Book Title: Jain_Satyaprakash 1943 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] તક્ષશિલાની શિક્ષણ-પ્રણાલી [૧૨૧] બ્રાહ્મણનો દિકરો કાશીમાં ભણતો હતો. કેટલાક વિષયમાં કાશીએ વિશિષ્ટ પદ પ્રાપ્ત કર્યું હતું એમ પણ જણાય છે. દાખલા તરીકે, ત્યાં સમસ્ત ભારતવર્ષમાં જેનો જોટો નહોતો એવા એક સમર્થ સંગીતાચાર્યના હાથ નીચે એક સંગીત પાઠશાળા ચાલતી હતી. ૨૯ આ બધું છતાં તક્ષશિલા કરતાં તો કાશી ઉતરતું જ હતું એમ જણાય છે; કારણ, જાતકોમાં મુકાબલે એના ઘણું ઓછા ઉલ્લેખો મળે છે. - હવે ત્યાં કેવા વિદ્યાર્થીઓ પાકતા એ જોઈએ. એ કાળની શિક્ષણ પ્રણાલિકા, સત્યની શોધમાં સંસારથી વિરક્ત થઈ જનાર, તેમ જ વહેવાર કુશળ સંસારી, બન્ને પ્રકારના પુરુષો તૈયાર કરતી. અલબત્ત તક્ષશિલાના તથા કાશીન, બન્ને સ્થળના વિદાથીએમાંથી ઘણા વિદ્યાથીઓ સંન્યાસ પસંદ કરતા. સંસારથી અગમ્ય એવા જંગલનાં એકાંત સ્થળોમાંના આશ્રમો ઉચ્ચતર તત્ત્વવિચાર અને આધ્યાત્મિક કેળવણીની પાઠશાળાઓની ગરજ સારતા. આ ખાસ પાઠશાળાઓના ઉલ્લેખોમાં પણ તપસ્વીની–પ્રભાવશાળી વ્યક્તિની આજુબાજુ ધોરણ મુજબ પાંચસે પાંચસે તપસ્વીઓનાં ઝુંડ એકઠાં થએલાં જણાય છે. (૧ ૧૪૧ વગેરે). આ કરતાં મોટા કદની પાઠશાળાઓ વિષે પણ ઉલ્લેખ મળે છે. આવી એક પાઠશાળામાં તે એટલી ભીડ થઈ હતી કે ગુરુને પિતાના સાત વડા વિદ્યાર્થીઓના નેતૃત્વ તળે બીજા સાત આશ્રમ સ્થપાવવા પડ્યા હતા; અને છતાંય મુખ્ય આશ્રમ પહેલાં પેઠે જ આધ્યાત્મિક જીવનના અભિલાષીઓથી ઉભરાતે ચાલુ રહ્યો. આ આશ્રમો ઘણું ખરું હિમાલયમાં બાધવામાં આવતા, પરંતુ કેટલીવાર, તપસ્વીઓના જથ્થાઓ વસ્તીનાં કેન્દ્રસ્થાનોની નજીક પણ આશ્રમ બાંધતા, કારણ ત્યાં ચેલાઓની ભરતી કરવાની અનુકુળતા વિશેષ હતી. મૂળ કાશીની એક ૫૦૦ વિદાથીઓની પાઠશાળાને એક સેતકેતુ નામનો વિદાથી વિદાઓની પરિસમાપ્તિ માટે તક્ષશિલા જઈ આવી દેશાટન માટે નીકળી પડયો હતો. રસ્તામાં એક ગામમાં એને એક ૫૦૦ તપસ્વીઓનો જ સામો મળ્યો. એ જથ્થાએ એને વિધિપૂર્વક ચેલો મુક્યો અને પિતાની તમામ વિદ્યાઓ, શાસ્ત્રો અને ક્રિયાઓ શીખવાડી ૩°. ૨૯ [ ૧. ૨૩૭, ૩ ૧૮ અને ૨૩૩; ૪ ૨૩૭ નં. ૨૪૩ ] ૩૦ [૧.૪૦૬, ૪૩૧૬ ૩.૧૪૩; ૪.૭૪; ૩.૧૧૫: ૪.૧૯૩; ૩.૨૩૫] કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બોર્ડર: મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચને દેઢ અને જુદો.) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36