SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ૪–તે અરસામાં કાશી અને કેશલ દેશના ૯ મલકી અને ૯ લિચ્છવી એમ ૧૮ ગણરાજાઓ કે કારણે અપાપાપુરીમાં આવ્યા હતા, જે અમાસને દિવસે ઉપવાસરૂપ પૌષધ સ્વીકારી ભગવાનનો ઉપદેશ સાંભળી રહ્યા હતા. એક તો અમાસનું અંધારું હતું અને બીજું તીર્થકરરૂપી ભાવપ્રકાશ પણ ચાલ્યો ગયો, આથી તે રાજાઓએ દ્રવ્યપ્રકાશ માટે દીવા પ્રગટાવ્યા. ૫-–દેવ તથા મનુષ્યોએ રત્નો તથા દીવા લાવીને ભગવાનની અંતિમ આરતી ઉતારતાં જે કાર છે મારા આ મારી આરતી, આ મારી આરતી–એમ કોલાહલ મચાવ્યો અને આરતી માટે દીપમાલાઓ પ્રકટાવી દીધી. ૬–ભગવાનના મુખ્ય ગણધર શ્રી ગૌતમસ્વામી ભગવાનની આજ્ઞાથી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા માટે પાસેના ગામમાં ગયા હતા, એકમની સવારે ભગવાનનું નિર્વાણ સાંભળી અન્યત્વભાવના ભાવતાં ભાવતાં ત્યાં જ કેવલજ્ઞાન પામ્યા અને સર્વજ્ઞ સર્વદર્શ બન્યા. ૭–ભગવાનના નિર્વાણના સમાચાર અપાપાપુરીથી આશરે ૨૦ કેષ દૂર ક્ષત્રિયકુંડમાં એકમને દિવસે જ પહોંચી ગયા અને ભગવાનના ભાઈ રાજા નંદિવર્ધનને ઘણે શોક થયો. તેણે તે દિવસે અન્ન સરખું પણ લીધું નહીં. બીજે દિવસે તેની બહેન સુદર્શનાએ નંદિવર્ધન રાજાને પિતાને ઘરે બોલાવી શોક દૂર કરાવી જમાડયો. આ રીતે ચૌદશથી બીજ સુધીમાં ભગવાનના નિર્વાણ સાથે સંબંધ રાખતી અનેક ઘટનાઓ બની છે. ભારતવષ કૃતજ્ઞ છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ જગતની ઉપર જે ઉપકાર કર્યો છે તેને બદલો કઈ રીતે વાળી શકાય તેમ નથી, તો પણ ભક્તિપ્રધાન ભારતવર્ષે નિર્વાણકાલીન કેટલીએક ઘટનાઓને એક યા બીજી રીતે “ફૂલ નહીં તે ફૂલની પાંખડી” એ ન્યાયે ચિરંજીવ બનાવી રાખી છે, જે નીચે પ્રમાણે છે. ૧-ઉત્તર હિંદ અને યુ. પી. ના હિન્દી દિવાળીના તહેવારમાં ઘરેઘર “હાટડી” બનાવે છે જે ખંડી તેમજ ગેળ ત્રિગડા જેવી હોય છે. કેટલાએક મનુષ્યો કાયમને માટે લાકડાની હાટડી બનાવી રાખે છે, જ્યારે કેટલાએક મનુષ્યો દર સાલ માટીની નવી નવી હાટડી બનાવે છે અને આસો વદિ ૧૦ થી ૧૩ સુધીના કોઈ પણ સારા દિવસે શુભ ચોઘડિયામાં તેની સ્થાપના કરે છે. તેની ચારે બાજુ એકેક અને શિખર ઉપર એક એમ પાંચ અખંડ દીવા રાખે છે. રોજ રોજ તેને નમન કરે છે, પૂજે છે, નિવેદ ચડાવે છે અને દિવાળી પછી શુભ દિવસે તેનું વિસર્જન કરે છે. આ હાટડી તે ભગવાનના અંતિમ સમોસરણનું જ પ્રતીક છે. યુરોપ-ઈટાલીના કઈ કઈ પ્રાચીન પ્રસિદ્ધ ચર્ચા (ગીરજા ઘરે) પણ આ હાટડીની ઢબે જ બનેલા છે." ૧ ઈસુ ખ્રિસ્ત ગુપ્તપણે લગભગ ૧૨ વર્ષ સુધી ભારતવર્ષમાં રહેલ છે અને તેથી જ તે દરમિયાન અનુભવમાં આવેલ જૈનદર્શનની કેટલીક માન્યતાઓને તેમણે રૂપાન્તર આપી ક્રિશ્ચિયન ધર્મમાં દાખલ કરેલી છે. જેમકે–આઠમ ચૌદશના પ્રતિક્રમની જેમ રવિવાર પા૫ને એકરાર કરે, ચહેવાહ પાસે સફેદ વસ્ત્રધારી અને મુકુટવાલા ર૪ મહાપુરુષેની હૈયાતી, ઇસુના શિષ્યોના ઉપદેશમાં સર્વ ભાષાત્મક વાણી અને સસરણની ઢબના ચર્ચો વગેરે. (આજ માસિકમાં પ્રસંગ મળતાં આ વિષય ઉપર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. ) For Private And Personal Use Only
SR No.521604
Book TitleJain_Satyaprakash 1944 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy