Book Title: Jain_Satyaprakash 1944 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્દોષ આત્મક્ય લેખક–પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી સિદ્ધિ મુનિજી શ્રી કૃષ્ણચંદ્રના પિતરાઈ ભ્રાતા અને તે સમયના સમર્થ એક “મgવીર શ્રી નેમિનાથે લગ્નની અંતિમ તૈયારીમાં જ પ્રાથમિક વિવાહથી બંધાયેલી રાજિમતી નામની સત્કન્યાનો ત્યાગ–અસ્વીકાર કર્યો. કહે છે કે, એ મહાન યાદવે દયાની ખાતર તેને હાથ ન પડે. ખરેખર, તે તીર્થંકર પુરુષ દયાળુ હતા. પણ રાજિમતી સાથે લગ્ન ન કરવામાં દયા જ ખાસ કારણ હતી એમ નહિ, પણ તે પ્રભુને ભેગોદય ન હતો એ જ ખાસ કારણ હતું. એ ખાસ કારણથી જ રાજિમતીને રડતી છોડવાની આવશ્યકતા આવી પડી હતી. આ વખતે શ્રી નેમિનાથ તરફના રાગને લઈ વિરહવશ દુ:ખી થયેલી રાજિમતીએ બહુ બહુ આક્રન્દ કર્યો, પણ તેની અસર શ્રીમહમુક્ત યાદવરાયને લેશ પણ ન થઈ. એ બન્ને આત્માઓને આ ચાલુ ભવન જ માત્ર સંબંધ ન હતો, આથી પૂર્વને આઠ ભવમાંય તેઓ સંબંધી હતાં. આજે જ્ઞાની પ્રભુએ રાગને પડતા મેલ્યો હતો, રાજિમતી તેમ કરવા તૈયાર ન હતી. વ્યવહારુ દુનિયા કદાચ કહેશે કે, નેમિનાથે દગો દઈ એક નિરપરાધી કન્યાને ભવ બગાડે. ઠેઠ લગ્ન સુધી વાતને લંબાવી, આખરે પશુદયાના બહાને ખસી જતાં તેમને એક આશાભરી સ્ત્રીનાં કલ્પાંત પર જરાય કરુણું ન આવી! નારી જીવનની વિધવદશાને પણ તે ખ્યાલ ન કરી શકયા ! વળી એને એમ પણ લાગશે કે, એ પ્રભુને સ્વજનની દાક્ષિણ્યતા ન હતી, તેમ માતાપિતાનાં વચનની અવગણના કરવામાં તેમણે પિતાની કૃતજ્ઞતા પણ ગુમાવી દીધી. પ્રભુને આ વ્યવહારુ દુનિયાના કથન કે માન્યતા પર લક્ષ આપવાનું હતું જ નહિ; તેમની દ્રષ્ટિમાં તેવા દુનિયાના વ્યવહારનું મહત્વ ન હતું. આ જ કારણથી વ્યવહારુ દુનિયા લૌકિક દૃષ્ટિથી જે જુવે છે, તે તરફ આ પ્રબલ પુણ્યાત્મા શ્રી નેમિનાથે ન જોયું. જગત અલ્પ જ્ઞાનની સંકુચિત દૃષ્ટિ ધરાવે છે. પ્રભુની દૃષ્ટિ વિશાલ હતી, તે પ્રભુનાં દયા, દાક્ષિણ્ય, કૃતજ્ઞતા વગેરે લકત્તર હતાં. તેમની સરલતા અને ભવાંતરીય સંબંધ વગેરે સશરીર આત્મા સાથે પિતાને મમતાથી જોડી દેવામાં પર્યાપ્ત ન હતાં. કારણ, તેમને આત્મામાં જ આત્માનો સંબંધ કાયમ–અતિ કાયમ કરવામાં જ મહત્તા ભાસી હતી. જગતના સર્વ જીવમાં તેમણે પિતાને અનેક સનાતન સંબંધ જાણી તેઓની સાથે તે દયા, દાક્ષિણ્ય, કૃતજ્ઞતા વગેરેથી વર્તવા ચાહતા હતા. વાસ્તવિક રીતે, એ વિરક્તાત્માને વિષયની ભૂખ ન હતી. દુનિયાના વ્યવહારે એમની જઠરને “ન જોઈતું' આપવા ચાહ્યું પણ પશુઓની દયાએ તેમને જગતની દયા તરફ દેરતાં એમની કાલ્પનિક ભૂખ નહિવત બની ગઈ. અને એમણે પિતાના જૂના પ્રેમપાત્રનું હિત જુદી રીતે જ જોયું. - જેઓ લાલસાથી શરીરના સંબંધોમાં મહત્વ માને છે, હદયના પૌગલિક રસને એક કરવામાં જેમને આનંદ, સુખ અને પ્રેમસંબંધ જણાય છે, તેઓને ખરેખર, નિર્દોષ આત્માઓનું અપૂર્વ એજ્ય બેહદું લાગે, પણ જેમણે જડ અને આત્માને વિવેક કર્યો છે એવા ધર્મના “મા ” એ એકયમાં જ સાચે આનંદ, સુખ અને સમાનતાથી ઉત્પન્ન થયેલો આત્મસંબંધ જુવે છે. રાજિમતી અને નેમિનાથનું અત્યાર સુધીનું સંબંધસખે, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20