Book Title: Jain_Satyaprakash 1944 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મમ || अखिल भारतवर्षिय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जेन सत्य प्रकाश વર્ષ ૨૦ || વિક્રમ સં. ૨૦૦૦ : વિરનિ. સં. ૨૪૭૦ : ઈ. સ. ૧૯૪૪ || માંજ જ ? || આ વદિ બીજી તરસ : રવિ વાર? અકબર ૧૫ | ૨૦૬ દિ વાળી લેખક : પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજય અમદાવાદ. આર્યાવર્તમાં જે મુખ્ય મુખ્ય પ ગણાય છે તેમાં દિવાળીનું પણ પ્રધાન સ્થાન છે. દિવાળી પર્વ કેમ બન્યું ? તેને ટૂંક ઈતિહાસ નીચે મુજબ છે. શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ આ અવસર્પિણ યુગમાં ૨૪ તીર્થકર થયા છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામી એમાંના ૨૪મા છેલ્લા તીર્થકર છે, જેનું વન (ગર્ભવતરણ)–અષાડ શુદિ છઠું, જન્મ ચિત્ર શુદિ તેરશે, દીક્ષા–કાર્તિક વદિ દશમે, કેવલજ્ઞાન-વૈશાખ શુદિ દશમે, અને નિર્વાણ આસો વદિ અમાસની રાત્રે છેલ્લા પહેરમાં બે ઘડી બાકી હતી ત્યારે ૨૯ મા સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં થએલ છે. તત્કાલીન ઘટનાઓ ભગવાન મહાવીરસ્વામી કેટલું ચોમાસું અપાપાપુરીમાં હસ્તિપાલ રાજાની રાજસભાના દફતર વિભાગમાં રહ્યા હતા, અને ત્યાંથી જ મોક્ષે પધાર્યા. તે સમયે નોંધપાત્ર—ઘટનાઓ નીચે પ્રમાણે બની હતી. ૧–ભગવાને સમોસરણમાં બેસીને આસે વદિ ૧૪ અને ૦)) એમ બે દિવસના સોળ પહેર સુધી જગતના કલ્યાણ માટે ઉપદેશ આપ્યો હતો. જેમાં ૫૫ કલ્યાણફળવિપાકના અધ્યયને, ૫૫ પાપફળવિપાકના અધ્યયને, ૩૬ નહીં પૂછેલા પ્રશ્નોત્તરે અને અંતે પ્રધાન અધ્યયનનું અર્થનિરૂપણ કર્યું હતું.' ૨ઇન્દ્ર ભગવાનના જન્મનક્ષત્ર પર ભસ્મગ્રહ આવવાના કારણે ૨૦૦૦ વર્ષ સુધી જૈનશાસન છિન્નભિન્ન થતું રહેશે એમ જાણીને ભગવાનને વિનતિ કરી કે “હે. ભગવન! આપ માત્ર બે ઘડી (૪૮ મિનિટ) આયુષ્ય વધારે જેથી આપની દૃષ્ટિના પ્રભાવે ભસ્મગ્રહ નુકસાનકારક ન નીવડે.” ભગવાને તેને ઉત્તર આપતાં જણાવ્યું કે હે ઈન્દ્ર! તીર્થકરે પણ આયુષ્યને વધારીઘટાડી શકતા નથી અને જે અવશ્યભાવિ ભાવ છે તેને પણ રોકી શકાતું નથી. બાકી ૨૦૦૦ વર્ષ પછી (આ. શ્રી આણંદવિમલસૂરિ - જગદ્ગુરુ આ. શ્રી હીરવિજયસૂરિ વગેરે દ્વારા) જૈનશાસનને પુનઃ અબ્યુદય થશે.. ૩–ભગવાનના મેક્ષ ગયા પછી એકદમ ઘણું સૂકમ જતુઓની ઉત્પત્તિ થઈ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20