Book Title: Jain_Satyaprakash 1943 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તક્ષશિલાની શિક્ષણ-પ્રણાલી
સં–સ્વ. શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ
(ગતાંકથી પૂર્ણ ) આપણે જોઈ ગયા એમ કાશીના રાજકુમારને એના પિતાએ એકવડા તળિયાવાળી પાવડીની જોડ, એક પાંદડાંની છત્રી અને ૧૦૦૦ સિક્કા જેવી સામાન્ય તૈયારી સહિત તક્ષશિલામાં અભ્યાસ કરવા મોકલ્યો હતો. ૧૦૦૦ સિક્કા તો એના ગુરુને દક્ષિણ તરીકે આપવામાં ગયા; એટલે એની પાસે પાઈ સરખી ખાનગી શિલીક રહેવા દેવામાં આવી ન હતી. આમ પાઠશાળામાં રાજકુમાર પણ ગરીબ થઈ પ્રવેશ કરે છે. કાશીના જુહુ કુમારની વાર્તા પણ એ જ અર્થની છે. એ રાજકુમાર રાતના અંધારામાં એક બ્રાહ્મણ સાથે અથડાય એથી બ્રાહ્મણનું ભિક્ષા માગવાનું કમંડળ ભાંગી ગયું. બ્રાહ્મણે એક ટંકના ભોજનની રાજકુમાર પાસે કિંમત માગી. પણ કુમાર પાસે હોય શું તે આપે ? એણે કહ્યું કે “મહારાજ, અત્યારે હું તમને એક વેળાના ભોજનની કિંમત આપી શકું એવી સ્થિતિમાં નથી. હું કાશીના રાજાનો કુંવર જુહુ છું. જ્યારે મારા રાજ્યમાં પાછો જાઉં ત્યારે આવજો; હું તમને પૈસા આપીશ” (૪-૯૬). આ બતાવે છે કે રાજકુંવરનાં પણ ખિસ્સાં ખાલી રહેતાં. રાજકુંવરે ગુન્હા કરે તે સામાન્ય રીતે તે ગુન્હાઓ માટે થતી શિક્ષામાંથી તે બચી શકતા નહિ. એક વખત એક રાજકુમારે કોઈ એક મિઠાઇવાળાની ટોપલીમાંથી કિંમત આપ્યા વિના મીઠાઈ ઉઠાવી હતી. એ વિષેની ગુરુ પાસે ફરિયાદ જતાં ગુરુએ બે છોકરાઓ પાસે એના બન્ને હાથ પકડાવ્યા અને કુંવરના વાંસા પર એક વાંસની લાકડીથી ત્રણ ઝપાટા લગાવ્યા, અને કહ્યું કે “ખબરદાર ! જે આ ગુન્હ ફરી કર્યો તો ” (નં. ૨૫૨ ).
વિદાથીઓને દેવામાં આવતો ખોરાક સાદા પ્રકારને હતો. ગુરુના ઘરની દાસી સવારના નાસ્તા માટે ચેખાની કાંજી બનાવતી એવું વર્ણન છે (૯. ૩૧૮). નૈતરું જમવા જાય ત્યારે એમને શેરડી, ગોળ, દહિ અને દૂધ આપવામાં આવતું (૧. ૪૪૮). બીજી રીતે પણ વિદ્યાર્થી જીવન કડકાઈભર્યું હતું. એમને હંમેશાં જંગલમાંથી ઇંધણા વીણી લાવવાં પડતાં. એમની વર્તણુક પર એટલે બધે અંકુશ હતો કે ગુરુના સંગાથ વગર એમને નદીએ નહાવા પણ જવા દેવાતા નહિ.
પિતાના રાજકુમારો માટે તાલીમના અને કેળવણીના, તથા રાજા પ્રજા વચ્ચેના ભેદ ભાગવાના પ્રબળ ઈલાજ તરીકે કિંવા તેમને પિતાનો ગર્વ અને જોહુકમી શાંત કરતાં શીખવવાના ઉપાય તરીકે વિચાર પૂર્વક એક રાજનીતિની રૂએ આવો માર્ગ નિયત કરવામાં આ પુરાતની રાજાઓએ ઘણું ડહાપણ વાપર્યું લાગે છે.
આ અનેક પ્રકારના વિદ્યાર્થીઓવાળી વા સર્વ પ્રકારની વિદ્યાર્થીઓના પાઠશાળાએની સાથે સાથે કેવળ અમુક વર્ણની પાઠશાળાઓના ઉલેખ પણ મળે છે. ૫૦૦ શુદ્ધ બ્રાહ્મણ વિદ્યાર્થીઓના ગુરુઓને અનેક વાર ઉલ્લેખ આવે છે. કેટલીકવાર એવા ગુરુઓ
For Private And Personal Use Only