Book Title: Jain_Satyaprakash 1942 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચને-પ્રશ્નમાલા પ્રાજક–પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી (ગતાંકથી ચાલુ) ૧૩ પ્રશ્ન-ભાવ વૈદ્યનું સ્વરૂપ શું? ઉત્તર-પંચમહાવ્રતોની સાધના, પાંચે ઈદ્રિયને વશ કરવી, ચાર કષાયોને જીતવા, આઠ પ્રવચન માતાની સાધના, ત્રણ દંડથી નિવૃત્તિ વગેરે સાત્વિક ગુણોને ધારણ કરનાર શ્રી. આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષે ભાવ વૈદ્ય કહેવાય-કારણ કે તે પૂજ્ય મહાર્ષિભાગવંતો પ્રભુ શ્રી તીર્થકદેવના ઉપદેશ પ્રમાણે ભાવ રોગને દૂર કરે છે, ને ભવ્ય જીવોને દેશના દઈને ભાવથી દૂર રહેવા પ્રયત્નશીલ બનાવે છે. આ જ ઇરાદાથી મંત્રી વસ્તુપાલે અંતિમ સમયે તેવા ભાવ વૈદ્યની માગણું કરી છે. આ સંબંધી વિશેષ બિના મેં શ્રી. લેકપ્રકાશ, ભાવનાક૫લતાદિની પ્રસ્તાવનામાં વિસ્તારથી જણવી છે. પહેલાં નંબરના ભાવ વૈદ્ય પ્રભુશ્રી તીર્થકર દેવ જાણવા, કારણકે તેમણે ભાવ રોગને નિર્મલ નાશ કર્યો છે. તેમના વિરહમાલમાં મહાવ્રતાદિ ગુણવંત ગુરુમહારાજ ભાવ વૈદ્ય કહેવાય. ૧૦૩ ૧૦૪ પ્રશ્ન-ભાવ રોગનું સ્વરૂપ શું ? ઉત્તર-૧ કામ, ૨ કપાય, ૩ બોટા-બિનજરૂરી વિચારે, ૪ અસભ્ય ભાષા, ૫ અયોગ્ય કાયિક પ્રવૃત્તિ વગેરે કારણોને લઈને સંસારી છે જે ચારગતિનાં દુઃખ ભોગવી રહ્યા છે, તે ભાવ રેગ કહેવાય. ભાવ રોગનું મુખ્ય કારણ મનની ખરાબ ભાવના છે. તેથી ભવ્ય જીવોએ માનસિક ભાવનાને નિર્મળ કરનારાં સાધને સેવવાં જોઈએ. વિશેષ બિના શ્રી દેશનાચિંતામણિમાં જણાવી છે. ૧૦. ૧૫ પ્રશ્ન–શ્રી મહાવીર દેવે અંતિમ સમયે ભવ્ય જીવોને હિત શિક્ષા દેતાં જણાવ્યું હતું કે –“હે ભવ્ય છે ! તમે ભારંડ પક્ષીની માફક પ્રમાદને ત્યાગ કરીને શ્રી જેનધર્મની સાત્વિકી આરાધના કરીને સિદ્ધિપદને મેળવો ” મારપત્રકાર sq ” એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચોથા અધ્યયનની છઠ્ઠી ગાથામાં જે ભારંડપક્ષીને દૃષ્ટાંત તરીકે જણાવ્યું છે તે પક્ષીનું સ્વરૂપ શું ? ઉત્તર– આ ભારંપક્ષિના એક શરીરમાં છવ બે હોય, તેને પેટ એક હોય, ડેક જુદી જુદી બે હોય, બે મોઢા અને બે જીભ હોય, તથા તે પક્ષી ભાષા–મનુષ્યના જેવી બોલે. જે વખતે તે બે જીવને પ્રમાદથી જુદાં જુદાં ફળ ખાવાની ઈચ્છા થાય, તે જ વખતે તે મરણ પામે, તેથી મરણના ભયને લીધે તે પક્ષી બહુ સાવચેત રહે છે. આવી સાવચેતી શ્રી જિનધર્મની આરાધનામાં રાખતાં જરૂર સિદ્ધિના સુખ મળે આ ભારે પક્ષીની બિના શ્રી જ્ઞાતાસૂત્રવૃત્તિ, પ્રશ્નવ્યાકરણવૃત્તિ, ઔપપાતિકસુત્રવૃત્તિ, કલ્પસૂત્રની કિરણવલો, સુખધિકા ટીકા વગેરેમાં જણાવી છે. ૧૦૫ ૧૦૬ પ્રશ્ન–ભારંડ પક્ષિને કેટલા પ્રાણ હોય ? ઉત્તર-ભા પશિના એક શરીરમાં બે વ હોય તે બંનેને મન સિવાય બાકીના પાંચ ઇંદ્રિ, વચનબળ, કાચબળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય–આ નવે પ્રાણે જુદાં જુદાં ગણતાં ને અઢાર પ્રાણમાં મનને ભેળવતાં ૧૯ પ્રાણ હેય, એમ સંભવે છે. આ બાબતમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36