત્પત્તિ થઈ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ૪–તે અરસામાં કાશી અને કેશલ દેશના ૯ મલકી અને ૯ લિચ્છવી એમ ૧૮ ગણરાજાઓ કે કારણે અપાપાપુરીમાં આવ્યા હતા, જે અમાસને દિવસે ઉપવાસરૂપ પૌષધ સ્વીકારી ભગવાનનો ઉપદેશ સાંભળી રહ્યા હતા. એક તો અમાસનું અંધારું હતું અને બીજું તીર્થકરરૂપી ભાવપ્રકાશ પણ ચાલ્યો ગયો, આથી તે રાજાઓએ દ્રવ્યપ્રકાશ માટે દીવા પ્રગટાવ્યા. ૫-–દેવ તથા મનુષ્યોએ રત્નો તથા દીવા લાવીને ભગવાનની અંતિમ આરતી ઉતારતાં જે કાર છે મારા આ મારી આરતી, આ મારી આરતી–એમ કોલાહલ મચાવ્યો અને આરતી માટે દીપમાલાઓ પ્રકટાવી દીધી. ૬–ભગવાનના મુખ્ય ગણધર શ્રી ગૌતમસ્વામી ભગવાનની આજ્ઞાથી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા માટે પાસેના ગામમાં ગયા હતા, એકમની સવારે ભગવાનનું નિર્વાણ સાંભળી અન્યત્વભાવના ભાવતાં ભાવતાં ત્યાં જ કેવલજ્ઞાન પામ્યા અને સર્વજ્ઞ સર્વદર્શ બન્યા. ૭–ભગવાનના નિર્વાણના સમાચાર અપાપાપુરીથી આશરે ૨૦ કેષ દૂર ક્ષત્રિયકુંડમાં એકમને દિવસે જ પહોંચી ગયા અને ભગવાનના ભાઈ રાજા નંદિવર્ધનને ઘણે શોક થયો. તેણે તે દિવસે અન્ન સરખું પણ લીધું નહીં. બીજે દિવસે તેની બહેન સુદર્શનાએ નંદિવર્ધન રાજાને પિતાને ઘરે બોલાવી શોક દૂર કરાવી જમાડયો. આ રીતે ચૌદશથી બીજ સુધીમાં ભગવાનના નિર્વાણ સાથે સંબંધ રાખતી અનેક ઘટનાઓ બની છે. ભારતવષ કૃતજ્ઞ છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ જગતની ઉપર જે ઉપકાર કર્યો છે તેને બદલો કઈ રીતે વાળી શકાય તેમ નથી, તો પણ ભક્તિપ્રધાન ભારતવર્ષે નિર્વાણકાલીન કેટલીએક ઘટનાઓને એક યા બીજી રીતે “ફૂલ નહીં તે ફૂલની પાંખડી” એ ન્યાયે ચિરંજીવ બનાવી રાખી છે, જે નીચે પ્રમાણે છે. ૧-ઉત્તર હિંદ અને યુ. પી. ના હિન્દી દિવાળીના તહેવારમાં ઘરેઘર “હાટડી” બનાવે છે જે ખંડી તેમજ ગેળ ત્રિગડા જેવી હોય છે. કેટલાએક મનુષ્યો કાયમને માટે લાકડાની હાટડી બનાવી રાખે છે, જ્યારે કેટલાએક મનુષ્યો દર સાલ માટીની નવી નવી હાટડી બનાવે છે અને આસો વદિ ૧૦ થી ૧૩ સુધીના કોઈ પણ સારા દિવસે શુભ ચોઘડિયામાં તેની સ્થાપના કરે છે. તેની ચારે બાજુ એકેક અને શિખર ઉપર એક એમ પાંચ અખંડ દીવા રાખે છે. રોજ રોજ તેને નમન કરે છે, પૂજે છે, નિવેદ ચડાવે છે અને દિવાળી પછી શુભ દિવસે તેનું વિસર્જન કરે છે. આ હાટડી તે ભગવાનના અંતિમ સમોસરણનું જ પ્રતીક છે. યુરોપ-ઈટાલીના કઈ કઈ પ્રાચીન પ્રસિદ્ધ ચર્ચા (ગીરજા ઘરે) પણ આ હાટડીની ઢબે જ બનેલા છે." ૧ ઈસુ ખ્રિસ્ત ગુપ્તપણે લગભગ ૧૨ વર્ષ સુધી ભારતવર્ષમાં રહેલ છે અને તેથી જ તે દરમિયાન અનુભવમાં આવેલ જૈનદર્શનની કેટલીક માન્યતાઓને તેમણે રૂપાન્તર આપી ક્રિશ્ચિયન ધર્મમાં દાખલ કરેલી છે. જેમકે–આઠમ ચૌદશના પ્રતિક્રમની જેમ રવિવાર પા૫ને એકરાર કરે, ચહેવાહ પાસે સફેદ વસ્ત્રધારી અને મુકુટવાલા ર૪ મહાપુરુષેની હૈયાતી, ઇસુના શિષ્યોના ઉપદેશમાં સર્વ ભાષાત્મક વાણી અને સસરણની ઢબના ચર્ચો વગેરે. (આજ માસિકમાં પ્રસંગ મળતાં આ વિષય ઉપર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. ) For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવાળી અંક ૧ ]. ર–ભગવાનનું નિર્વાણ થયું ત્યારથી કા. શુ. ૧ ની સવારથી “વીરનિર્વાણ સંવત ” શરૂ થયે છે, અને ત્યાર પછીના વિક્રમ સંવત, મૌર્યસંવત, ગુપ્તસંવત, વલ્લભીસંવત, સિંહસંવત, અને લક્ષ્મણ સંવત પણ કા. શુ. ૧ થી શરૂ થયા છે. અષાડ વદિ ૧ અને ચે. શુ. ૫ ને બદલે કા. શુ. ૧ થી સંવતને તથા નવા વર્ષને પ્રારંભ એ ભગવાનના સ્મરણ માટે જ યોજાએલ છે. ૩-પાવાપુરીમાં આજે પણ ભગવાનના નિર્વાણ સમયે છત્ર-ભ્રમણ વગેરે સંકેત થાય છે અને ઉત્પત્તિ પણ ત્યાં તે દિવસોમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. ' –ભારતના શહેરેશહેર અને ગામડેગામડાં દિવાળીમાં દર સાલ દીપમાલાઓ પ્રગટાવે છે. ૫–દિવાળીના દિવસે હિન્દમાં સ્થાને સ્થાને લેકે—બચ્ચાંઓ સળગતા મેરાઇયા” લઈ કોલાહલ મચાવે છે. –વિષ્ણુકુમાર મુનિએ અધમ બળવાન નમુચિ મંત્રીને વિનાશ કર્યો તે પ્રસંગે તે ઉત્પાતની શાંતિ થતાં લોકોએ કા. શુ. ૧ ના દિવસે આનંદ ઉત્સવ મનાવ્યો હતો. વર્ષો બાદ શ્રી ગૌતમસ્વામી ગણધરને પણ તે જ દિવસે કેવળજ્ઞાન થયું અને દરેકે આવીને તેઓને નવા ધર્મરાજા તરીકે વંદન કર્યું. ત્યારથી લઈને આજ સુધી કે નવાં નવાં વસ્ત્રો પહેરે છે, વિવિધ આભરણે પહેરે છે–ઘર, હાટ, પશુ અને ઝાડાને ભાવે છે અને પરસ્પરમાં જુહાર તેમજ પ્રભુમ કરે છે. ૭–આજે ભાઈબીજ પણ કા. શુ. ૨ ને દિવસે જાહેર પર્વ તરીકે મનાય છે. બહેને તે દિવસે પિતાના ભાઈને બોલાવીને જમાડે છે. ભગવાનના નિર્વાણની ઘટનાઓ આજ સુધી આર્યાવમાં ઉપર પ્રમાણે ચિરસ્થાયી બની રહી છે, મહાન ઉપકારી કરુણાસાગર ભગવાન પ્રત્યેને આર્યાવર્તને હાર્દિક ભક્તિપ્રેમ અને ઋણ અદા કરવાને ભાવનાપ્રવાહ, એ જ એને સ્થાયી બનાવી રાખે છે, ભારત વર્ષે બીજા કોઈના નહીં એવા વિશેષ પ્રમાણમાં આ નિર્વાણનાં સ્મારકેને સાચવી રાખ્યાં છે આથી તે કાલે અને તે સમયે ભગવાને જનતા ઉપર શું શું ઉપકાર કર્યો હશે તેની ઝાંખી પણ સહેજે થઈ આવે તેમ છે. અસ્તુ. દિવાળી આપણે ઉપર જોઈ ગયા કે દિવાળી ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણુથી શરૂ થએલ મહાન આર્યપર્વ છે. આ પર્વ એક એવું છે કે જેમાં જૈન–અજેની કડી જોડાઈ રહે છે; અને એ કડી છૂટી ન પડે તે માટે જૈનાચાર્યોએ પણ આ પર્વની વ્યવસ્થા માટે ખાસ આજ્ઞા કરી છે કે – ૨ દિવાળીનું એક કારણ એ પણું લેખાય છે કે રામચંદ્રજીએ તે દિવસે અયોધ્યામાં પ્રવેશ કર્યો અને દીપમાળા પ્રકટાવી ત્યારથી દિવાળીને પ્રારંભ થયેલ છે. પરંતુ આ માન્યતા બંધબેસતી નથી કેમકે ચોમાસામાં અને ગમે તે ૧, ૦)) તથા ૧ ના દિવસે સામાન્ય મનુષ્ય પણ પ્રવેશ વગેરે શુભ કાર્ય કરતો નથી. તો પછી મહાન વિજય મેળવીને આવનાર રામચંદ્રજી પોતાની રાજધાનીમાં 'ચૌદ ચૌદ વર્ષે પ્રવેશ કરે ત્યારે ચોમાસાનું અને તેમાં પણ ખાસ કરીને અમાસ કે એકસનું મુહુર્ત ખરા ? For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ( વર્ષ ૧૦ श्रीवीरज्ञानानर्वाणं, कार्य लोकानुगैरिह । લેકે જે દિવસે દિવાળી કરે જેનોએ પણ તે દિવસે દિવાળી કરવી. લેકે તે દિવસે આનંદ મનાવે છે. વહીપૂજન કરે છે. ગુજરાત કાઠિયાવાડ અને દક્ષિણમાં તો નવા વર્ષને પ્રારંભ કા. શુ. ૧ દિને જ થાય છે અને ઉજવાય છે. એ જ રીતે ભાઈબીજનું પર્વ પણ જાહેર પર્વ તરીકે પ્રસિદ્ધ છે. જેને દિવાળીને વિશેષ રીતે આરાધે છે; ૧૪-૦)) ને છઠ્ઠ કરે છે જો માવોનિર્વાદ નર ને જાપ કરે છે. અમાસની રાતે છેલ્લા અર્ધા પહેરે બીમgવોરરામપાતાય નમઃ ને, અને એકમની સવારે શૌતમસ્થાનિણાય નમઃ ને જાપ કરે છે. એકમને દિવસે ગૌતમસ્વામીનું સ્મરણ-ધ્યાન કરે છે અને મુનિરાજોના સ્થાપનાચાર્યને અભિષેક તથા પૂજા કરે છે. દિવાળી પર્વ આ રીતે આજ સુધી ઉજવાય છે અને ઉજવાશે. | દિવાળી પર્વને આ ટૂકે ઇતિહાસ છે. દરેક બુદ્ધિવાની ફરજ છે કે આ મહાપર્વ વિશેષ લાભદાયી નિવડે, સાચું કલ્યાણ સાધક બને, એ રીતે પ્રયત્નશીલ રહેવું જોઈએ. સિદ્ધહેમકુમાર–સંવત્ લેખક: પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિસાગરજી મહારાજ, સાહિત્યાલંકાર, સિદ્ધહેમકુમાર–સંવત સંબંધમાં “શ્રી જૈન સત્ય પ્રકાશ’ના ક્રમાંક ૯૩, ૯૪ તથા ૯૮ માં પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ સંવતનાં અસ્તિત્વ સંબંધી જે કંઈ ઉલ્લેખ મળ્યા છે તે ઉપરથી જેને ઈતિહાસમાં–જૈન સાહિત્યમાં તે વિશેષ પ્રમાણમાં ઉપયોગમાં આવ્યા હોય તેમ જણાતું નથી. છુટાછવાયા બે-ચાર ગ્રંથ સિવાય આ સંબંધી કયાંય પણ ઉલ્લેખ મળતો નથી. ખરતરગર છીય પટ્ટાવલીઓમાં એવા બે ઉલ્લેખ મળે છે, જે પરથી એટલું જાણવા મળે છે કે મહારાજા કુમારપાળને પિતાના નામનો સંવત ચલાવવાની પ્રબળ મનઃકામના હતી. સંભવ છે કે એ બલવતી ઈચ્છાનું ક્રિયાત્મક રૂપ જે ઉપરોક્ત-સિદ્ધહેમકુમારસંવત હોય. ખરતરગચ્છીય પટ્ટાવલીને એ મૂળ ઉલ્લેખ આ પ્રમાણે છે– अथैकदा अणहिलपत्तने कुमारपालेन राज्ञा हेमाचार्याय प्रोक्तम्-“स्वामिन् ! यदि मां स्वर्णसिद्धरुपायं दद्यास्तहिं अहमपि विक्रमादित्यवद् नवीनं संवत्सरं પ્રવર્તયામિ ” અર્થાત–“એક વખત અણહિલપુર પાટણમાં રાજા કુમારપાળે શ્રી હેમચન્દ્રાચાર્યજીને કહ્યુંઃ “હે પ્રભુ, જે મને આપ સુવર્ણસિદ્ધિનો ઉપાય આપે તો વિક્રમાદિત્યની જેમ હું પણ નો સંવત્સર પ્રવર્તાવું.” આવી જ મતલબને બીજો ઉલ્લેખ બીજી પઢાવલીમાં તેમજ ૧૭ મી શતાબ્દિમાં લિખિત “ઘવાત છપા'ની પ્રતિમાં મળે છે. . આ ઉલ્લેખ મહારાજા કુમારપાળે ક્યારે અને કયે સંવત ચલાવ્યો એ સંબંધી કશો સ્પષ્ટ ખ્યાલ નથી આપતા, પણ “થી જે સત્ય પ્રકાશ’ના ક્રમાંક ૯૩, ૯૪ અને ૯૮-એ ત્રણ અંકોમાં સિદ્ધહેમકુમારસંવત સંબંધી જે કંઈ લખવામાં આવ્યું છે તેની કેટલેક અંશે પુષ્ટિ જરૂર કરે છે. ૩ પ્રાચીન કાળમાં વૈ. શુ. ૧૦ અને દિવાળી એ બને આર્યાવર્તન ફેર પ હતાં. જેમાંથી હાલ માત્ર દિવાળી જ જાહેર પર્વ તરીકે મનાય છે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્દોષ આત્મક્ય લેખક–પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી સિદ્ધિ મુનિજી શ્રી કૃષ્ણચંદ્રના પિતરાઈ ભ્રાતા અને તે સમયના સમર્થ એક “મgવીર શ્રી નેમિનાથે લગ્નની અંતિમ તૈયારીમાં જ પ્રાથમિક વિવાહથી બંધાયેલી રાજિમતી નામની સત્કન્યાનો ત્યાગ–અસ્વીકાર કર્યો. કહે છે કે, એ મહાન યાદવે દયાની ખાતર તેને હાથ ન પડે. ખરેખર, તે તીર્થંકર પુરુષ દયાળુ હતા. પણ રાજિમતી સાથે લગ્ન ન કરવામાં દયા જ ખાસ કારણ હતી એમ નહિ, પણ તે પ્રભુને ભેગોદય ન હતો એ જ ખાસ કારણ હતું. એ ખાસ કારણથી જ રાજિમતીને રડતી છોડવાની આવશ્યકતા આવી પડી હતી. આ વખતે શ્રી નેમિનાથ તરફના રાગને લઈ વિરહવશ દુ:ખી થયેલી રાજિમતીએ બહુ બહુ આક્રન્દ કર્યો, પણ તેની અસર શ્રીમહમુક્ત યાદવરાયને લેશ પણ ન થઈ. એ બન્ને આત્માઓને આ ચાલુ ભવન જ માત્ર સંબંધ ન હતો, આથી પૂર્વને આઠ ભવમાંય તેઓ સંબંધી હતાં. આજે જ્ઞાની પ્રભુએ રાગને પડતા મેલ્યો હતો, રાજિમતી તેમ કરવા તૈયાર ન હતી. વ્યવહારુ દુનિયા કદાચ કહેશે કે, નેમિનાથે દગો દઈ એક નિરપરાધી કન્યાને ભવ બગાડે. ઠેઠ લગ્ન સુધી વાતને લંબાવી, આખરે પશુદયાના બહાને ખસી જતાં તેમને એક આશાભરી સ્ત્રીનાં કલ્પાંત પર જરાય કરુણું ન આવી! નારી જીવનની વિધવદશાને પણ તે ખ્યાલ ન કરી શકયા ! વળી એને એમ પણ લાગશે કે, એ પ્રભુને સ્વજનની દાક્ષિણ્યતા ન હતી, તેમ માતાપિતાનાં વચનની અવગણના કરવામાં તેમણે પિતાની કૃતજ્ઞતા પણ ગુમાવી દીધી. પ્રભુને આ વ્યવહારુ દુનિયાના કથન કે માન્યતા પર લક્ષ આપવાનું હતું જ નહિ; તેમની દ્રષ્ટિમાં તેવા દુનિયાના વ્યવહારનું મહત્વ ન હતું. આ જ કારણથી વ્યવહારુ દુનિયા લૌકિક દૃષ્ટિથી જે જુવે છે, તે તરફ આ પ્રબલ પુણ્યાત્મા શ્રી નેમિનાથે ન જોયું. જગત અલ્પ જ્ઞાનની સંકુચિત દૃષ્ટિ ધરાવે છે. પ્રભુની દૃષ્ટિ વિશાલ હતી, તે પ્રભુનાં દયા, દાક્ષિણ્ય, કૃતજ્ઞતા વગેરે લકત્તર હતાં. તેમની સરલતા અને ભવાંતરીય સંબંધ વગેરે સશરીર આત્મા સાથે પિતાને મમતાથી જોડી દેવામાં પર્યાપ્ત ન હતાં. કારણ, તેમને આત્મામાં જ આત્માનો સંબંધ કાયમ–અતિ કાયમ કરવામાં જ મહત્તા ભાસી હતી. જગતના સર્વ જીવમાં તેમણે પિતાને અનેક સનાતન સંબંધ જાણી તેઓની સાથે તે દયા, દાક્ષિણ્ય, કૃતજ્ઞતા વગેરેથી વર્તવા ચાહતા હતા. વાસ્તવિક રીતે, એ વિરક્તાત્માને વિષયની ભૂખ ન હતી. દુનિયાના વ્યવહારે એમની જઠરને “ન જોઈતું' આપવા ચાહ્યું પણ પશુઓની દયાએ તેમને જગતની દયા તરફ દેરતાં એમની કાલ્પનિક ભૂખ નહિવત બની ગઈ. અને એમણે પિતાના જૂના પ્રેમપાત્રનું હિત જુદી રીતે જ જોયું. - જેઓ લાલસાથી શરીરના સંબંધોમાં મહત્વ માને છે, હદયના પૌગલિક રસને એક કરવામાં જેમને આનંદ, સુખ અને પ્રેમસંબંધ જણાય છે, તેઓને ખરેખર, નિર્દોષ આત્માઓનું અપૂર્વ એજ્ય બેહદું લાગે, પણ જેમણે જડ અને આત્માને વિવેક કર્યો છે એવા ધર્મના “મા ” એ એકયમાં જ સાચે આનંદ, સુખ અને સમાનતાથી ઉત્પન્ન થયેલો આત્મસંબંધ જુવે છે. રાજિમતી અને નેમિનાથનું અત્યાર સુધીનું સંબંધસખે, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ તે ભલેને નવ ભવનું છે, પણ તે અધૂરું જ હતું. તેમાં શરીરાદિ અંતરાય કરનારાં હતાં. સંસારમાં કોઈનાં શરીરાદિ સર્વથા સમાન હેતાં નથી. અને જે સર્વ રીતે સમાનતા ન હોય તે “સમાનત્રથાનેy તથ' એ ન્યાયે સખ્ય કેમ સંભવી શકે ? સામાન્યતઃ કોઈ પણ સ્ત્રી-પુરુષમાં શરીરાદિજન્ય ઘણી જ વિષમતા રહેલી છે. એ બન્નેમાં શીલ અને આચરણ કર્મના વિચિત્રપણુથી અસમાન જ હોય છે, એ અસમાનતા જ પરસ્પરની આકર્ષક છે. અને પરસ્પર ખેંચાણ થવામાં પણ એ જ આપેક્ષિક કારણ છે. આ બેંચને મહાત્માઓ મોહના નામે સંબોધે છે, લોકે આને પ્રેમ કહે છે, કે જે જડમાંથી ઉત્પન્ન થઈ જડમાં જ નાશ પામે છે. તેમાં આત્મકય, અથવા જેને કઈ સાચો પ્રેમ કે એવા કેઈ નામથી સંબંધે એવું કાંઈ તત્ત્વ છે જ નહિ. આ વાત પાછળથી રાજિમતીને પણ સમજાઈ હતી અને તેથી જ તે “વીરાંગના' પ્રભુના પથે પિતાનાં પગલાં માંડવા તૈયાર થઈ. શરીરના સંબંધને અવગણ, મેહજન્ય અપ્રશસ્ત રાગને હઠાવી, તેણી એ ધીરે ધીરે આત્મકય સાધવા પ્રશસ્તાગનું–જેનાથી આત્મય શીધ્ર સધાય એવા મેક્ષાનુકૂલ રાગનું-શરણું લીધું. આ રીતે પ્રભુની સાથે જોડાવાની લાયકાત એણે કેળવવા માંડી, એટલું જ નહિ, પરંતુ એ લાયકાત પ્રભુના પહેલાં જ સાધી લીધી. અંતે એ બને આત્માઓએ શરીરાદિની ખલેલ વિનાને, કોઈ પણ જાતની પદ્દગલાદિ ઉપાધિ વગરને સાચો નિરુપાધિક પ્રેમ-આત્મકય સાધ્યું. લેકે કહેતા હતા કે, પ્રભુએ તેને સદાને માટે રડતી મૂકી દીધી. ખરી વાત એ હતી કે, તેને છેલ્લે છેલ્લે રડાવો સદાની રડતી બંધ કરી દેવાની હતી; અને રડતી બંધ કરી પણ ખરી. આનું નામ તે કલા ! દુનિયામાં આવા કલાકાર ઓછો જોયા છે અને તેઓની કદર કરનારા પણ વિરલા જ જન્મે છે. આવા જ કારણથી આપણે જાણીએ છીએ કે, શ્રી વજીસ્વામીએ માતાની તરફ વલણ ન બતાવતાં ગુરુ તરફ બતાવ્યું ત્યારે દુનિયાએ ભારે બકવાદ ને કેલાહલ કર્યો હતો. રાજા સમદવિજય અને શિવાદેવી મેહમાં મુંઝાય અને પુત્રવધૂને લાવવાને લહાવો લેવા તેઓ ઈચછે, પણ એ કેટલું નિરસ હતું? એ નિરસતાની એમને પાછળથી સમજ પડી હતી. અનાદિ કાલથી ચાલ્યો આવતો વ્યવહાર સાંસારિક સંબંધની કાંઈક કદર-કિમ્મત કરે છે. પ્રભુએ સ્ત્રી અને માતા વગેરેની સાથેના એ સાંસારિક સંબંધની કદર-કિસ્મત કઈ અન્ય એવા પુનિત પ્રકારે જ કરી કે એ વ્યવહાર અને સંબંધને ફરી અનુસરવાને સમય જ ન આવે. એ બને આ ભવમાં છેલ્લાં જ હતાં એમ એમણે સિદ્ધ કરી બતાવ્યું. ફરી ફરી અન્યાન્ય માતાઓ કરવાનું અને તે જ ભવમાં કે અન્ય ભવોમાં ફરી ફરી લગ્નના ઘોરણે કે અન્ય કઈ પ્રકારે સ્ત્રીઓના હસ્તે પકડવાનું ચાલુ રાખનારા, અને જગતને પણ એવો જ મેહમય ઉપદેશ કરનારા શ્રી નેમિનાથપ્રભુનું ગૌરવ ન સમજી શકે અથવા ઓછું સમજે તે તેમાં કાંઈ નવાઈ નથી. વિષય–સંબંધ વગરને પ્રેમ નિર્દોષ કહેનારાઓએ પણું સમજવું જોઈએ કે ખરે નિર્દોષ પ્રેમ તે આત્મજ્યમાં જ રહે છે. જ્યાં સુધી આત્મક્ય–શુદ્ધ આત્માઓનું તિમિલન થાય નહિ ત્યાં સુધી થતા સંબંધમાં કોઈને કાંઈ દેષ અવશ્યમેવ રહેવાને જ. અને તેથી કજન્ય તે સંબંધમાં કદી પણ નિર્દોષ પ્રેમ સંભવી શકતો નથી. આ રહસ્ય માવીને અને તેના સાચા અનુયાયીઓ સિવાય સમજવું મુશ્કેલ છે. જડ પ્રકૃતિના અંશોનાં જોડાણમાં સંદર્ય નથી. સંસ્કાર, સંતાપ અને પરિણામથી તેમાં For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ]. દાસાઃનામક પ્રાચીન મુનિવરે વર્તમાન અને ભાવિ અસંદર્ય જ છે. વાસ્તવિક સોંદર્ય ફક્ત આત્મ-આત્મના જોડાણમાં જ છે. વીર્યનાં તેજ મળે એમાં છુપી ભારે મલીનતા છે. રાગના પુદ્ગલથી થતા જોડાણમાં પણ મલીનતા જ છે. કાંઈક ઉજજવલતા પ્રશસ્તરાગનાં પુદ્દગલમાં રહેલી છે. પણ સર્વથા ઉજજવલતા તે શુદ્ધાત્માઓના મેલાપમાં જ રહેલી છે. ઉપરોક્ત ત્રણે જગાએ મલીનતમ, મલીન અને ઉજજ્વલ જડપ્રકૃતિની સહાયતા છે, જ્યારે ચેથામાં જ જડની સહાય ન હોઈ આત્માની જ પરમજજવલતા છે. પ્રભુએ ઉપાધિ વગરનું, લેશ પણ સ્વાતંત્ર્યને છીનવ્યા વગરનું, સ્વામી તરીકેની સત્તાવિનાનું અવિનશ્વર જોડાણુ પિતાને ચાલુ કેટલાક પૂર્વભવોના સંબંધી રાજિમતીના પરમજવલ આત્મા સાથે કર્યું. પ્રેમની-નિર્દોષ પ્રેમની વ્યાખ્યા કરનારાઓએ આ ખાસ વિચારવા જેવું છે. ઉપરોક્ત પદ્ધતિએ નિવૃત્તિને-આત્મવૃત્તિને પારસ્પરિક તેજ સંચાર અને ત્યાં અચલ મેલાપ એ જ વિદ્વાન વિચારકેને ઈચ્છવા યોગ્ય છે. એવો સંબંધ જ સદા જીવતે હેઈ, તેને સાધવા મહાનુભાવોએ પ્રયત્ન કરે, કરાવવો જોઈએ. એ સંબંધમાં જ સર્વથા નિઃસ્વાર્થતા, આત્મપ્રસન્તા અને સુખાનન્દ છે. સાચે આત્મરસ પણ એમાં જ છે. અનુભવથી જ એ સર્વ વાસ્તવિક રીતે સમજાય છે. પુણ્યવંતો! એ અનુભવ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી જુઓ, એ જ શુભેચ્છા. દાસાન્તનામક પ્રાચીન મુનિવરો (લે. . હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ.) નામોના જે અર્થ વગેરેની દષ્ટિએ અનેક પ્રકારે પડે છે તેમાંની એક દષ્ટિ તે નામેના અંતમાં વપરાયેલ પદ છે. આ પદે ભિન્ન ભિન્ન પ્રકારના જોવાય છે. જેમકે કીતિ, ચન્દ્ર, તિલક, દાસ રત્ન, પવિમલ, શેખર, સિંહ ઈત્યાદિ. આ પૈકી જે પ્રાચીન મુનિવરોનાં નામના અંતમાં ‘દાસ’ પદ છે તેમને ઉદ્દેશીને અહીં વિચાર કરાય છે. એટલે કે ઋષભદાસ, ગેડીદાસ, જિનદાસ, બનારસીદાસ વગેરે શ્રાવકેને કે દાસાત નામક મલ્લિદાસ વગેરે સત્તરમા સૈકાના અને તે પછીના આધુનિક મુનિવરે વિષે વિચાર કરવાનું આ સ્થળ નથી. અહીં તો નીચે મુજબનાં નામવાળા મુનિવરને વિષે હું ઘેડું જ કહીશ – જિનદાસ, ધર્મદાસ અને સંઘદાસ. [૧] જિનદાસ આ જિનદાસ તે બીજા કોઈ નહિ પણ “જિનદાસગણિ મહાર” તરીકે સુપ્રસિદ્ધ ૧ ઉદયકીર્તિ, ક્ષેમકીર્તિ, ચન્દ્રકાતિ, જ્ઞાનકીર્તિ, વગેરે. ૧ અભયચન્દ્ર, અમચન્દ્ર, અશોકચન્દ્ર, બાલચન્દ્ર, ભાવચન્દ્ર, હેમચન્દ્ર વગેરે. ૩ અભયતિલક, જયતિલક, લમીતિલક, સંધતિલક, સિંહતિલક, સેમતિલક વગેરે. ૪ ઉદયરત્ન, તપોરન, હેમરત્ન વગેરે. ૫ આવિમલ, કીર્તિવિમલ, કેસરવિમલ, ગુણવિમલ, જ્ઞાનવિમલ વગેરે. ૬ રશેખર, રાજશેખર, સોમશેખર વગેરે. ૭ ઉદયસિહ, કર્મસિહ, વગેરે. • ૮ આ લેખ હવે પછી પ્રસિદ્ધ થનાર છે, For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ મુનિવર છે. એમને વિષે મેં “છ મહત્ત” નામના લેખમાં જે વિચાર કર્યો છે તે ઉપરાંત મારે કશું વિશેષ કહેવાનું નથી. [૨] ધમદાસ આ ધર્મદાસગણિએ જઈણ મરહદીમાં ઉવસમાલા રચી છે. એની ગાથાની સંખ્યા ૫૪૦ ની છે. એમાં વજસ્વામી અને સિંહગિરિ વગેરે સંબંધી સૂચનો છે એટલે આ ગણિને મહાવીરસ્વામીએ જાતે દીક્ષા આપી હતી એ વાતમાં વજૂદ નથી. આ ઉવસમાલા ઉપર સિદ્ધર્ષિએ, રામવિજયગણિએ તેમજ વાદિદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ ટીકા રચી છે. રત્નપ્રભસૂરિકૃત ટીકા “ઘટ્ટી” કહેવાય છે. એને રચનાસમય વિ. સં. ૧૨૩૮ છે અને રચના-સ્થળ ભગુપુર (ભરૂચ)માંનું “અશ્વાવબેધ' તીર્થ છે. [૩] ધર્મદાસ આ નામની એક બીજી પણ વ્યક્તિ પ્રાચીન સમયમાં થઈ ગઈ છે. વિશ્વમુખમંડન એ એમની રચના છે. એ પ્રન્યમાં સમસ્યાઓ વગેરે છે. એના ઉપર અજૈન વિદ્વાનોએ પણ ટીકા રચી છે. પ્રસ્તુત ગ્રન્થનો કે એના કર્તાને સમય ચોક્કસપણે નક્કી કરાયો નથી. [૪] સંઘદાસ એમણે પંચકમ્પના ઉપર મહાભાસ રચેલ છે. એઓ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કરતાં પહેલાં-સાતમા સિકા કરતાં પહેલાં થયા છે એમ મનાય છે. એમને વિષે મેં બાર ક્ષમાશ્રમમાં ઉલ્લેખ કર્યો છે. એટલે અહીં એ હકીકત ફરીથી રજૂ કરતું નથી. ક્ષેત્રા-જંદા अन्वेषक-पूज्य आचार्य महाराज श्रीविजययतीन्द्रसूरिजी [સંવત ૧૨૬ શ્રીગુર્જશે, પં. વિસા ] રહી કીરી | ॥९०॥ ॐ नत्वा । भ० श्री श्रीविजयदेवेन्द्रसूरीश्वरपरमगुरुभ्यो नमः। श्रीविजयधरणेन्द्रसूरिभिज्येष्ठस्थित्यादेशपट्टको लिख्यते । पं० मोतिविजयग। श्रीजीसपरिकर राजनगर, सरखेद, धोलको, कोंठ, गोधावी. उ० सुशानविजयग । पं० सुवुद्धिस । વો, મો. पं० ज्ञानविजयग। पं० रत्नस । અત્પાર્શે. पं० सोभाग्यविजयग । पं० अमीस । राजनगरमध्ये. पं० रंगविजयग। पं० वीरस । राजनगरमध्ये. पं० नवलविजयग। पं० नरोत्तमस । पं० हितविजयग । पं० अमरस । सूरत, नवसारी, घणदेवी. सोवनगढ. ૧ આની એક હાથપથી વિ. સં. ૧૭૩૨ માં તાડપત્ર ઉપર લખાયેલી છે. ૨ એમને વિષે મેં “બાર ક્ષમાશ્રમ ” નામના લેખમાં વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. જુઓ “ જૈન ધર્મ પ્રકાશ” (પુ. ૬૦, અં, ૮ પૃ. ૨૪૯-૫૪) અહીં એ ઉમેરીશ કે જયધવલાની પ્રસ્તાવના (પૃ. ૫૭)માં એ નિર્દેશ છે કે વિસાવસ્મયભાસની એક હાથપોથીમાં એને રચના‘સમય શકસંવત્ ૧ (વિ. સં. ૬૬૬) આપેલો છે. જે આ હકીક્રત સત્ય ગણાય તે એમનું સ્વર્ગગમન વિ. સં. ૧૪૫ માં થયાની હકીકત તેમજ એઓ પૂર્વધર હતા એ બાબત કેવી રીતે ઘટી શકે ? For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १] क्षेत्राशि-५४४ पं० सुमतिविजयग । पं० धीरस। खंभातमध्ये. पं० गुलाबविजयग। पं० खुशालस । पं० रत्नविजयग । पं० गुलाबस । अस्मत्पार्श्व. पं० रूपविजयग । पं० रत्नस । चांगा, गोल. पं० रंगविजयग । पं० वीरस । गढ, मंडाणा. पं० मोतीविजयग । पं० तेजस । थरा, जामपुर. पं० लालविजयग । पं० रूपस । पं० फल्याणविजयग । ५० अमृतल । खाखल, धधाणा, कंबोइ. पं० धनकुशल । पं० विनयस । कठोर, रानेर. पं0 दीपविजयग । पं० कृष्णस । अकलेसर. पं० उत्तमविजय । पं० वल्लभस। सुखविजयग । पं० अमृतल । पालणपुर, मेता, धोतासकलाणा, बमदा, बडगाम. पं० विद्याविजयग। पं० शांतिस। सोरठदेशे. पं० कीर्तिविजयग। पं०...... .....वीसलपुर, पीपलवरकर, वीमोरा, संवाला. पं० जीतविजयग। पं० सुमतिस। आगलोड. पं० राजविजयग । पं० उत्तमस । बिहारा. पं० फतेविजयग। पं० जयम । पाटण, संखेश्वर, कुणगर, शरीयद. पं० दोलतविजयग। पं० सुभल । दसाडो, कलाडो, पंचासर, पाडल. पं० भाग्यविजयग। पं० जयस । पं० नित्यविजयग । पं० लक्ष्मीस । दक्षिणदेशे. पं० गुणरत्नग । पं० तेजस । वीरमगाम, मांडल, गोरीयो. पं० विवेकविजयग। पं० रूपस । राधनपुर, कमालपुर, नवोगाम, तेरवाडो, बडोद. पं० सुरेन्द्रविजयग । पं० चतुरस । पं० मोहनविजयग । पं० प्रेमस । मेसाणा, कडी, उमता, देणप. पं० रूपसागरग। पं० फतेस । मुंबइ, पेण, नागुथाना, वसही, आगाली, मांम. पं० सौभाग्यसागरग । पं० मणिस । पाटडी, बजाणा. पं० नरोत्तमविजयग । पं० किस्तूरविजयग। पं० सुबुद्धिस । भरुअच्छ, देजवारो. पं० राजविजयग । पं० रूपस । पं० जीतविजयग। पं० उमेदस । इलोल, वषतापुर, जामला. पं० पृथिवीचन्द्रग । पं० अमीस। सोरठदेशे. पं० हीरविजयग । पं० रूपस । बीजापुर, लाडोल, समोहु. पं० चतुरविजयग । पं० नवलस । सिपुर, माघडगोठडा, ऊंबरी, पाव, सतलासपुं. पं० भगवानविजयग । पं० सुबुद्धिस। छाणी. पं० विनयविजयग । पं० जिनस । ५० ऋषभविजयग । पं० विनयस । झीणोर, जंबुसर. पं० ऋषभविजयग । पं० रंगस । पं० दयाविजयग । पं० ऋषभस । डीसा, वडा · वल, आदेडा, पीलुंचो. पं० भाग्यविजयग । पं० पुन्यस। राजपुर. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०] શ્રી જૈન સત્ય પ્રકાશ वर्ष १० पं० मनरूपायजयग । पं० मयास । वडाली, ब्रीमानीखेड. पं० तेजविजयग । पं० पुण्यस । धेणुज, लणवा, कणरावी. पं० भाग्यविजयग । पं० कनकस । मोहनपुर, हापुर, हरसोल, ताजपुर. पं० जयविजयग । पं० विद्यास । दावड. पं० प्रेमविजयग । पं० महिमास । नडीयाद. पं० लालचन्द्रग । पं० प्रेमस । सोरठदेशे. पं० उदयविजयग । पं० पद्मस । चाणसमुं, बडावली. पं० चतुरविजयग । पं० किस्तूरस । धनेरा, वाव, कुआला. पं० मुक्तिविजयग । पं० भीमस । बोरसद. पं० श्रीविजयग । पं० प्रतापस । समी, दुदखा, चंदुर. पं० तिलकविजयग । पं० मुक्तिस । कांप. पं० हेतविजजग । पं० विवेकस । ईडर. पं० गुलाबविजयग । पं० मोहनस । भालक. पं० लब्धिविजयग । पं० लावण्यस । पं० ज्ञानविजयग । पं० नायकस । धोलेरा, पं० प्रेमविजयग । पं० माणिक्यस । मोरवाडो, भामेर, उच्चोसण. पं० खुशालवर्द्धन । पं० धर्मस । बढवाण, द्रागद्रो. पं० धर्मविजयग । पं० रत्नस । गोत्रकुं, वारही. पं० रूपविजयग । पं० रत्नस । साकरा, करहो, उंदरा. पं० अमीविजयग । पं० मुक्तिस । कच्छदेशे. पं० पद्मविजयग । पं० रविस । __ कच्छदेशे. पं० प्रतापविजयग । पं० भवानस । पादरा, मोयागाम, द्रापरा, अनस्तु, इंटोलो. पं० मुक्तिविजयग । पं० नेमस । बोरसद, पेटलाद. पं० हितविजयग । पं० हंसस । पं० मणिविजयग । पं० हेतस । दक्षिणदेशे. पं० भीमविजयग । पं० हेमस । लेच, लांघणोज, अंबासण, देकावाडो. पं० लक्ष्मीविजयग । पं० हीरस । एमनगर, रूपाल. पं० भाणविजयग । पं० हर्षस । मगरवाडो, टींबाचूडी, मीजादर, परखढी. पं० सुबुद्धिविजयग । पं० गुलाबस । वेड, राफु, अणवरपुरो, संखलपुर. पं० पद्मविजयग । पं० भाग्यस । आंतरोली, नंदासण, सनीयार. पं० जयविजयग । पं० दीपस । बदरको, गांगड. पं० सौभाग्यविजयग । पं० गुमानस । चिलोडो, सुणाव. प० कुंअरविजयग । पं० लक्ष्मीस । सोइगाम. पं० जलविजयग । पं० उत्तमस । बजाणामध्ये. पं० महिमाविजयग । पं० नेमस । सोइगाममध्ये. पं० होरविजयग । पं० चतुरस । अस्मत्पाव मणुद. पं० कनकविजयग । पं० दीपस । पं० मोतीविजयग । पं० महिमास । डुआ. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म १ શોધખોળની આવશ્યક્તા पं० हंसवर्द्धनग । पं० नित्यस । दक्षिणदेशे. पं० फतेकुशलग । पं० जीतस । दक्षिणदेशे. पं० अमृतविजयग । पं० रंगस । नडीयाद, खांधली. पं० किस्तूरविजयग । पं० गोकुलस । मांडलाबही गणाबहिः पं० मोहनविजयग । पं० माणिक्यस । सांबली. पं० दयाविजयग । पं० जीतस । ईसर. पं० उत्तमचन्द्रग । पं० राजेन्द्रस । देवा, डभो. पं० भक्तिविजयग । पं० किस्तुरस । नीषडी. पं० मोतिविजयग । पं० धनस । वडनगर, खेरालु, चांदण, बजासणुं, उढाई, तवढी. पं० तेजविजयग । पं० राजस । सोरठदेशे. पं० कीतिविजयग । पं० झवेरस । बसु, साचम. पं० लब्धिविजयग । पं० लालस । भरुअच्छ मध्ये. पं० डूंगरविजयग । ५० तेजस । मातर, मोतेर. पं० तिलकविजयग । पं० हीरस । लूणवा, कलाणा. पं० अमृतविजयग । पं० हीरस । छठीयारडो, गांभू, मुढेरा. पं० मेघविजयग । पं० डूंगरसा । खंभात. पं० गौतमसागरग । पं० मयास । सिद्धपुर, मांडण. ___ अत्रोद्धरित क्षेत्रादेश सत्यापना अस्माभिविधायाति मंगलं । समस्त साधुसमुदाय योग्यं अपरं सहु पट्टा प्रमाणे पोतपोताने क्षेत्रादेशे जह पहोंच ज्यो । जे कोई पारका क्षेत्रमा रहश्ये तथा क्षेत्र आलट पालट करस्ये तथा क्षेत्र क्रयविक्रय करस्ये तथा चोमासा माहीं कोइ किहांई हिरस्ये फिरस्ये तथा गृहस्थ थकी चाल बोलस्ये तो तेहने आकरो उपालंभ आवश्य। सर्वथा गुदरास्ये नहीं एवं जाणी मर्यादा मांही प्रवर्त्तवु । श्री श्रीरस्तु । (श्रीविजयधनचन्द्रसूरिज्ञानभंडार बिंडल नम्बर ४५) શેાધાળની આવશ્યકતા લેખક: શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી. જૈન સમાજ પ્રતિવર્ષ લાખે રૂપીઆ ધર્મમાર્ગે ખરચે છે. એને દાનગુણનો મહિમા શિખવા પડે તેમ નથી. ચાર પ્રકારના ધર્મમાં દાનનું સ્થાન પ્રથમ હોવાથી તેમજ સાધુ મહાત્માઓ તરફથી વ્યાખ્યાનકાળે એ દાનધર્મ નવપલ્લવિત રહે, એ અર્થે ઉપદેશવારિથી સિંચન કરાતું હોવાથી ધન પરનું મમત્વ ઉતારી એને વ્યય કરવામાં જેને પાછળ નથી રહ્યા. જૈન સમાજમાં આજે એક શોધ–ળખાતું ઊભું કરવાની અતિ અગત્ય છે. એમાં સારા પ્રમાણમાં હાથપર કંડ હોવું જોઈએ. અત્યારના સાધનોદ્વારા પુરાતત્વને અભ્યાસ કરી જેઓ નિષ્ણાત બન્યા હોય એવા સેવાભાવી અને જૈનધર્મની ધગશવાળા બંધુઓને For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ઉક્ત ખાતામાં સારા પગારે અથવા પુરસ્કાર તરીકે સારી રકમ આપી રોકવા જોઈએ. આજનો યુગ ઐતિહાસિક વિષય તરફ વધુ પ્રમાણમાં ઢળી રહ્યો છે. જે વાતના શૃંખલાબદ્ધ અંકોડ મળી રહે છે એ વાતને માનતાં જરા પણ વિલંબ થતો નથી. જૈનધર્મના ગ્રંથમાં જે જુદી જુદી બાબતેના ઉલ્લેખ છે એમાં તથ્ય તે ઘણું જ છે અને અતિશક્તિનું પ્રમાણ નહીં જેવું છે; પણ ખરી જરૂર એટલી જ છે કે અનુભવી અભ્યાસીઓના અભાવે એ વાતે બરાબર પ્રકાશમાં આવી નથી. યુરોપીઅન અભ્યાસીઓમાંથી ઘણખરા જૈનધર્મના મૌલિક સિદ્ધાંતના પૂર જાણકાર ન હોવાથી તેમના હાથે અજાણતાં એવું મિશ્રણ થઈ ગયું છે કે આજે એ વાંચતાં હસવું આવે. ખુદ જે વાત બૌદ્ધગ્રંથોમાં નજરે જેવા પણ મળતી નથી અને જે કેવળ જૈનધર્મના ઘરની જ છે એમ કહીએ તે ચાલી શકે તે બાબતે બુદ્ધના નામે ચઢાવી દીધેલી દૃષ્ટિગોચર થાય છે. ભારતવર્ષમાં કેટલાક નિષ્ણાત શેધકાને બાદ કરીએ તે બાકીનાઓએ કયાંતો આંગ્લ શોધકોનું આંધળું અનુકરણ કર્યું છે અથવા તો જેનધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચે કેટલુંક સામ્ય હોવાથી અને જાતે જૈનધર્મના ગ્રંથે જોવાની જરા પણ તસ્દી લીધી ન હોવાથી ભળતે ભળતું ચીતરી માયું છે. સામાન્ય નજરે આ વાત વિચારતાં આપણામાંના મોટા ભાગને એમ જ લાગશે કે એમાં શું ? એથી શું બગડી ગયું? મિથ્યાત્વીઓ ગમે તેમ કહે અગર લખે તેથી શાસ્ત્રમાં ઓછું જ છેટું બનવાનું છે? પણ આ સાંત્વના શોધકહૃદયવાળાને ગળે ઊતરે તેવું ન ગણાય! શાસ્ત્રમાં બેટું કહ્યું નથી. એ જે સાચી શ્રદ્ધા હોય તે અત્યારના દરેક સાધનને ઉપયોગ કરી એ પુરવાર કરવાના પ્રયત્ન સેવવા જ જોઈએ, એમાં ઓછી શાસનસેવા નથી જ, જાણે અજાણે હજારો મનુષ્યો ઊંધે રાહે દેરવાઈ રહ્યા હોય તેમને સન્માર્ગે આણી શકાય એટલું જ નહીં પણ એમ કરવાથી જેનધર્મને વિજયધ્વજ ફરકી રહે. જૈનધર્મ એક એ ધર્મ છે કે જે વિશ્વધર્મ બનવાની સાનુકુળતાઓ ધરાવે છે એ વાત પુરવાર કરી શકાય. અશોકના શિલાલેખો તરીકે ઓળખાતા ધર્મ-ફરમાનેએ આજે જગતનું ધ્યાન આકર્ષે છે. પણ એમાંની વાતે શ્રી બુદ્ધના ઉપદેશ કરતાં શ્રી મહાવીરને ઉપદેશને વધુ મળતી આવે છે. વળી અશોકના બૌદ્ધધમપણે માટે જ્યાં એકમત નથી ત્યાં એ અંગેની શોધખોળ ખાસ જરૂરી છે. એના અનુસંધાનમાં અશોકચરિતમાંના ઉલ્લેખ મૂકી શકાય અશકચરિત–અનુવાદક ભરતરામ ભાનુસુખરામ મહેતા. એમાંના કેટલાક ઉલ્લેખો એમ. એમ. વિલ્સન સાહેબે અશોકના બૌદ્ધપથી હવા સંબંધી શંકા ઉઠાવી છે, એડવર્ડ થેમસ સાહેબનું મંતવ્ય છે કે અશક પ્રથમ જૈનપંથી હતા. અને જહેન ફેઈથકુલલીટ સાહેબના લખવા મુજબ શિલાલેખમાં અને સ્વંભલેખમાં જે ધર્મને ઉલ્લેખ કરેલો છેતે કાંઈ બૌદ્ધપંથીઓને ધર્મ ન હતા, (અશોચરિત પૃ. ૬૯-૭૦) : * જૈન લોકેાના સંપ્રદાય તથા આછવકોને સંપ્રદાય અને એવા બીજા સંપ્રદાયો જે તત્વને કબૂલ ન રાખે એવું કાંઈ પણ તત્વ અશોકની ધર્મસ્મૃતિમાં જોવામાં આવતું નથી. (પૃ. ૧૧૨). - જૈન સાહિત્યમાં “ગga” શબ્દ છે તે “કવિનવ'ને બરાબર મળતા આવે છે. આવના'ને લગન પિયસિને સિદ્ધાંત બૌદ્ધસાહિત્યમાંના ત્રણ પ્રકારના કે ચાર For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] શોધખોળની આવશ્યક્તા [ ૧૩ પ્રકારના માનવીને લગતા સિદ્ધાંતને મળતો આવતો નથી. પણ જૈન સાહિત્યમાંના “અર ને લગતા સિદ્ધાંતને વધારે મળતો આવે છે. એ અંગે ખુહલર સાહેબને અભિપ્રાય અને વધુ ચર્ચા (પૃ. ૧૧૮-૧૧૯). અશોકે જણાવેલા નિરો? તે બેશક મહાવીરસ્વામીના અનુયાયીઓ-જૈન પંથના સભ્ય તરીકે ઓળખાતા નિર્ગથે હેવા જોઈએ. એ પછી આછવકે સંબંધી ચર્ચા પૃ. ૧૫૬). બાકીના સૌને કર્મવાદને મેહ લાગ્યા હતા, અને તેથી એવા સી એમ કહેતા કે માત્ર કર્મથી જ વ્યક્તિને મેક્ષ થાય છે. વિ. (પૃ. ૧૬૦). બૌધપંથની અને જેનપંથની સતત વધતી જતી અસરને લઈને ફલાહારની દિશામાં સૌનું વલણ સતત વધતું જતું હતું.(પૃ. ૧૬૪). બૌદ્ધ ગ્રંથની હકીકતમાં પૂર્ણ વિશ્વાસ રાખવાનું અધ્યાપક હાઈસ ડેવિડઝ આપણને કહે છે; પણ નિદાન અશોકની બાબતમાં તો તે ગ્રંથમાંની હકીક્તને ઘણો ખરો ભાગ લગભગ અવિશ્વસનીય છે. (પૃ. ૨૦૭). અશોકના સંબંધમાં આપણે જોયું છે કે, પોતાની ધમ-પષણના પરિણામમાં તેણે જેનપંથથી સહજ રંગાએલા બૌદ્ધપંથને સ્વીકાર કર્યો હતો. “ઘર” શબ્દ બૌદ્ધ પારિભાષાને “’ શબ્દની અને જેન લેકેની પ્રાકૃત ભાષાના “ોર' શબ્દની વચ્ચેને શબ્દ છે. (પૃ. ૨૯૯). ઉપરના ટાંચણ પરથી જોઈ શકાશે કે અશોક બૌદ્ધધર્મી જ હતાઃ એમ ચોક્કસ કહી શકાય તેમ નથી. મૌર્યવંશનો સ્થાપક ચંદ્રગુપ્ત જૈનધર્મો હતો, એ વાત સ્પષ્ટ છે અને હવે ઘણુંખરા શોધકે એ કબૂલ રાખી છે. આ બધી વાત વિચારતાં એ સમજાય તેવું છે કે શિલાલેખેમાં કહેવામાં આવેલી બાબતે કેવળ બૌદ્ધધર્મને લગતી નથી જ. મરાઠી ભાષામાં મહાવીરચરિત્રની એક બુક પ્રગટ થઈ છે એમાં કથન છે કે અશોક સમ્રાટના ધર્મ સંબંધમાં બે મત છે. શરૂઆતમાં તે જૈન હતો એ બદલ શંકા નથી. ૨૯ વર્ષ રાજય કર્યા પછી તે બૈદ્ધ થયે. ડે. કર્નલ સાહેબે અશોકના શિલાલેખ ઉપરથી તે જૈન હવે જોઈએ એ નિષ્કર્ષ કહાડ્યો છે.” આપણું છે. ત્રિભુવનદાસ લહેરચંદે ઘણો પરિશ્રમ સેવી એ શિલાલે અશોકના નહીં પણ સમ્રાટ સંપ્રતિના છે એવી શોધ કરી છે. કે તેઓની આ વાત સ શોધકોએ કબૂલ રાખી નથી. છતાં “પ્રિયદર્શી' તરીકે ઉલ્લેખાયેલ રાજવી અશક છે કે સંપ્રતિ એ શોધવાની જિજ્ઞાસા તે જરૂર પ્રગટાવી છે. એ દિશામાં એમનો પ્રયાસ ચાલુ જ છેતેમના મંતવ્યમાં ભૂલે સંભવિત છે છતાં આ માટે એક કરતાં વધુ અભ્યાસીઓએ પ્રયાસ ચાલુ રાખવા જોઈએ. આ અંગે તેથી જ હું એક સારા ફંડવાળું સંશોધનખાતું ઊભું કરવાની જરૂર દર્શાવું છું. સાધ્વી તરંગવતી કે સમ્રાટ ખારવેલ એ જૈન સાહિત્યના અમૂલ્ય રત્ન હતાં. એ શોધ કરવાનું માન જૈનેતરના ફાળે જાય છે આપણું માટે એ શરમાવનાર પ્રસંગ લેખાય. લંબાણ ન કરતાં પુનઃ આ દિશામાં એક સદ્ધર સંસ્થા ઊભી - કરી શોધખોળના શ્રીગણેશ કરવાની સમાજના સુત્રધારેને આગ્રહભરી વિનંતી છે. આજના યુગની એ સાચી આવશ્યકતા છે. એ દ્વારા ઘણું ગેરસમજુતીઓ દૂર કરી શકાશે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે વ લી શ્રી ષે શુ [૧] રાજસભા. આજે રાજા નામાંકદેવની સભામાં અનેક વિદ્વાને પંડિત અને કલાકેવિદોની ભીડ જામી હતી. તેમજ દેશદેશના રાજાઓ, રાજકુમારે અને સામન્ત પણ આવ્યા હતા. રાજકુમારી શૃંગારસુંદરી, રાંજમાતા મદનાવલી અને આખું અંતઃપુર પણ આવ્યું હતું. આજે સભામાં એક પંડિતજી આવ્યા હતા. એમને પોતાના પાંડિત્યનો ગર્વ હતું. દેશદેશના રાજાઓની રાજસભામાં જઈ વિજયપત્ર મેળવીને એ આવ્યા હતા. આ ભૂતલમાં મને કઈ જીતી શકે એમ નથી એવું એ માનતા હતા. તેઓ શાસ્ત્રોમાં નિષ્ણુત, કલામાં પારંગત અને વ્યાખ્યાનમાં વાચસ્પતિસમાં હતા. એમણે સરસ્વતીની અખંડ ઉપાસના કરી હતી એટલે એ પિતાને સરસ્વતીના લાડલા પુત્ર મનાવતા. નામાંકદેવની સભામાં પંડિતજીએ આહ્વાન કર્યું-હું દીપક રાગ ગાઉં, દીવા પ્રગટાવું અને એને કઈક બુઝાવી દે તે ખરે. આ આહ્વાન સાંભળી આખી સભા ચમકી ઊઠી. પંડિતજીએ રાગ આલાપ શરૂ કર્યો. ચારે તરફ રખાવેલી દીવડીઓમાંના દીપક એક પછી એક પ્રગટતા જતા હતા. બધા પંડિતજીની સામે જોઈ રહ્યા હતા. એ પ્રગટ થયેલા દીવા હવે સભાજનોને બાળવા લાગ્યા. કેઈએ કહ્યું-પંડિત હવે બસ કરે, બસ કરે. આ દીવા તે પ્રગટયા, વધુ રહેશે તો દિવાળીને બદલ હેળા પ્રગટશે. હવે સભાજનોને બદલે પંડિતજીની પરીક્ષા હતી. આ દીવાઓ કમ શાન્ત કરવા. પંડિતજી બળું બળું થઈ રહ્યા હતા. સમાજને આકુળવ્યાકુળ હતા. પંડિતજીએ એક છેલ્લી દષ્ટિ સભાજન તરફ નાંખી અને નાસવા માંડયું, નાસતાં નાસતાં તેમને ખેસ દોવાની પોતે આયો અને ભડકે થયો. પંડિતજી મૂચ્છી ખાઈ નીચે પડ્યા છે. ત્યાં તે સભામાં એક સુંદર તેજસ્વી સ્ત્રી આવી. એની આંખમાં ચંદનશી શીતલતા હતી, એને લલાટ અર્ધચંદ્ર સમ શોભી રહ્યું હતું, એની શુભ્રાંતિ અનુપમ હતી. એણે મીઠા મેહક નાદે ગાવાનું શરૂ કર્યું. જાણે કઈ સ્વરકિન્નરી ભૂલથી ભૂલેકમાં આવી ચઢી હોય એવું એ મેહક કર્ણપ્રિય ગાન હતુ. દીપકે બુઝવા લાગ્યા; પંડિતજીની આગ બુઝાઈ અને ચેતરફ મીઠી ઠંડક ફેલાઈ ગઈ. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. બધાને થયું આ કોણ છે ? રાજાએ એને સિહાસન પરથી ઊભા થઈ પિતાની પાસે લાવી ખેાળામાં બેસાડી અને કહ્યું બેટા શૃંગારસુંદરી ! તું તે અદ્દભુત સંગીત જાણે છે ! તે રાજસભાની આબરુ વધારી; એ તે ઠીક, પરંતુ એ પંડિતજીને પણ જાન બસા. લે આ ઇનામ એમ કહી રાજાએ પિતાને રત્નને કઠો રાજકુમારીને પહેરાવ્યા. આખી સભાએ રાજાનો, રાજકુમારીને જયનાદ પિકાર્યો. રાજા નાભાંકદેવે પિતાની દિવાનજીને કહ્યું; આવતી કાલે રાજકુમારીના લગ્નને નિશ્ચય કરી નાંખીએ. [ ૨] રાજકુમારીને નિશ્ચય 'રાજાતા મદનાવલીએ પિતાની કુંવરીનું પરાક્રમ જોયું, એનું જ્ઞાન, એને વિનય, અને એનું ગાંભીર્ય જોઈ એને થયું-આને લાયક રાજકુમાર કેશુ છે લાવ, એને જ પૂછી ઊંટ એમ વિચારી મદનાવલી રાજકુમારીના ભવનમાં ગઈ. ત્યાં ખબર મળ્યા કે રાજકુમારી નહાઈ ધંઈ વીતરાગદેવની પૂજા કરવા ગયાં છે. એટલે રાજમાતા મદનાવલી ત્યાં થાભ્યાં. થોડીવારે જ્યારે રાજકુમારી પૂજા કરી પાછી આવી ત્યારે રાજમાતાએ તેની સાથે For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] શ્રીષેણ કેવલી [ ૧૫ તેના વિવાહસંબંધી વાત કરી જોઈ, પણ રાજકુમારીએ તે અવિવાહિત રહીને બ્રહ્મચારિણી તરીકે જીવન વીતાવવાનો જ પિતાનો વિચાર પ્રદર્શિત કર્યો, પણ જ્યારે રાજમાતાએ લગ્ન માટે અતિઆગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યુંઃ માતાજી, આપની આજ્ઞા જ છે તે હું વિચાર કરીશ પરંતુ હું પરણીશ મારી ઈચ્છાવરને જ. જે ખરેખર પુરુષ હોય, પુરુષસિંહ હેય એની પરીક્ષા કરી હું એ પુરસિંહને જ પરણીશ, બીજાને નહિ. આ પ્રમાણે માતાપુત્રી વચ્ચે વાત થઈ ત્યાં તે રાજસભામાંથી રાજાજીનું નિમંત્રણ આવ્યું. એટલે રાજમાતા અને રાજકુમારી વગેરે રાજસભામાં ગયાં, રાજસભા ચિકાર ભરાઈ છે; દેશ-વિદેશના રાજાઓ, રાજકુમારે, સામ અને સરદાર આવ્યા છે. રાજાએ રાજકુમારીને પોતાની પાસે બેસાડીને હેતપૂર્વક એના લગ્ન સંબંધી એને પૂછ્યું અને રાજસભામાં હાજર રહેલા રાજકુમારમાંથી પિતાને પસંદ હોય તે વરને પિતાના પતિ તરીકે સ્વીકારવાનું જણાવ્યું. જવાબમાં રાજકુમારીએ પિતાની પરણવાની બિલકુલ ઈચ્છા નથી એમ જણાવ્યું. રાજકુમારીને આવો જવાબ સાંભળી આખી રાજસભા સ્તબ્ધ થઈ ગઈ. રાજકુમારી આખું જીવન કુંવારી રહેશે! પણ જ્યારે રાજાએ એને ખૂબ સમજાવી અને લગ્ન માટે ઘણો આગ્રહ કર્યો તેમજ રાજકુટુંબની પરાપૂર્વથી ચાલી આવતી રીતિનું પાલન થવું જ જોઈએ એમ જણાવ્યું ત્યારે છેવટે રાજકુમારીએ જણાવ્યું કે-પિતાજી, ગમે તે થાય તેય મારે પરણવું જ જોઈએ એવી આપની આજ્ઞા ય તે તેનું ઉલ્લંધન હું નહીં કરું, પણ હું એ આજ્ઞાનું પાલન મારા મનને રુચે એ રીતે કરીશ, જે પરણવું જરૂરી જ છે તે હું એવા પુરુષને પરણીશ જે પુરુષમાં સિંહસમાન હશે, જે અખંડ એક પત્નીવ્રતના પાલક હશે, અને જે, મેં પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપી શકશે. રાજકુમારીને ઉત્તર સાંભળી રાજાને કંઈક સંતોષ થયે ખરે. પણ રાજમારીના લગ્નના પ્રશ્નને નિકાલ આજની રાજસભામાં કરો હતો તે તે બાકી જ રહ્યો. [૩] પોપટ એક વખત રાજકુમારી પોતાની સખીઓ સાથે બગીચામાં ફરી રહી હતી. ત્યાં આંબાના ઝાડ નીચે એક સુંદર પિપટ બેઠો હતો. રાજકુમારીએ ધીમે ધીમે જઈને એને પક. હાથમાં આવતાં જ એ પિપટ બો–“ધન્ય છે એ એક પત્નીવ્રતધારી વધારાસંતોષી રાજકુમારને, તેની ઉદારતા, મહાનુભાવતા અને દઢ પ્રતિજ્ઞાપાલનને.” રાજકુમારી આ સાંભળી ચમકી આ કોઈ રાજકુમારને પાળેલો પોપટ લાગે છે. એની કર્ણમધુર વાણી અને રામ રામ પ્રમોદ પ્રગટાવી રહી છે. એ કુમાર કેણ હશે? મને લાગે છે મારી અભિલાષા જરૂર એનાથી પૂર્ણ થશે. કુમારી આમ વિચાર કરે છે ત્યાં પોપટ ઊડી ગયો. રાજકુમારી ચિંતિત થતી ઘેર આવી. એને એ રાજકુમારની રઢ લાગી.. આ સમાચાર રાજારાણીને મલ્યા એટલે તરત જ દેશવિદેશમાં માણસ એકલી રાજામહારાજાઓ અને રાજકુમારોને સ્વયંવરમંડપમાં આવવાનાં નિમંત્રણ મોકલવામાં આવ્યાં. રાજા નામાંકદેવના મંત્રીને પુત્ર ફરતે ફરતો શ્રી કાંતાનગરીના રાજા સિંહ પાસે પહો અને એમના પુત્ર સનકુમારને સ્વયંવર મંડપમાં પધારવાનું આમંત્રણ આપ્યું. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ રાજકુમારીનું ચિત્ર પણ બતાવ્યું. રાજકુમારે કહ્યું. હું ત્યાં નહિ આવું. રાજકુમારી બીજાને પરણે અને અમે એમ ત્યાં આવીએ, એ નહિ બને. મંત્રીપુત્ર સમજી ગયા. આ જ રાજકુમાર અમારી રાજકુંવરીને યોગ્ય છે. એટલે એણે કહ્યું–કુમારસાહેબ! આપ બહુ વિચાર ન કરશે. રાજકુમારી આપને જ પરણશે. જે આપના જેવા ગુણસંપન્ન-રૂપસંપન્ન રાજકુમારને તે રાજકુમારી ન પરણે તે તે ગુણા નહિ કહેવાય અને એવી ગુણહીન કન્યા ન આવે તે આપને નુકશાન પણ શું છે? રાજકુમાર આ સાંભળી સ્વયંવરમંડપમાં પહોંચવા તૈયારી કરે છે. આવતી કાલે સ્વયંવર છે. સાંઝ સુધીમાં બધા રાજકુમારે આવી ગયા છે. આવતીકાલની તૈયારી ચાલી રહી છે. ત્યાં રાજકુમારીએ બધાની પરીક્ષા કરવા પોતાની દાસી ચંપિકાને મેકલી. એણે બીજા રાજકુમારોને અનેક વ્યસનથી પીડાતા જોયા. એટલે એને એ એકે ગમ્યો નહીં. એને ગમ્યો એક શ્રીકાંતાને રાજકુમાર “સનકુમાર.” એના ભવ્ય મુખારવિંદ ઉપર સદાચારનું જ હતું, દઢતા અને ધીરતા એના નેત્રકમલોમાં ચમકતાં હતાં. ચંપિકાને આ રાજકુમાર બહુ જ ગ્ય લાગ્યું. ત્યાં એક ચિત્રકાર સુંદર ચિત્ર લઈ ત્યાં આવ્યા. રાજકુમારે તે જોયું અને એ ચમકો! શું આવું રૂપ કેઈમાનવી સ્ત્રીમાં હોઈ શકે ખરૂં. અમૃત વર્ષાવતાં તેનાં નેત્રકમલો, હસું હસું થતું મુખડું; જાણે હમણાં જ બોલી ઊઠશે. રાજકુમારે આ ચિત્ર જોતાં જ વિચાર્યું. આવું ક્યાંક જોયું છે. ત્યાં તે યાદ આવ્યું અહીંના રાજા નામાંકદેવની રાજકન્યા છે. ચંપિકાએ આ બધું જોઈ રાજકુમારીને કહ્યું અમને તો લાગે છે કે રાજકુમાર સનકુમાર આપને થોગ્ય છે. પરંતુ એ ચિત્ર કેનું જેતા હતા તે અમે ન જોઈ શકયાં. રાજકુમારી આ સાંભળી ચમકી, હું આવો રાજકુમાર પણ મારે બદલે ચિત્રમાંની બીજી સ્ત્રી પ્રતિ પ્રેમ રાખે છે તે મને પરણવા આવ્યા છે, ત્યાં ચિત્રમાંની બીજી સ્ત્રીની પણ તૈયારી ચાલે છે. ખરેખર પુરુષ જાતિ ધષ્ટ છે જે એક સ્ત્રી ઉપર શુદ્ધ દઢ પ્રેમ નથી રાખી શકતી. મારે પાછળથી પશ્ચાત્તાપ કરે પડે એના કરતાં મૃત્યુ સારું છે. [ ] આપઘાતનો પ્રયત્ન રાત્રિના બાર વાગ્યા છે. રાજકુમારી ધીમેથી ઊઠી બગીચામાં જઈ અરિહંતાદિ ચારનું શરણું ગ્રહી આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે અને મરતી વેળા છેલ્લે છેલ્લે એકપત્નીવ્રતધારી રાજકુમારને સંભારે છે, ત્યાં તેના ગળાને ફાંસો કેઈએ તોડી નાંખે. રાજકુમારી નીચે પડયાં. ધબાક અવાજ થતાં જ દાસદાસીઓ આવી પહોંચ્યાં. ચંપિકા પણ આવી પહોંચી, એણે રાજકુમારીને સંભાળ્યાં એટલું જ નહિ પગ પાસે પડેલું બંડલ પણ ઉઠાવી લીધું. મહેલમાં જઈ દીવા પાસે જઈ બંડલ ઉખેળ્યું. જોતાં જ એ ચમકીઃ આતે કુંવરીબા. જે ચિત્ર રાજકુમાર જતા હતા, તે જ આ રાજકુંવરીએ પણ જોયું. એને સનકુમાર પ્રતિ સહસગણે પ્રેમ વધી ગયો. એને લાગ્યું પિપટ એમને જ હશે, જેણે મને જીવિતદાન આપ્યું. રાજકુમાર અત્યારે મને મલે તે કેવું સારું. - ત્યાં ગુપ્ત રીતે આવેલ રાજકુમાર ત્યાં પ્રગટ થાય છે. રાજકુમારી તેમને જોઈ બહુ પ્રસન્ન થાય છે ને સવાર પડે છે : - (અપૂર્ણ) For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવી મદદ ૨૨૫) શેઠ જમનાભાઈ ભગુભાઈ (ચાલુ સાલની મદદના ), અમદાવાદ. ૨૦૦) પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજીના સદુપદેશથી શ્રીગોડીજી ટ્રસ્ટ, મુંબઈ. ૧૦૦) પૂ. આ. વિજયલબ્ધિસૂરીશ્વરજીના સદુપદેશથી તપગચ્છ અમર જૈન શાળા, ખંભાત. ૫૩) પૂ. આ. વિજ કુમુદસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, બોટાદ. ૫૧) પૂ. પં. પ્રીતિવિજયજી ગણીના સદુપદેશથી રોડ હરગોવિંદદાસ રામજી, થાણા. ૫૧) પૂ. મુ. શિવાનંદવિજયજીના સદુપદેશથી જૈનસંધ, બોરસદ. ૨૫) પૂ. 9. સિદ્ધિ મુનિજી તથા મુ. હેમેન્દ્રસાગરજીના સદુપદેશથી આંબલી પાળ a જૈન ઉપાશ્રય, અમદાવાદ, ૨૫) પૂ. ઉ. ભુવનવિજયજીના સદુપદેશથી જૈનસંધ, સીપાર.. ૨૫) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, વઢવાણ કેમ્પ. ૧૫) પૂ. પ્ર. ચંદ્રવિજયજીના સદુપદેશથી જૈનસંધ, સણદરી. ૧૧) પૂ. ૫. પુષ્યવિજયજી ગણીના સદુપદેશથી જૈનસંધ, સીનાર. ૧૧) પૂ. મુ. ભદ્ર કરવિજયજીના સદુપદેશથી જૈનસંધ, માલેગામ, ૧૦) પૂ આ. વિજયહર્ષસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, જાવાલે ૧૦) પૂ. ૫. ધર્મવિજયજી ( પાલીતાણાવાળા)ના સદુપદેશથી જૈનસંધ, વીસનગર. ૧૦) પૂ. આ. વિજયભક્તિસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, મહેસાણા. ૧૦) જૈનસંધ, નંદરબાર.. ૫) પૂ. મુ. ગૌતમસાગરજીના સદુપદેશથી જૈનસંધ, કઠોર.. ૫) પૂ. આ. વિજયહિમાચલસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, ખીમેલ. | પૂજ્ય મુનિવરને હવે પછીના એક પ્રસિદ્ધ થશે ત્યારે ચતુર્માસ પૂરું થયું હશે. તેથી રોષકાળમાં માસિક ગેરવલે ન જતાં વખતસર મળતું રહે તે માટે પોતાનાં વિહારસ્થળો યથાસમય જણાવતા રહેવાની સો પૂજ્ય મુનિવરોને અમે વિનતિ કરીએ છીએ. સુચના:માસિક દર અ ગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે, તેથી સરનામાના ફેરફારનાં ખબર બારમી તારીખ સુધીમાં અમને જણાવી દેવાં. મુદક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પે. બા. ન. ૬-ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શા. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઇની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal use only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય મારા. દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ચાર વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક : ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આને વધુ). શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 00 વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિય. (3) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયા. (4) ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખોથી સમૃદ્ધ 240 પાનાંના દળદાર સચિત્ર અંક : મૂલ્ય દોઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અંક [1] ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ-લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના.. છે કાચી તથા પાણી ફાઇલો * શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચોથા, પાંચમા, ! આઠમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા.. કે ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર, ”x૧૪”ની આઈઝ, સોનેરી બોર્ડર , મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચના દોઢ આને ). - -લખા - શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only