Book Title: Jain_Satyaprakash 1943 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ છે એ જાણવું એ પણ છદ્મસ્થાની શક્તિની બહાર છે. તો એક સમયે અનેક ઉપયોગ થઈ શકે એવી વિચારણા પણ કેટલી બેહુદી છે? સમયની સુક્ષ્મતા, મનની શક્તિ વગેરે જ્ઞાની ભગવંતોએ જાણ્યું છે અને અનુભવ્યું છે. તેઓએ જ “મન એક સમયે એક સાથે બે ઉપયોગ નથી કરાવી શકાતું” એ પ્રમાણે જાણું અને જોઈને કહ્યું છે, તે તેમાં શંકાને અવકાશ જ નથી. માટે ગંગ ! આગ્રહને ત્યજી દઈ આવી ઊંધી વિચારણાઓ છેડી જેટલું સમજાય તેટલું વિચારીને સમજ ને બીજું શ્રદ્ધાથી માન. મળેલા સાચા માર્ગમાં શ્રદ્ધા રાખવી એ જ માનવજન્મનું શ્રેષ્ઠ ફળ છે.” પણ આજે ગંગાચાર્ય સમજે એમ ન હતું. તે ફરી બોલ્યાઃ “આપ આવી તર્કવિહીન વિચારણામાં શ્રદ્ધા રાખવા મિથ્યા આગ્રહ કરે છે તે તદન અનુચિત છે! આજે નદીને ઓળંગીને અહીં આવતા નદીમાં મને એક સાથે એક જ કાળે શીતોષ્ણબને સ્પર્શનો અનુભવ–ઉપગ થયે. માટે એક કાળે બે ઉપયોગ ન હોઈ શકે એ હું કોઈ પણ રીતે સ્વીકારી શકું તેમ નથી. અનુભવથી વિપરીત વિષયમાં શ્રદ્ધા કરવામાં પણ મિથ્યાત્વને અંશ છે. માટે આપને જે માનવું હોય તે માને, પરંતુ હું તે એક સમયે, સામગ્રી હોય તે, બે ઉપયોગ થવામાં કંઈ બાધા નથી એમ માનીશ.” આ પછી ગુરુજી-શ્રી ધનગુપ્તસૂરિજીએ પોતાના શિષ્ય–ગંગાચાર્યને અનેક રીતે સાચી વસ્તુ સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે નિરર્થક ગયો. અને પરિણામે ગુરુજીને શાસનહિતની દૃષ્ટિએ પોતાના એક સમયના પ્રિય શિષ્યને સમુદાય અને સંઘથી બહિષ્કૃત જાહેર કરવા પડશે. ચતુર્માસ પૂર્ણ થતાં પોતાના મતને પ્રચાર કરવા ગંગાચાર્ય જુદાં જુદાં ગામોમાં વિચારવા લાગ્યા. તેઓ એક વખતે રાજગૃહમાં આવી પહોંચ્યા. રાજગૃહમાં મણિનાગ નામના એક યક્ષનું મન્દિર હતું. તે મન્દિર સામે વિશાળ મેદાન હતું. તે મેદાન મણિનાગચોક નામે પ્રસિદ્ધ હતું. સારા સારા વક્તાઓ રાજગૃહમાં આવતા ને વિશાળ માનવસાગર તેમને સાંભળવા ઈચ્છતો ત્યારે આ મણિનાગચોકમાં જ તેમના વ્યાખ્યાનની ગોઠવણ થતી. આ ચોકમાં વ્યાખ્યાન આપવું એ વક્તાની કીર્તિને વિષય ગણાતો. એક દિવસ ગંગાચાર્યને પણ આ મણિનાગચોકમાં વ્યાખ્યાન આપવાનો અવસર મળ્યો. લેકે સારા પ્રમાણમાં ભેગા થયા હતા. વ્યાખ્યાનમાં જુદા જુદા વિષય ચર્ચતા ગંગાચાર્યે અનુક્રમે– એક સમયે અનેક ઉપયોગ થઈ શકે,” –એ પોતાના મતનું સમર્થન કરવાનો આરંભ કર્યો. પણ આ વિષયનો આરંભ થયો તેટલામાં તે ત્યાનું વાતાવરણ એકાએક બદલાઈ ગયું, એકદમ અન્ધકાર છવાઈ ગયો ને ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. લેકે આંખો ચોળતા ચળતા એકદમ ઊભા થઈ ગયા, ને જેમ માર્ગ મળ્યો તેમ ભાગવા લાગ્યા. ગંગાચાર્યની પાટ એકદમ ધ્રુજવા લાગી. તેમને લાગ્યું કે હું પડી જઈશ, પરંતુ સ્વસ્થતા ગુમાવ્યા સિવાય તેઓ આમ શાથી થયું તે વિચારવા લાગ્યા. દેવીપ્રયોગ સિવાય આવો એક ઇંચના પણ જેટલા “રા' જેવા વિભાગો થાય તે સર્વને ક્રમસર ઉલ્લંધી વિજળીની ગતિ થઈ છે. માટે નિમેષને જે સેકંડ જેટલો કાળ છે, તે કાળના, જેટલા માઇલ વિજળી પહોંચી છે તેટલા તેટલા માઈલના દેરા દેરા સમાન જેટલા વિભાગો થાય તેટલા ભાગે પડી શકે તે બુદ્ધિગમ્ય છે, તે સમય તેથી પણ સૂમ હોય તેમાં શું આશ્ચર્ય ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36