Book Title: Jain_Satyaprakash 1943 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મી વીરોનાં પરાક્રમ લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચેક્સી ( ગતાંકથી ચાલુ) મહાન વસ્તુપાલ માળવા-મેવાડના ઈતિહાસમાં જેમ જૈનધર્મી વીરાની પરાક્રમગાથા નોંધાયેલી છે તેમ ગુજરાતના ઇતિહાસમાં પણ છે. લેખમાળાને પ્રારંભ પરમહંત ભૂપાળ કુમારપાળથી કરાયેલ છે અને એ વિભૂતિએ ગુજરાતની ભૂમિને ગૌરાવિત કરેલી છે એ વાત અભ્યાસ કરતા નાના બાળકથી પણ અજાણ નથી. એ તે જેનધમી રાજાની વાત કહેવાય એટલે ઘડીભર એને બાજુએ રાખી ગુજરાતનો ઈતિહાસ અવકીશું તે સહજ જણાશે કે અણહિલપુર પાટણમાં જ્યારથી ગાદીની સ્થાપના કરવામાં આવી ત્યારથી મંત્રીપદે જેનધમી વણિકો વંશ ઉતાર ચાલ્યા આવ્યા છે. ચાંપે મંત્રી એના મૂળ પુરુષ તરીકે છે. વનરાજના વિજયમાં તેમજ જીતેલ પ્રદેશની વ્યવસ્થામાં મંત્રીશ્વર ચાંપનાં શૌર્ય અને બુદ્ધિમત્તાનાં દર્શન થાય છે. વણિક વંશોભવ ચાંપ એ આમ તો ઘીને વેપારી હતો, પણ સાથો સાથ બાણ ફેંકવાની કળામાં પૂરે નિષ્ણાત હતો. પિતાની સામે કેવળ ત્રણ વ્યક્તિ નિહાળી વધારાનાં બાણ એણે ફેંકી દીધાં અને હાથમાં ત્રણ બાણ જ રાખ્યાં, એ ઘટના એના ધનુષ્યવિદ્યા પરના કાબૂને સૂચવે છે, એટલું જ નહીં પણ એ કળાની અમેઘતા પણ દર્શાવે છે; સ્વબળ પર સંપૂર્ણ મુસ્તાક રહેવાની દઢ ઈચ્છાના એમાં દર્શન થાય છે. ટૂંકમાં કહેવાનું એટલું જ કે વ્યવસાયે વણિક અને દયા ધર્મને હિમાયતી હોવા છતાં એ શુરાતનથી કરેલ હતો. એક તરફ વનરાજનો વંશ ગાદી પર આવતો ગયો અને બીજી તરફ મંત્રી ચાંપને વંશ મંત્રીપદ સંભાળતો રહ્યો. આવનાર મહાશયોએ રાજ્યને વહીવટ પણ સાચવ્યો અને જરૂર પડે હાથમાં તલવાર પણ પકડી. રાજ્ય ખટપટની આંટીઘુંટી ઉકેલી કિંવા વહી-ખાતાવહીના પાનાં ફેરવ્યાં અને સમયની હાકલ થતાં શસ્ત્રથી સજજ બની છેડા પર પણ ચઢયા ને રણમેદાનો પણ ગજાવ્યાં. વિમલ મંત્રીશ્વરે ગુજરાતની કીર્તિ વિસ્તારવામાં કંઈ જ કચાશ રાખી નથી. જાતે વણિક હોવા છતાં ક્ષત્રિયને છાજે તેવાં કાર્યો તેણે કર્યા છે. અહિંસા ધર્મના અનુયાયીને છાજે એવું જીવન જીવી, દેશને નથી તો પરાધીન થવા દીધે તેમ નથી તો ધર્મવૃત્તિને ઉણપ આવવા દીધી. અંત કાળે આત્મકલ્યાણ પણ સાધ્યું છે. કળાના ધામમાં જિનાલયો ઊભાં કરાવ્યાં અને એમાં પૈસે પાણી માફક વાપર્યો. એ વાતની સાક્ષી ચંદ્રાવતીના ખંડિયેર પૂરે છે, અને જીવંત ઉદાહરણરૂપ આજે પણ આબુની વિમળવશીની ટૂંક ઊભી છે. આભૂમંત્રી, મહામાત્ય મુંજાલ, શાંતુ મહેતા અને ઉદાયન મહેતા, એ દરેક જન્મથી ક્ષત્રિય નહોતા. સંતાન તો વણિક કુળના જ હતા, છતાં શસ્ત્રો નહાતા વાપરી જાણતા એમ પણ નહોતું. એ દરેક જેટલી સરળતાથી કલમ ચલાવી શકતા તેટલી સુલભતાથી જરૂર પડયે તળવાર પણ ફેરવી જાણતા. જ્યાં માતૃભૂમિ ગુજરાતની આબરૂને પ્રશ્ન ખડે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36