Book Title: Jain_Satyaprakash 1944 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ( વર્ષ ૧૦ श्रीवीरज्ञानानर्वाणं, कार्य लोकानुगैरिह । લેકે જે દિવસે દિવાળી કરે જેનોએ પણ તે દિવસે દિવાળી કરવી. લેકે તે દિવસે આનંદ મનાવે છે. વહીપૂજન કરે છે. ગુજરાત કાઠિયાવાડ અને દક્ષિણમાં તો નવા વર્ષને પ્રારંભ કા. શુ. ૧ દિને જ થાય છે અને ઉજવાય છે. એ જ રીતે ભાઈબીજનું પર્વ પણ જાહેર પર્વ તરીકે પ્રસિદ્ધ છે. જેને દિવાળીને વિશેષ રીતે આરાધે છે; ૧૪-૦)) ને છઠ્ઠ કરે છે જો માવોનિર્વાદ નર ને જાપ કરે છે. અમાસની રાતે છેલ્લા અર્ધા પહેરે બીમgવોરરામપાતાય નમઃ ને, અને એકમની સવારે શૌતમસ્થાનિણાય નમઃ ને જાપ કરે છે. એકમને દિવસે ગૌતમસ્વામીનું સ્મરણ-ધ્યાન કરે છે અને મુનિરાજોના સ્થાપનાચાર્યને અભિષેક તથા પૂજા કરે છે. દિવાળી પર્વ આ રીતે આજ સુધી ઉજવાય છે અને ઉજવાશે. | દિવાળી પર્વને આ ટૂકે ઇતિહાસ છે. દરેક બુદ્ધિવાની ફરજ છે કે આ મહાપર્વ વિશેષ લાભદાયી નિવડે, સાચું કલ્યાણ સાધક બને, એ રીતે પ્રયત્નશીલ રહેવું જોઈએ. સિદ્ધહેમકુમાર–સંવત્ લેખક: પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિસાગરજી મહારાજ, સાહિત્યાલંકાર, સિદ્ધહેમકુમાર–સંવત સંબંધમાં “શ્રી જૈન સત્ય પ્રકાશ’ના ક્રમાંક ૯૩, ૯૪ તથા ૯૮ માં પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ સંવતનાં અસ્તિત્વ સંબંધી જે કંઈ ઉલ્લેખ મળ્યા છે તે ઉપરથી જેને ઈતિહાસમાં–જૈન સાહિત્યમાં તે વિશેષ પ્રમાણમાં ઉપયોગમાં આવ્યા હોય તેમ જણાતું નથી. છુટાછવાયા બે-ચાર ગ્રંથ સિવાય આ સંબંધી કયાંય પણ ઉલ્લેખ મળતો નથી. ખરતરગર છીય પટ્ટાવલીઓમાં એવા બે ઉલ્લેખ મળે છે, જે પરથી એટલું જાણવા મળે છે કે મહારાજા કુમારપાળને પિતાના નામનો સંવત ચલાવવાની પ્રબળ મનઃકામના હતી. સંભવ છે કે એ બલવતી ઈચ્છાનું ક્રિયાત્મક રૂપ જે ઉપરોક્ત-સિદ્ધહેમકુમારસંવત હોય. ખરતરગચ્છીય પટ્ટાવલીને એ મૂળ ઉલ્લેખ આ પ્રમાણે છે– अथैकदा अणहिलपत्तने कुमारपालेन राज्ञा हेमाचार्याय प्रोक्तम्-“स्वामिन् ! यदि मां स्वर्णसिद्धरुपायं दद्यास्तहिं अहमपि विक्रमादित्यवद् नवीनं संवत्सरं પ્રવર્તયામિ ” અર્થાત–“એક વખત અણહિલપુર પાટણમાં રાજા કુમારપાળે શ્રી હેમચન્દ્રાચાર્યજીને કહ્યુંઃ “હે પ્રભુ, જે મને આપ સુવર્ણસિદ્ધિનો ઉપાય આપે તો વિક્રમાદિત્યની જેમ હું પણ નો સંવત્સર પ્રવર્તાવું.” આવી જ મતલબને બીજો ઉલ્લેખ બીજી પઢાવલીમાં તેમજ ૧૭ મી શતાબ્દિમાં લિખિત “ઘવાત છપા'ની પ્રતિમાં મળે છે. . આ ઉલ્લેખ મહારાજા કુમારપાળે ક્યારે અને કયે સંવત ચલાવ્યો એ સંબંધી કશો સ્પષ્ટ ખ્યાલ નથી આપતા, પણ “થી જે સત્ય પ્રકાશ’ના ક્રમાંક ૯૩, ૯૪ અને ૯૮-એ ત્રણ અંકોમાં સિદ્ધહેમકુમારસંવત સંબંધી જે કંઈ લખવામાં આવ્યું છે તેની કેટલેક અંશે પુષ્ટિ જરૂર કરે છે. ૩ પ્રાચીન કાળમાં વૈ. શુ. ૧૦ અને દિવાળી એ બને આર્યાવર્તન ફેર પ હતાં. જેમાંથી હાલ માત્ર દિવાળી જ જાહેર પર્વ તરીકે મનાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20