Book Title: Jain_Satyaprakash 1944 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ તે ભલેને નવ ભવનું છે, પણ તે અધૂરું જ હતું. તેમાં શરીરાદિ અંતરાય કરનારાં હતાં. સંસારમાં કોઈનાં શરીરાદિ સર્વથા સમાન હેતાં નથી. અને જે સર્વ રીતે સમાનતા ન હોય તે “સમાનત્રથાનેy તથ' એ ન્યાયે સખ્ય કેમ સંભવી શકે ? સામાન્યતઃ કોઈ પણ સ્ત્રી-પુરુષમાં શરીરાદિજન્ય ઘણી જ વિષમતા રહેલી છે. એ બન્નેમાં શીલ અને આચરણ કર્મના વિચિત્રપણુથી અસમાન જ હોય છે, એ અસમાનતા જ પરસ્પરની આકર્ષક છે. અને પરસ્પર ખેંચાણ થવામાં પણ એ જ આપેક્ષિક કારણ છે. આ બેંચને મહાત્માઓ મોહના નામે સંબોધે છે, લોકે આને પ્રેમ કહે છે, કે જે જડમાંથી ઉત્પન્ન થઈ જડમાં જ નાશ પામે છે. તેમાં આત્મકય, અથવા જેને કઈ સાચો પ્રેમ કે એવા કેઈ નામથી સંબંધે એવું કાંઈ તત્ત્વ છે જ નહિ. આ વાત પાછળથી રાજિમતીને પણ સમજાઈ હતી અને તેથી જ તે “વીરાંગના' પ્રભુના પથે પિતાનાં પગલાં માંડવા તૈયાર થઈ. શરીરના સંબંધને અવગણ, મેહજન્ય અપ્રશસ્ત રાગને હઠાવી, તેણી એ ધીરે ધીરે આત્મકય સાધવા પ્રશસ્તાગનું–જેનાથી આત્મય શીધ્ર સધાય એવા મેક્ષાનુકૂલ રાગનું-શરણું લીધું. આ રીતે પ્રભુની સાથે જોડાવાની લાયકાત એણે કેળવવા માંડી, એટલું જ નહિ, પરંતુ એ લાયકાત પ્રભુના પહેલાં જ સાધી લીધી. અંતે એ બને આત્માઓએ શરીરાદિની ખલેલ વિનાને, કોઈ પણ જાતની પદ્દગલાદિ ઉપાધિ વગરને સાચો નિરુપાધિક પ્રેમ-આત્મકય સાધ્યું. લેકે કહેતા હતા કે, પ્રભુએ તેને સદાને માટે રડતી મૂકી દીધી. ખરી વાત એ હતી કે, તેને છેલ્લે છેલ્લે રડાવો સદાની રડતી બંધ કરી દેવાની હતી; અને રડતી બંધ કરી પણ ખરી. આનું નામ તે કલા ! દુનિયામાં આવા કલાકાર ઓછો જોયા છે અને તેઓની કદર કરનારા પણ વિરલા જ જન્મે છે. આવા જ કારણથી આપણે જાણીએ છીએ કે, શ્રી વજીસ્વામીએ માતાની તરફ વલણ ન બતાવતાં ગુરુ તરફ બતાવ્યું ત્યારે દુનિયાએ ભારે બકવાદ ને કેલાહલ કર્યો હતો. રાજા સમદવિજય અને શિવાદેવી મેહમાં મુંઝાય અને પુત્રવધૂને લાવવાને લહાવો લેવા તેઓ ઈચછે, પણ એ કેટલું નિરસ હતું? એ નિરસતાની એમને પાછળથી સમજ પડી હતી. અનાદિ કાલથી ચાલ્યો આવતો વ્યવહાર સાંસારિક સંબંધની કાંઈક કદર-કિમ્મત કરે છે. પ્રભુએ સ્ત્રી અને માતા વગેરેની સાથેના એ સાંસારિક સંબંધની કદર-કિસ્મત કઈ અન્ય એવા પુનિત પ્રકારે જ કરી કે એ વ્યવહાર અને સંબંધને ફરી અનુસરવાને સમય જ ન આવે. એ બને આ ભવમાં છેલ્લાં જ હતાં એમ એમણે સિદ્ધ કરી બતાવ્યું. ફરી ફરી અન્યાન્ય માતાઓ કરવાનું અને તે જ ભવમાં કે અન્ય ભવોમાં ફરી ફરી લગ્નના ઘોરણે કે અન્ય કઈ પ્રકારે સ્ત્રીઓના હસ્તે પકડવાનું ચાલુ રાખનારા, અને જગતને પણ એવો જ મેહમય ઉપદેશ કરનારા શ્રી નેમિનાથપ્રભુનું ગૌરવ ન સમજી શકે અથવા ઓછું સમજે તે તેમાં કાંઈ નવાઈ નથી. વિષય–સંબંધ વગરને પ્રેમ નિર્દોષ કહેનારાઓએ પણું સમજવું જોઈએ કે ખરે નિર્દોષ પ્રેમ તે આત્મજ્યમાં જ રહે છે. જ્યાં સુધી આત્મક્ય–શુદ્ધ આત્માઓનું તિમિલન થાય નહિ ત્યાં સુધી થતા સંબંધમાં કોઈને કાંઈ દેષ અવશ્યમેવ રહેવાને જ. અને તેથી કજન્ય તે સંબંધમાં કદી પણ નિર્દોષ પ્રેમ સંભવી શકતો નથી. આ રહસ્ય માવીને અને તેના સાચા અનુયાયીઓ સિવાય સમજવું મુશ્કેલ છે. જડ પ્રકૃતિના અંશોનાં જોડાણમાં સંદર્ય નથી. સંસ્કાર, સંતાપ અને પરિણામથી તેમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20