Book Title: Jain_Satyaprakash 1942 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૮ ] શ્રી જેન સત્ય પ્રકાર અણુમૂલે સદગુણ છે. જ્યાં લગી એનું રહસ્ય યથાર્થ સ્વરૂપે સમજાય નહીં કે એમાં કેટલી બધી અદ્દભુત શક્તિ સમાયેલી છે એનો સાચે ખ્યાલ પ્રાપ્ત થાય નહીં ત્યાં લગી એને આગળ ધરી-ગૂજરાત કે ભારતવર્ષના પતનમાં અથવા તો માથે ઠેકાયેલી પરાધીનતામાં-એ સદ્દગુણનો દુર્ગુણરૂપે સધિયારો લેનારા કિંવા એને જ પ્રધાનપદ આપી, ધર્મમાર્ગે પ્રયાણ કરનારા જનોના શિરે જવાબદારી ઓઢાડી તેઓની દયાને નિમિત્તભૂત બનાવવાના પ્રયાસ કરનારા લેખક કેવા ઊંધા માર્ગે જઈ રહ્યા છે એ ઉદાહરણ ટાંકી બતાવવું. જૈનધર્મ એ ખરેખર, અહિંસા ધર્મને જ અગ્ર સ્થાન આપે છે અને જ્યાં લગી એ અહિંસાનો અમલ યથાર્થ સ્વરૂપે થાય નહીં ત્યાંલગી જગતમાં સાચી શાન્તિ સ્થપાવાની પણ નથી એવું એનું દર મંતવ્ય પણ છે. આમ છતાં એ જ ધર્મના અનુયાયીઓએ દેશની પરિસ્થિતિ અને સયોગો નજરમાં રાખી, પરાક્રમ દાખવવામાં કચાશ નથી રાખી, કે કાયરતાનો ઓળો પણ પડવા દીધે નથી; હિંસા એ દોષ યુકત છે, એમાં ઉઘાડું પાપ દેખાય છે એ જાણ્યા છતાં દેશ પ્રત્યેના પ્રેમને લઈ કે સ્વફરજને ખ્યાલ કરી તેમણે શસ્ત્રો ધારણ કર્યો છે અને અમાપ બહાદુરી દાખવી છે–એ પણ બતાવવું. આમ લેખમાળા પાછળ જે વિવિધ દૃષ્ટિબિન્દુઓ રખાયેલાં હતાં એ કેટલે અંશે ફળિભૂત થયાં છે એ તો વાચકે જ કહી શંક, છતાં એટલું તે જરૂર કહી શકાય કે જુદી જુદી જે પરાક્રમ ગાથાઓ સંગ્રહીત કરવામાં આવી છે એ ઉપરથી જૈનેતરે તટસ્થ દષ્ટિ રાખી જોશે તો સહજ જણાશે કે દેશ કે પ્રાંતની પરતંત્રતા નથી તો જૈન ધર્મના ઉમદા સિદ્ધાંત અહિંસાને આભારી કે નથી તો એ ધર્મના અનુયાયીઓએ અમલમાં મૂકેલી દયાને આભારી; પરાધીનતાનો ઇતિહાસ તો જુદાં જ કારણે પર અવલંબે છે જેની ચર્ચા અહીં અપ્રસ્તુત છે. આ મુદ્દા પર દૃષ્ટિ દોરવી જેનારને મંત્રીશ્વર કરમચન્દ્રના વૃતાન્ત અંગે જે માન્યતાફે હવે પછી આલેખવાના છે તે જોતાં તેમાં ખાસ મતભેદ જેવું નહીં લાગે. બછાવતોની પડતી રાજ્યકર્તાના બેફને લઈને થઈ છે અને એ વેળા એ વંશના છેલ્લા નબીરાઓએ શુરવીરતા દાખવી પ્રાણાર્પણ કરેલ છે, તેમ ગમે તે કારણને લઈ મંત્રીશ્વર કરમચંદ્ર બીકાનેર છેડી અમુક સમય પર્યત સમ્રાટ અકબર પાસે રહ્યા છે એ જે મુદ્દાના ઉ૯લેખો છે તેમાં માત્ર ફરક પડતો નથી. જે કંઈ મતભેદ પ્રવર્તે છે તે કારણેમાં અને તારીખોમાં પ્રવર્તે છે. “યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ એ નામના નાહટા બંધુઓ’ કૃત પુસ્તકમાં મંત્રીશ્વર કર્મચંદ્ર અંગે નીચે મુજબ નોંધ છે. 'ओसवाल जातिके पुनीत इतिहासमें बच्छावत वंशकी गरिमा गौरवान्वित है, इस वंशकी उज्ज्वल कीर्ति-कौमुदीका 'कर्मचंद्र मन्त्रि बंशप्रबंध में विस्तृत वर्णन है। बीकानेर राज्यसे इस वंशके महापुरुषोंका राज्यस्थापनासे लगाकर लगभग १५० वर्षांतक धनिष्ट सम्बन्ध रहा है । संक्षिप्तमें इतना ही कहना पर्याप्त होगा कि बीकानेर राज्यकी सीमाकी वृद्धि और रक्षा करने में उनका बहुतकुछ हाथ था। राजनैतिक क्षेत्रके साथ-साथ धार्मिक क्षेत्र में भी इस वंशके पुरखाओंकी सेवा विशेष उल्लेखनीय है।" એ હિંદી પુસ્તકની “મંત્રીશ્વર કમચન્દ્ર” નામા મથાળા હેઠળ આપેલ ઉપર મુજબની શરૂઆતની કંડિકા વાંચતાં જ બછાવત વંશની મહત્તાનો અને એ વંશના નબિરાઓએ રાજ્યકારણમાં ભજવેલ ભાગનો સહજ ખ્યાલ આવે છે. પુસ્તકની નોંધ દર્શાવે છે તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36