Book Title: Jain_Satyaprakash 1943 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] શ્રી જેન સત્ય પ્રકાશ ટાંક મહાશય વસ્તુપાલ સંબંધમાં જે કહે છે તે ટુંકમાં જોઈ જઈએ. જૈનધમી મંત્રીઓની અને સેનાપતિઓની જે લાંબી હાર ચાલી છે એમાં વસ્તુપાલનું ચરિત્ર વિસ્તૃતપણે મળે છે અને એનું જીવન વધુ રસદાયી છે. એ મહામાત્યનું વ્યક્તિત્વ અજોડ છે. એની કીતિ અને મેટાઈની પ્રશંસા એના જીવનમાં ઉયન કરતાં દરેકને કરવી જ પડે. વસ્તુપાલ મંત્રીશ્વર એટલે એક ડાહ્યો મુસદ્દી, એક બહાદુર યોધ્ધો, કળાને ખાસ ચાહક અને સાહિત્યપૂજક. એની દાનશકિતને મર્યાદાનું બંધન નહોતું, તેમ એની ઉદા. રતામાં ભેદભાવ નહોતો. એ પોતે જેનધર્મનો ઉપાસક હોવા છતાં એણે કોઈ પણ ધર્મ પ્રત્યે બુરી દૃષ્ટિ દાખવી નથી; ગ્લેચ્છો તરીકે એ સમયમાં તિરસ્કૃત થયેલ મુસલમાનોની મસદે પણ એણે બંધાવી આપી છે. એણે જીવનમાં સ્વધર્મ પ્રત્યે અડગતા અને પરધર્મો પ્રત્યે સમભાવ બરાબર ઉતાર્યા હતા. પ્રાગવટ યાને પિરવાડ તરીકે પ્રસિદ્ધ થયેલ શાખામાં ઉત્પન્ન થયેલ વસ્તુપાલ મંત્રીશ્વર સબંધમાં ઐતિહાસિક શોધખોળે ઘણા પ્રકાશ પાડ્યો છે. એ આધારે તેઓ બે ભાઈ કરતાં વધારે ભાઈઓ હતા અને તેમને બહેને પણ હતી. ટાંક મહાશયના લખાણ પ્રમાણે એ વૃતાન્તનો સાર નીચે મુજબ છે. - શ્રી. મેરુવિજયજીના પ્રબંધ મુજબ વસ્તુપાલ અને તેજપાલ એ બન્ને ભાઈઓ સન ૧૨૦૫ (વિક્રમ સં. ૧૨૬૨)માં જનમ્યા હતા. તેઓની માતાનું નામ કુમારદેવી હતું, જ્યારે પિતાનું નામ આસરાજ હતું. એ આસરાજ વાઘેલા રાજપુતોની સરદારી કરતો હ. કુમારદેવીએ ગિરનારની તળેટીમાં કુમારદેવી સરોવર બંધાવ્યું, જ્યારે આસરાજે પહાડ પર દેવાલય બંધાવ્યું. આસરાજને કુમારદેવીથી ચાર પુત્રો અને સાત પુત્રીઓ થઈઃ લુણિગ, મલદેવ, વસ્તુપાલ, અને તેજપાલ એ અનુક્રમે પુત્રોનાં નામ છે. એમાંના લુણિગ અને મલ્લદેવ નાની વયમાં મરણ પામવાથી મોટે ભાગે વસ્તુપાલ અને તેજપાલની નોંધ વધુ મળે છે. કુમારદેવી પોતાના પુત્ર વસ્તુપાલ તથા તેજપાલના લગ્ન સંબંધ જેવા ભાગ્યશાળી થઈ હતી એવી નેંધ પ્રાપ્ત થાય છે, જ્યારે બીજી બેંધના આધારે તેણે પોતાના પતિના મૃત્યુથી અગિયાર દિન પૂર્વે પંચત્વ પામી હતી. શ્રી. મેઘાણીના છેલ્લા પુસ્તક “ગૂજરાતનો જય” ખંડ ૧ તથા ૨ પ્રમાણે લગ્ન કાળે અને પછીથી ઉભય બંધુની થઈ રહેલી ચડતી વેળા કુમારદેવી જીવતી હતી એમ જણાય છે. સૂચના આ અંકની જેમ આવતો અંક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઈચ્છા છે. આમ છતાં અત્યારના અનિશ્ચિત સંગોના કારણે અંક પ્રગટ કરવામાં વિલંબ થાય તો તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકોને વિનંતી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36