Book Title: Jain_Satyaprakash 1942 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ છપ્રસ્થ” ગુણરસ્થાન કે જાય છેઅહીં તેઓ અંતર્મદ સુધી વીતરાગ દશાનો અનુભવ કરે છે, યથાખ્યાત ચારિત્રમાં રહીને એક સાત વેદનીયને જ બાંધે છે. આ મુનિવરે છઠ્ઠલપ કરીને સાત લવમાં ખપાવી શકાય, તેટલા કર્મો બાકી રહ્યાં ને આયુષ્ય પૂરું થવા આવ્યું, તેથી કાલધર્મ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉપજે છે. અહીં અંતર્મુદૂર્તમાં યે પર્યાપ્તિ પૂરી કરી પર્યાપ્ત થાય છે. તે દે દેવતાઈ શામાં પોઢયા (સુઈ ) રહે છે ને વિશિષ્ટ દેવતાઈ સુખને અનુભવે છે. શયાની ઉપરના ભાગમાં ઝુમખાડાના આકારે એક મોતી લટકતું રહે છે. વચમાં ૬૪ મણનું એક હોય છે. તે પોતાની કાંતિથી દશે દિશામાં અજવાશ ફેલાવે છે. તેની આજુબાજુ ચાર મોતી ૩૨ મણનાં હોય છે. તેની આજુબાજુ સોલ મણનાં ૮ મોતી હેય છે. તેની આજુબાજુ આઠમણિયાં ૧૬ મોતી હોય છે. તેની આજુબાજુ ચારણિયાં ૩૨ મેતી હેય છે. તેની આજુબાજુ બે મણિયાં ૬૪ મોતી હોય છે, તેની આજુબાજુ એક મણિયાં ૧૨૮ મતી હોય છે. આ રીતે -૧-૪-૮-૧૬-૩૨-૬૪–૧૨૮=૧૫૩ મોતી થયા આજુબાજુ રહેલાં બધાં મોતી વચલા ૬૪ મણના મોતીની સાથે વાયુના સંબંધથી અફળાય ત્યારે તેમાંથી રાગ રાગણીયુક્ત નાટક પ્રકટે. તે સાંભળતાં લવસત્તમ દેવ અપૂર્વ પિગલિક આનંદ અનુભવ કરે છે. તે અનુભવમાં તેઓ એવા તલ્લીન બને છે કે જેથી ભૂખ તરસ પણ તેમને પીડતી નથી. આ દેવો તેત્રીસ: સાગરોપમનું આયુષ્ય હોવાથી તેત્રીસ હજાર વર્ષ વીત્યાબાદ આહારની ઈચ્છા કરે, ને તેત્રીસ પખવાડિયા વીત્યા બાદ શ્વાસોચ્છવાસ લે. તે આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય ભવમાં આવી મોક્ષ માર્ગને સાધે, ને સિદ્ધ થાય. આ બિના ટૂંકામાં પંડિત પ્રવર શ્રી વીરવિજયજી મહારાજે ચોસઠ પ્રકારી પૂજામાં જણાવી છે. આ બિનામાંથી અપૂર્વ બોધ એ મળે છે કે નરભવના સાત લવ જેટલા પણ આયુષ્યની કેટલી વિશિષ્ટતા છે ? એટલું પણ આયુષ્ય મોક્ષને મેળવવામાં જે ખાસ જરૂરી છે, તે અધિક આયુષ્યની વિશેષ જરૂરિયાત, અને વિશેષ ઉત્તમતા હેય, એમાં નવાઈ શી ? આ હકીકતને લક્ષ્યમાં લઈને ભવ્ય છેમાનવ જીંદગીને એક પણ ક્ષણ નિષ્ફલ ન જ જવા દેવો જોઈએ. ૧૯. | | શ્રી પ્રવચન-પ્રશ્નમાલાનું પૂર્વાર્ધ સંપૂર્ણ છે. संपुण्णं पुत्रद्धं भव्याण भव्यबोहयं हिय ॥ विविहत्थसत्थकलिय-सिरिपवयणपण्हमालाए ॥१॥ रइया पउमेणेय-गुरुवरसिरिनेमिसूरिसीसेणं ॥ तीसेहमुत्तरद्धं-पकरिस्सामि पमोपणं II For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36