Book Title: Jain_Satyaprakash 1943 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
હતો.’ ચાલતા ચાલતા પગથી કઈ વસ્તુ અથડાય ને નુકસાન થાય છે ત્યારે કહેવામાં આવે છે-“તારું મન કયાં ભમે છે? જરા જોઈને તે ચાલ.” આવા અનેક અનુભવો વિદિત છે. આમ થવામાં કારણ શું ? કહેવું પડશે કે મન એકસાથે બે જ્ઞાન કે બે ઉપયોગ કરાવી શકતું નથી. માટે જ કહેવાય છે કે યુવાન્ દ્રૌ ન ત ૩પ મનનો એવો સ્વભાવ જ. છે કે એક સમયે તે એક જ ઉપયોગ કરાવી શકે છે. મનના સ્વભાવ સાથે સરખાવી શકાય તેવું ઉદાહરણ પણ શરીરમાંથી જ મળે છે, તે આ પ્રમાણે-શરીરમાં બળ અર્થાત શક્તિ સર્વત્ર છે, છતાં એક વખતે એક અવયવમાં બળનો ઉપયોગ થતો હોય ત્યારે બીજાં અવયવ તદ્દન બળ વગરનાં બની ગયાં હોય તેમ લાગે છે. તેથી જ એક સાથે એક વખતે કાગળના ત્રણ ટુકડા થઈ શકતા નથી. જે પ્રમાણે શરીરમાં સર્વત્ર શકિત હોવા છતાં બળનો સંચાર એક સમયે એક જ સ્થળે થાય છે તે પ્રમાણે શરીરમાં સર્વત્ર મન હોવા છતાં એક સમયે એક જ જ્ઞાન તે ઉત્પન્ન કરાવી શકે છે. આ સમાધાનની વિચારણું આર્ય ગંગાચાર્યું કરી તો ખરી, પણ તેમનું હૃદય તે સમાધાન સારી રીતે ગ્રહણ કરી શક્યું હોય તેમ ન લાગ્યું. તેમને તક થયે કે સાધન મળે તો એક સાથે અનેક જ્ઞાન કેમ ન થાય ? એમને એમ વિચારણા કરતાં સમય બહુ વ્યતીત થઈ ગયે, સૂર્ય આકાશના મધ્ય ભાગમાં આવી પહોંચવાની તૈયારીમાં હતો. એટલે તેઓ ઊઠયા ને ગુરુ મહારાજશ્રીને વંદન કરવા માટે ચાલ્યા. સાથે સાથે વિચારણુના વેગે પણ ગતિ ચાલુ જ રાખી. વિચારપ્રવાહ જ એવો છે કે વહેતા થયા પછી રેકવો અશકયપ્રાય : બને છે.
આર્ય ગંગાચાર્ય નીચી નજરે ધીરે ધીરે ચાલતા હતા. પુખ્ત ઉમર ને વૃદ્ધાવસ્થાનાં આછા આછાં ચિહ્નો શરીર ઉપર જણાતા હતાં. માથે ટાલ પડી ગઈ હતી. ગુરુ મહારાજશ્રીને વન્દન કરવા જતા માર્ગમાં નદી ઉ૯લંઘન કરવાની હતી. ગંગાચાર્ય ઉલુકાને તીરે આવી પહોંચ્યા. જલકાયને જીવે છન્દપણે કૂદી–રમી રહ્યા હતા. નાના નાના તરંગો નદીમાં ઉછળી રહ્યા હતા. આ સર્વ જોઈ ગંગાચાર્યનું અત્તર અનુકમ્પાથી આ થઈ ગયું. તેમને લાગ્યું કે-એક પગ મૂકતાંની સાથે આ સર્વ અસ્તોવ્યસ્ત થઈ જશે. અરે, અસંખ્ય છ ત્રસ્તાસ્ત બની જશે. છતાં અન્ય ઉપાય ન હતો એટલે આસ્તેથી એક પગ પાણીમાં મૂકે ને પછી બીજો પગ મૂક્યો. પછી પ્રથમ પગ ધીરેથી ઉપાડી અદ્ધર રાખી સર્વ જળ નીતરી જવા દીધું ને પછી એ પગ પાણીમાં આગળ સ્થાપન કર્યો ને બીજો પગ ઉપાડી પૂર્વવત સર્વ જળ નીતારી આગળ સ્થાપન કર્યો. એ પ્રમાણે હળવે હળવે ક્રમ પૂર્વક પદન્યાસ કરતાં કરતાં તેઓ મધ્ય નદીમાં પહોંચ્યાં. નદીને મધ્ય ભાગ વધારે ઊંડે હતું એટલે પગ પણ વધારે સમય ઊંચે રાખી પાણી નિતારવું પડતું, તેથી ગંગાચાર્યને વિશેષ સમય પગ ઉંચે રાખવો પડત. માથે સૂર્ય ક્ષણે ક્ષણે વિશેષ પ્રચંડ થતો જતો. આમ એક પગે તપશ્ચર્યા કરતાં ગંગાચાર્ય પણ ક્ષણભર આકુલ બની જતાં. એક ક્ષણે બે ઉપયોગ કેમ ન થાય એ વિચારણું મનમાંથી ખસતી જ ન હતી. નદીના મધ્ય ભાગની શીતળતા તેમના કોમળ પાદતલને અનુકુળ શીતસ્પર્શને અનુભવ કરાવતી હતી અને સૂર્યની પ્રચંડતા પ્રતિકુળ ઉષ્ણ સ્પર્શને અનુભવ કરાવી, મસ્તકના મધ્ય ભાગને અતિતપ્ત કરતી હતી.
જેમ અતિશય જવરની પીડાથી, તૃષાથી, દુઃખથી, અપમાનથી, અતિશય પૌદ્દગલિક
For Private And Personal Use Only