Book Title: Jain_Satyaprakash 1943 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિનવવાદ લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજ્યજી (ગતાંક ૮૪થી ચાલુ) પાંચમા નિહવન-આર્ય ગંગાચાર્ય : દ્વિક્રિયાવાદી અનેક ગામને પાદરે થઈને વહેતી જતી ઉલુકા નદીનો પ્રવાહ એક ગામની મધ્યમાં થઈને વહેતો હતો. એક તરફના કાંઠે રહેલા ગામને લોકો “ઉલ્લકાતીર” કહેતા ને બીજી તરફના કાંઠે આવેલા ગામને “ખેડ” કહી સંબોધતા. એક સમયે આર્ય મહાગિરિજી મહારાજના શિષ્ય આર્ય ધનગુપ્તસૂરિજી મહારાજ તે ઉ૯લુકાતર ગામમાં ચાતુર્માસ વિરાજ્યા હતા. અને તેમના શિષ્ય આર્ય ગંગાચાર્ય ખેડ ગામમાં ચાતુર્માસ રહ્યા હતા. આર્ય ગંગાચાર્ય નદી ઓળંગી હંમેશ ગુરુને વંદન કરવા આવતા. અને પાછી ખેડ ચાલ્યા આવતા. એક સમયે આર્ય ગંગાચાર્ય પ્રાતઃસમયનું મનન કરી રહ્યા હતા. તેમના મનનને વિષય મનની વિચારણાને હતો. તે વિચારણા આ પ્રમાણે હતી: કેટલાએક દર્શનકારો મનને પરમાણુ સ્વરૂપ માને છે. કેટલાએક વિચારણારૂપ માને છે. કેટલાએક મસ્તકમાં વ્યવસ્થિત થયેલ રકત-નસ-મેદ વગેરે સ્વરૂપ માને છે તે કેટલાએક માનતા જ નથી. પણ તે સર્વ સત્ય નથી. મન એ પુદ્ગલેને સમૂહ છે, તેને મનાવણ કહેવામાં આવે છે. કર્મવર્ગને છોડી તેનાથી સૂક્ષ્મ અન્ય કોઈ મુદ્દગલે જગતમાં નથી. વિચારણા–ચિન્તા-સ્મરણ-જ્ઞાન વગેરે આત્મા મન દ્વારા કરી શકે છે. શરીરમાં જ્યાં જ્યાં અનુભવ કરી શકાય છે ત્યાં ત્યાં સર્વત્ર મન રહેલ છે, અર્થાત શરીરવ્યાપી આત્માની માફક મન પણ શરીરવ્યાપી છે. વિશ્વવત પ્રાણીઓમાં બહુ અલ્પ જીવોને મન મળે છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બે ઈન્દ્રિય, ત્રિ ઇન્દ્રિય, ચઉ ઈન્દ્રિય, અને અગ્નિ પંચેઈન્દ્રિય-એ સર્વ મનવગરના છે; ફકત સંગ્નિ પંચેન્દ્રિયે જ મનવાળા છે. મનના યોગે ઈન્દ્રિયદ્વારા આત્માને પદાર્થોનું જ્ઞાન થાય છે. તો એકી સાથે સર્વ ઈન્દ્રિઓથી જ્ઞાન કેમ નથી થતું? સર્વત્ર મન અને આત્મા તો છે. ગુવં નષ્યિ ટો કવો” (એક સાથે બે ઉપયોગ નથી) એમ કેમ કહેવામાં આવે છે ? આ શંકાના સમાધાનની વિચારણુ ગંગાચાર્યે ચિર સમયે સુધી કરી. તે સમાધાન આ પ્રમાણે હતું—એક ઉપગમાં તલ્લીન થયેલ મન સામે રહેલ વિશાળ પદાર્થને અવલોકી કે જાણી શકતું નથી. કેટલીક વખત અમુક માણસને બેલાવવા બે ત્રણ વખત બુમ પાડવી પડે છે, છતાં તે માણસ ઉત્તર આપતા નથી. વધારે મોટા અવાજથી જ્યારે તેનું ધ્યાન ખેંચવામાં આવે છે ત્યારે તે કહે છે કે “શું, મને બોલાવ્યો ? તેને કહેવામાં આવે છે કે “શું સૂઈ ગયા હતાકેટલા ઘાંટા પાડવા પડ્યા” ત્યારે તે જવાબ આપે છે “મારું ધ્યાન ન હતું, હું અમુક કાર્યમાં પરોવાઈ ગયો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36