Book Title: Jain_Satyaprakash 1942 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ -- - -- હિંદુસ્તાનનું બૌદ્ધિક (બુધ્ધિ વિષયક) પાટનગર બનેલું તે નિસંક વિદત્તા અને બહાળી ખ્યાતિ પામેલા આવા વિદ્વાનોને લીધે જ. આમ દેશના ભિન્ન ભિન્ન ભાગો તક્ષશિલાને આ દેવળણીના કેન્દ્રસ્થાનની મુખ્ય વિદ્યાપીઠે માન્ય કરેલાં મંદિરે હા, તક્ષશિલા હિંદુસ્તાનના વિરતૃત સાક્ષર સમાજ પર એક પ્રકારે સામ્રાજ્ય ચલાવતું. વિદ્યાથીઓ હંમેશાં પોતાની કેળવણીની પૂર્ણાહુતિ માટે જ તક્ષશિલા જતા વર્ણવાય છે. શરૂ કરવા માટે નહીં. સોળ વર્ષની ઉંમરે વા “વચમાં આવતાં જ એમને ત્યાં મોકલાવાતા, એ બતાવે છે કે તક્ષશિલા પ્રાથમિક નહિ પણ ઉંચી કેળવણીનું મથક હતું. ત્યાં મહાવિદ્યાલયો હતાં વા વિદ્યાપીઠે હતી. જાણવા જેવું છે કે ઉમ્મરની આ હદ આધુનિક કાળની વિદ્યાપીઠાએ નક્કી કરેલી છે એટલી જ છે. અને એ પણ ખરું કે પાકી વયના વિવાર્થીઓને જ વિદ્યાભ્યાસ માટે ઘરથી આટલે દૂર મોકલી શકાય. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને, દાખલ થતી વખતે, અધ્યાપકને પૂરેપૂરી દક્ષિણ ક્રિયા ફી આગળથી જ આપવી પડતી. એમ જણાય છે કે અધ્યાપનની ફી તક્ષશિલામાં ૧૦૦૦ સિક્કાની નક્કી થયેલી હતી. કોઈ રેકડી ફી ન ભરી દેવાની સ્થિતિમાં હોય તો ફીને બદલે એ અધ્યાપકની સેવા કરે તો ચાલતું.૧૦ વિદ્યાર્થીઓનો મોટો ભાગ દહાડે ગુરુ સેવા કરીને જ રાતે વિદ્યા મેળવતા. એક ૫૦૦ બ્રાહ્મણ વિદ્યાથીની નિશાળ સંબંધી એવું વાંચવામાં આવે છે કે ત્યાં વિદ્યાર્થીઓને ગુરુ માટે ઈધન ભેગાં કરી લાવવાની સેવા ઉઠાવવાની હતી. કેટલીક વાર કોઈ વિદ્યાથી આવી સેવાઓમાં મજુરી કામમાં જરા પણ વખત ન કાઢતાં પોતાનો બધો સમય અધ્યયન પાછળ ગાળવાનું છે અને સાથે સાથે આગળથી ફો રોકડી ન આપી શકે એટલે ગરીબ હોય એવું પણ બનતું. આવા વખતે એ વિદ્યાથી પાછળથી ફી ભરી દેશે એવો એના પર વિશ્વાસ રખાત. આવા એક કાશીના બ્રાહ્મણ વિદ્યાથી વિષે એવો ઉલ્લેખ છે કે તક્ષશિલામાં પિતાનું ભણતર પૂરું કર્યા પછી ગંગા પારના દૂર દૂરના પ્રદેશોમાં ભિક્ષા પર્યટન કરીને એણે એના ગુરુની દક્ષિણ પૂરી કરી. દક્ષિણું “સાત નીક' વા સેનાના ડાક ઑસની વર્ણવાય છે. આ ઉપરથી એમ જણાય છે કે એ કાળમાં ગુરદક્ષિણું સોના નાણામાં અપાતી.૧૨ આ સંબંધમાં એક બીજી વાત યાદ આવે છે. બ્રાહ્મણ શિક્ષણ–પ્રણાલિકા પ્રમાણે બ્રહ્મચારી બહુધા સ્નાતક થયા પછી કિંવા અભ્યાસ પૂરો કરી રહ્યા પછી ગુરુદક્ષિણા આપતે. વિદ્યાર્થી ઘણો ગરીબ હોય અને ઉપર્યુકત કોઈપણ રીતે એ દક્ષિણ ન ભરી શકે ત્યારે ઘણીવાર કેટલાક ઉદાર માણસે એને ધર્માદા કેળવણી આપવાને પ્રબંધ કરી આપવા નીકળતા કાશીમાં એક “જગ વિખ્ય ત’ ગુરુ વિષે આપણે એવું વાંચીએ છીએ કે એના હાથ તળે ૫૦૦ બ્રાહ્મણ (કિવા ગરીબ) વિદ્યાર્થીઓ અધ્યયન કરતા. આવી નિશાળ ચલાવવાની મુશ્કેલી કાશીના લોકોએ આ વિદ્યાર્થીઓને નિત્ય સહિયારા ખર્ચમાંથી જમણ ૮ [ ઉદા. પ-૧૬૨, ૨૧૦ ] ૯ [ ૧. ૨૭૨, ૨૮૫, ૪. પ૦, ૨૨૪.] ૧૦ [ મીલ. ૫૯ ૬, ૧૧ ]. ૧૧ [ ૧. ૧૭–૧૮ ]. ૧૨ [૨. ૨૪૪] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36