Book Title: Jain_Satyaprakash 1941 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬] સ્યાદ્વાદની સર્વવ્યાપકતા
[૫૧] ડરાવવા સારુ અને તદનુસાર સામાન્યતઃ ધર્મની ઉપપતિ બેસાડવા સારુ તેને કાળજીપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. [૯] મહાત્મા ગાંધીજી
મહાત્મા ગાંધીજીએ સ્યાદ્વાદ અંગે કહ્યું છે કે “સુષ્ટિમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે તેથી સૃષ્ટિ અસત્ય-અસ્તિત્વ રહિત કહેવાઈ (પર્યાય ભેદે), પણ પરિવર્તન છતાં તેનું એક એવું રૂપ છે જેને સ્વરૂપ કહે તે રૂપે છે એમ પણ કહી શકીએ છીએ, તેથી તે સત્ય પણ છે (વસ્તુગતે), તેથી તેને સત્યાસત્ય કહો તે મને અડચણ નથી. એથી મને અનેકાંતવાદી કે સ્યાદ્વાદી માનવામાં આવે તે બાધ નથી. માત્ર સ્યાદ્વાદ હું જે રીતે ઓળખું છું તે રીતે માનનારો છું, પંડિત મનાવવા ઇછે તેમ કદાચ નહીં. તેઓ મને વાદમાં ઉતારે તે હું હારી જાઉં. મેં તે મારા અનુભવે જોયું છે કે મારી દૃષ્ટિએ હું હંમેશાં સાચો હોઉં છું, અને મારા પ્રામાણિક ટીકાકારની દૃષ્ટિએ હું ઘણીવાર ભૂલેલ ગણાઉ છું, એ જાણવાથી હું કાઈને સહસા જૂઠે, કપટી વગેરે માની શકતું નથી. સાત આંધળાઓએ હાથીના સાત વર્ણન આપ્યાં તે બધાં પિતપતાની દષ્ટિએ જૂઠા હતાં, ને જ્ઞાનીની દષ્ટિએ સાચા હતા તથા ખોટા હતા. આ અનેકાંતવાદ મને બહુ પ્રિય છે. તેમાંથી હું મુસલમાનની દષ્ટિએ, ખ્રીસ્તીની તેની દષ્ટિએ વિચાર કરતાં શીખે, મારા વિચારોને કાઈ ખાટા ગણે ત્યારે મને તેના અજ્ઞાનને વિષ પૂર્વે રોષ ચઢતે. હવે હું તેઓનું દૃષ્ટિબિંદુ તેઓની આંખે જોઈ શકું છું તેથી તેમની ઉપર પણ પ્રેમ કરી શકું છું. કેમકે હું જગતના પ્રેમને ભૂખ્યો છું, અનેકાંતવાદનું મૂળ અહિંસા અને સત્યનું
યુગલ છે.”
[૧૦] મહેસુરનરેશ
સરના વિદ્વાન રાજવીએ અનેકાંતવાદ માટે કાઢેલા ઉદ્દગારો
"Aud jainism has sought a harmony of all religions and of all philosophical and dialestical standpoinls in its Sarvadharma and its Anekantvada." ' અર્થાત “જૈનધર્મના અનેકાંતવાદે તમામ ધર્મો, ફીલસુફીઓ અને યુક્તિવાદનું ઐકય શોધ્યું છે.”
[ ઉપરોક્ત કેટલાંક અભિપ્રાય સ્યાદાદની સાર્થકતા (લે. મુનિરાજ શ્રી ચતુરવિજયજી) માંથી મૂલા છે.] [૧૧] પંડિત હંસરાજજી શર્મા
પં. હંસરાજજી શર્મા સ્યાદ્વાદના વિષયમાં પોતાના “ન સૌર જેવા સંવાદ' નામક પુસ્તકમાં નીચે પ્રમાણે જણાવે છે –
" हमारे विचार में तो अनेकान्तवाद का सिद्धान्त बडा सुव्यवस्थित और परिमार्जित सिद्धान्त है। इसका स्वीकार मात्र जैनदर्शन ने ही नहीं किया किन्तु अन्यान्य दर्शनशास्त्रों में भी इसका बडी प्रौढता से समर्थन किया गया है। अनेकान्तवाद वस्तुतः अनिश्चित एवं संदिग्धवाद नहीं किन्तु वस्तुस्वरूप के अनुरूप सर्वांगपूर्ण एक सुनिश्चित सिद्धान्त है।
For Private And Personal Use Only