Book Title: Jain_Satyaprakash 1941 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬૦] શ્રી જૈન સત્ય પ્રકાશ તેમણે પિતાની લબ્ધિના બળે ગણિકાના મહેલમાં ધનને ઢગલે ખડે કરી દીધું. ગણિકા તે આભી જ બની ગઈ. તેને થયું આવું રાજકુમાર જેવું સુંદર રૂપ ! આ ભરયૌવન વયે અને ધન મેળવવાની આવી વિદ્યા! ભલભલાને કામણ કરનારી હું જે આ અવસર હારી ગઈ તે મારી કળા નકામી ગઈ સમજવી ! અને જાણે મુનિરાજ ઉપર પિતાને વિજય મેળવવા નીકળી હોય તેમ, પાછા ફરતા મુનિરાજ આડે બારણામાં ઉભા રહીને કામણગારું હાસ્ય કરતી એ બોલી “આ ધનને અહીં મૂકીને કયાં ચાલ્યા ? મુનિરાજ ! આને ઉપભેગ કેણ કરશે ? શું ભર યૌવન આમ જ વેડફી નાખશો ? પધારે, આ મહેલ અને આ દાસી આપના ચરણે સમપર્ણ છે ! આપ એના સ્વામી છે ! નાથ ! ફરમાવે આ દાસીને શી આજ્ઞા છે.” મઘમઘી રહેલી માદક સુગંધ, શંગારભર્યા ભિતિચિત્ર અને ચોતરફ ઊભરાતી વિલાસની સામગ્રી; એમાં ગણિકાના મેહક હાસ્યભર્યા આ શબ્દો ભળ્યા ! બસ ! નંદીવેણુની વાસનાના અગ્નિ ઉપરની રાખ જાણે પવનના સપાટે ઊડી ગઈ ! તે વાસનાને અગ્નિ કરીને ધખધખી ઊો. નદીષેણ મુનિ લરિયા ! વારાંગનાને વિજય થશે ! નદોષણનો મુનિવેષ ગઈ કાલની વાત બની ગયે..! અનેક ભોગ વિલાસોમાં ફરીને મગ્ન થવા છતાં નંદીએણે એક નિયમ રાખ્યો હતો કે રાજ દશ માનવીઓને સંસારની અસારતાને ઉપદેશ આપી ત્યાગના પંથે વળાવ્યા પછી જ ભોજન કરવું. રેજ સુરજ ઉગતા અને નંદીષેણ દસ માનવીઓને ત્યાગી બનાવતો. આ નિયમ અચૂક રીતે પળાતો. વારાંગનાની મોહકતા એ નિયમનો ભંગ ન કરાવી શકતી. સમય ચાલ્યા જાય છે. બાર બાર વર્ષનાં સૂરજ ઊગીને આથમી ગયા. નંદીષેણ કુમાર ભોગ વિલાસમાં તરબેળ થઈ ગયા છે. જાણે ત્યાગને માર્ગ કદી અનુભવ્યો જ ન હતો. પણ વખત આવ્યે આંબો ફળ્યા વગર નથી રહેતું. એક દિવસ નંદીષેણ કુમારે નવ જણને દીક્ષાના માર્ગે વળાવી દીધા હતા. ભજન સમય થવા આવ્યો હતો. એ દસમાની રાહ જોતા હતા. ભેજન સમય વીતી ગયો પણ દશમે જણ ન આવ્યો. ગણિકા અને કુમાર બને અકળાતા હતા. પરાં થયાં, પણ કઈ ન મળ્યું. ભૂખથી બન્ને કલાન્ત થઈ ગયાં હતાં. ત્યાં કંઈક વિનોદ કરીને આનંદ મેળવવા માટે ગણિકા બેલીઃ “કુમાર, દસમાની રાહમાં આટલો બધે વખત શું ગુમાવો છે? બીજે કઈ ન મળે તો તમે પિતે કયાં દૂર છે? દસમા તમે થાઓ એટલે પત્યું ” અને જાણે સૂતેલા સિંહને કાઈએ જોરથી ફટકે માર્યો હોય તેમ નદીણને સુઈ ગયેલ ત્યાગી આત્મા ફરીને જાગી ઉઠે. ત્યાગ માર્ગનો ઉપદેશ આપીને હજારે માનવીઓને ત્યાગના માર્ગે દોરનાર હું આ વાસનામાં શું જોઈને ફસાયો હઈશ ! ત્યાગને આત્મામાં ઉતાર્યા વગર એને ઉપદેશ શા ખપનો ?-નંદીષેણ વિચાર મગ્ન થયા. જે વારાંગનાને કામણભર્યા હાસ્ય નંદીષેણ મુનિને ભેગી ભ્રમર બનાવ્યા હતા તે જ વારાંગનાના ટોળભર્યા ઉપહાસમાંથી નંદીઘણુ કુમારને ત્યાગી મુનિને માર્ગ લાધી ગયો ! મણિકાની એક વિનંતીઓ, હજારે કાકલુદીઓ નંદીષેણ કુમારને ન રોકી શકી ! તે જ દિવસે નંદીષેણુકુમાર કામવાસનાને વિજય કરી પ્રભુ ચરણમાં જઈ પહોંચ્યા ! નદીષણ મહામુનિને જયજયકાર થયો ! રતિલાલ દીપચંદ દેસાઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44