Book Title: Jain_Satyaprakash 1941 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૨૬ શ્રી જૈન સત્ય પ્રકાશ બંધાયેલ કર્મ વિપાકેદય યા પ્રદેશોદય વડે જીવને અવશ્ય ભોગવવું જ પડે છે. જો કે એ બે પ્રકારના ઉદયને મિથ્યાષ્ટિઓ જાણતા પણ નથી તે પણ તેઓનું આગમ, કર્મને ભોગ જીવે કરી પડે છે, એ વાતની સાક્ષી પૂરે છે. કરેલ કમ તુરત કેમ ફળતું નથી? પ્રત્યેક વસ્તુ ફળવા માટે જેમ કાળની અપેક્ષા રાખે છે, તેમ ક્રમ પણ ફળ આપવા માટે ય કાળની અપેક્ષા રાખે છે. અનુભવેલ વસ્તુના સંસ્કાર જ્યારે ઉદ્દબુદ્ધ થાય ત્યારે (કાલાન્તરે) મરણ થાય છે તેમ આજે કરેલ શુભ યા અશુભ ક્રિયાથી બંધાયેલ કર્મ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અને ભવાદિની ચોગ્ય સામગ્રી મળે ત્યારે કાળાન્તરે ફળે છે. વળી મરણું જેમ અનુભવ કરનારને જ થાય છે પણ અન્યને નહિ તેમ સુખદુઃખરૂપી ક્લ પણ કર્મ કરનાર પિતાને જ થાય છે, અન્યને નહિ. છવને કર્મનો સંબંધ થવામાં કારણ ધર્મ એ અધર્મ પ્રવૃત્તિ છે. તે કર્મ આ પ્રકારનું યા એકસોને અઠ્ઠાવન પ્રકારનું શ્રી વીતરાગના આગમમાં કહેલું છે. - કર્મની મૂળ પ્રકૃતિ આક છે અને ઉત્તર પ્રકૃતિ એકસો ને અઠ્ઠાવન છે. તેનું વિસ્તારથી સ્વરૂપ કર્મગ્રન્થ, કમ્મપતિ, પંચસંગ્રહ આદિ મહાગ્રન્થમાં જણાવેલું છે. રજજુ વડે જેમ અમૂર્ત આકાશ બંધાતું નથી તેમ મૂર્ત કર્મ વડે અમૂર્ત આત્મા શી રીતે બંધાય ? એનો ઉત્તર એ છે કે-મૂર્ત કર્મ વડે બંધાનાર આત્મા એકાંત અમૂર્ત નથી પણ કથંચિત ભૂત છે. મૂર્ત કર્મ અમૃત આત્માને અનુગ્રહ ઉપધાત કેવી રીતે કરે છે તેના ઉત્તરમાં જાણવું કે મદિરાપાન, હતપૂર (ધતુરા)નું સેવન કે વિષ પિપિલીકાદિનું ભક્ષણ જેમ વિજ્ઞાનને ઉપઘાત કરે છે તથા બ્રાહ્મી આદિ ચૂર્ણ અને સર્ષિ આદિ પદાર્થોનું સેવન વિજ્ઞાનને અનુગ્રહ કરે છે તેમ અસાતા વેદનીયાદિ કર્મો જીવને ઉપવાસ કરે છે અને સાતા વેદનીયાદિ કર્મો જીવને અનુગ્રહ કરે છે. જીવ અને કર્મનો સંબંધ-ભિન્નાભજ શ્વ અને કર્મ પરસ્પર કેવી રીતે મળી ગયેલાં છે, એ સમજવા માટે ક્ષીરનીર અને હાગ્નિનાં દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. શરીર પણ તેનું ઉદાહરણ છે. શરીરને અનુગ્રહ થવાથી જીવને અનુગ્રહ થાય છે, શરીરને ઉપઘાત થવાથી જીવને ઉપવાત થાય છે. એ જ રીતે જ્યના સુખે શરીરને અનુગ્રહ અને જીવના દુઃખે શરીરને ઉપધાત પણ પ્રત્યક્ષ અનુભવાય છે. શરીર અને જીવનાં લક્ષણ અને સ્વરૂપાદિ ભિન્ન હોવા છતાં જેમ પરસ્પર અભિજતા અનુભવાય છે તેમ જીવ અને કર્મનાં પણ લક્ષણ અને સ્વરૂપાદિ ભિન્ન હોવા છતાં સંસારી અવસ્થામાં બન્ને પરસ્પર મળી ગયેલાં છે. જીવની સાથે લગેલાં કર્મસ્કંધને શ્રી જૈન શાસ્ત્રમાં કામણ શરીર તરીકે સંબોધવામાં આવેલ છે. એ કાર્ય શરીરના સંબંધથી જ ઔદારિકાદિ શરીરે ઉત્પન્ન થાય છે. જીવની ઔદારિકાદિ શરીરની સાથે જે એકમેકતા જણાય છે, તે કામણ શરીરને લીધે જ હેવાથી, કામણું શરીર પણ જીવની સાથે અભિન્નપણે મળી ગયેલું છે. એ વાત સ્વતઃ સિદ્ધ થાય છે. જીવ અને કર્મ આદિને લક્ષણ સ્વરૂપાદિવડે ભેદ તથા પરસ્પર વ્યાપ્તિ અને એકદેશાવસ્થાન આદિવડે અભેદ, એ રીતે ભેદભેદ હેવાથી શ્રી જૈન શાસ્ત્રોમાં બન્ને ચિત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44