________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ રાજકુમારીનું ચિત્ર પણ બતાવ્યું. રાજકુમારે કહ્યું. હું ત્યાં નહિ આવું. રાજકુમારી બીજાને પરણે અને અમે એમ ત્યાં આવીએ, એ નહિ બને.
મંત્રીપુત્ર સમજી ગયા. આ જ રાજકુમાર અમારી રાજકુંવરીને યોગ્ય છે. એટલે એણે કહ્યું–કુમારસાહેબ! આપ બહુ વિચાર ન કરશે. રાજકુમારી આપને જ પરણશે. જે આપના જેવા ગુણસંપન્ન-રૂપસંપન્ન રાજકુમારને તે રાજકુમારી ન પરણે તે તે ગુણા નહિ કહેવાય અને એવી ગુણહીન કન્યા ન આવે તે આપને નુકશાન પણ શું છે?
રાજકુમાર આ સાંભળી સ્વયંવરમંડપમાં પહોંચવા તૈયારી કરે છે. આવતી કાલે સ્વયંવર છે. સાંઝ સુધીમાં બધા રાજકુમારે આવી ગયા છે. આવતીકાલની તૈયારી ચાલી રહી છે. ત્યાં રાજકુમારીએ બધાની પરીક્ષા કરવા પોતાની દાસી ચંપિકાને મેકલી. એણે બીજા રાજકુમારોને અનેક વ્યસનથી પીડાતા જોયા. એટલે એને એ એકે ગમ્યો નહીં. એને ગમ્યો એક શ્રીકાંતાને રાજકુમાર “સનકુમાર.” એના ભવ્ય મુખારવિંદ ઉપર સદાચારનું જ હતું, દઢતા અને ધીરતા એના નેત્રકમલોમાં ચમકતાં હતાં. ચંપિકાને આ રાજકુમાર બહુ જ ગ્ય લાગ્યું. ત્યાં એક ચિત્રકાર સુંદર ચિત્ર લઈ ત્યાં આવ્યા. રાજકુમારે તે જોયું અને એ ચમકો! શું આવું રૂપ કેઈમાનવી સ્ત્રીમાં હોઈ શકે ખરૂં. અમૃત વર્ષાવતાં તેનાં નેત્રકમલો, હસું હસું થતું મુખડું; જાણે હમણાં જ બોલી ઊઠશે. રાજકુમારે આ ચિત્ર જોતાં જ વિચાર્યું. આવું ક્યાંક જોયું છે. ત્યાં તે યાદ આવ્યું અહીંના રાજા નામાંકદેવની રાજકન્યા છે. ચંપિકાએ આ બધું જોઈ રાજકુમારીને કહ્યું અમને તો લાગે છે કે રાજકુમાર સનકુમાર આપને થોગ્ય છે. પરંતુ એ ચિત્ર કેનું જેતા હતા તે અમે ન જોઈ શકયાં. રાજકુમારી આ સાંભળી ચમકી, હું આવો રાજકુમાર પણ મારે બદલે ચિત્રમાંની બીજી સ્ત્રી પ્રતિ પ્રેમ રાખે છે તે મને પરણવા આવ્યા છે, ત્યાં ચિત્રમાંની બીજી સ્ત્રીની પણ તૈયારી ચાલે છે. ખરેખર પુરુષ જાતિ ધષ્ટ છે જે એક સ્ત્રી ઉપર શુદ્ધ દઢ પ્રેમ નથી રાખી શકતી. મારે પાછળથી પશ્ચાત્તાપ કરે પડે એના કરતાં મૃત્યુ સારું છે.
[ ] આપઘાતનો પ્રયત્ન રાત્રિના બાર વાગ્યા છે. રાજકુમારી ધીમેથી ઊઠી બગીચામાં જઈ અરિહંતાદિ ચારનું શરણું ગ્રહી આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે અને મરતી વેળા છેલ્લે છેલ્લે એકપત્નીવ્રતધારી રાજકુમારને સંભારે છે, ત્યાં તેના ગળાને ફાંસો કેઈએ તોડી નાંખે. રાજકુમારી નીચે પડયાં. ધબાક અવાજ થતાં જ દાસદાસીઓ આવી પહોંચ્યાં. ચંપિકા પણ આવી પહોંચી, એણે રાજકુમારીને સંભાળ્યાં એટલું જ નહિ પગ પાસે પડેલું બંડલ પણ ઉઠાવી લીધું.
મહેલમાં જઈ દીવા પાસે જઈ બંડલ ઉખેળ્યું. જોતાં જ એ ચમકીઃ આતે કુંવરીબા. જે ચિત્ર રાજકુમાર જતા હતા, તે જ આ રાજકુંવરીએ પણ જોયું. એને સનકુમાર પ્રતિ સહસગણે પ્રેમ વધી ગયો. એને લાગ્યું પિપટ એમને જ હશે, જેણે મને જીવિતદાન આપ્યું. રાજકુમાર અત્યારે મને મલે તે કેવું સારું. - ત્યાં ગુપ્ત રીતે આવેલ રાજકુમાર ત્યાં પ્રગટ થાય છે. રાજકુમારી તેમને જોઈ બહુ પ્રસન્ન થાય છે ને સવાર પડે છે : -
(અપૂર્ણ)
For Private And Personal Use Only