Book Title: Jain_Satyaprakash 1941 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] રાજકુમાર [૫૭] બાળતાપને નાસતા જોઈને સેચનકના આવેશમાં પણ જાણે ઊભરે આ ! હવે તે એ સાનભાન ભૂલીને આખા આશ્રમમાં આમથી તેમ મદમસ્ત બનીને ઘૂમવા લાગે. જોતજોતામાં અનેક વૃક્ષો, વેલડીઓ અને પર્ણકુટીઓ એણે ધરાશાયી બનાવી દીધી. બાળકોની વાત સાંભળી યુવાન અને વૃદ્ધ તાપસોએ સેચનને શાંત કરવાના અનેક ઉપાયો આદર્યા. કંઈ કંઈ યુક્તિઓ અજમાવી. કંઈ કંઈ પ્રયત્ન કર્યો. પણ એમને એકે ઉપાય સફળ ન થા. વર્ષોથી માન અને પશુઓ સાથે માયા મમતાથી રહેતા તાપસોને આજે પિતાની સાધના અધૂરી લાગી. તેમણે જોયું કે મેચનકને કાબુમાં લેવો એમની શક્તિ બહાર હતું. એટલે તેમણે રાજદરબારે જઈને એ તોફાની હાથીને કાબુમાં લેવાની વિનંતી કરી. રાજપુરુષને રાજઆજ્ઞા મળીઃ ગમે તે ઉપાયે એ હાથીને વશ કરે ! એટલે અનેક હસ્તીવિદ્યાના નિષ્ણાત અને બળવાન પુરુષો હાથીને વશ કરવા રવાના થયા. તે બધાએ અથાક પ્રયત્ન કર્યો, પણ કેાઈ એ તેફાને ચડેલા બાળ હાથીને વશ ન કરી શકહ્યું. મોટાએને વાત કરતામાં વશ કરી લેતા પુરુષો બાળકોને રીઝવવામાં ઘણી વખત ક્યાં નિષ્ફળ નથી નીવતા? રાજપુરુષોની શરમને પાર ન હતપિતાની કીર્તિ અને આવડત આજે પાણી જાઈ જતી હોય એમ તેમને લાગ્યું. રાજાજી પણ મુંઝવણમાં પડયા. રાજાજી-પિતાના પિતા–ની મુંઝવણ જોઈને અંતરમાં રહેલા કેઈ જુગજુગ જુના સંસ્કાર બોલાવતા હોય એમ એક રાજકુમારે કહ્યું : “પિતાજી, જ્યારે હવે વાત આટલે આવી છે તે મને પણ એક વખત અજમાવી જોવાની આજ્ઞા આપે ! સંભવે છે જે રાજકર્મચારીઓ ન કરી શક્યા એ મારાથી થઈ શકે !” આવા તેફાની હાથીને વશ કરવાનો વિષપ્રયોગ અજમાવવાની આજ્ઞા આપતાં પિતાનું અંતર કંપી ઊયું. પણ છેવટે રાજકુમારની વિનતિ એમને સ્વીકારવી પડી. રાજકુમાર જંગલમાં ગયા અને હાથીની શોધ ચલાવી. થોડી વારમાં હાથી અને રાજકુમાર સામસામે આવી ઊભા રહ્યા. અને, જાણે કે મહાયોગીએ મંત્રપ્રયોગ કર્યો હેય એમ, બન્નેની આંખો ભેગી થતાંની સાથે ક્ષણ માત્રમાં એ તોફાની હાથી નમી પડશે. રાજા અને તાપસ આ જોઈને નવાઈ પામ્યા. રાજકુમાર પણ આ અણધારી સફળતા જોઇને વિચારમાં પડી ગયો. રાજાએ એ હાથીને પિતાને પદહસ્તી બનાવ્યો ! રાજકુમારને જયકાર થયો ! મહારાજા શ્રેણિકની લાડકવાયી રાજગૃહી ત્યારે મગધની રાજધાની હતી. જોગીઓ અને વિલાસીઓના ધામ સમી રાજગૃહીને વૈભનને પાર ન હતું. દેશ પરદેશમાં રાજગૃહીને વૈભવ વિલાસની તરેહ તરેહની વાત થતી, અને મોટામોટા વેપારીઓ પિતાની મહામૂલી ચીજો રાજગૃહીને હાટમાં ઠાલવતા. કોઈ વેપારી નિરાશ થઈને પાછા ફર્યાનું કલંક રાજગૃહી ઉપર નહેતું લાગતું ! અને અત્યારે તે જ્ઞાતપુત્ર મહાવીરના સત્સંગે ભેગી અને વિલાસી રાજગૃહીમાં ત્યાગ અને તપસ્યાને પણ ઓઘ ઊભરાવા લાગ્યા હતા. વાતવાતમાં મગધના રાજકુમારે સંસાર છોડીને ચાલી નીકળતા ! ધર્મ જાણે સજીવન થવા લાગ્યો હતો ! સેચનક હાથીને વશ કરનાર રાજકુમાર તે મગધપતિ મહારાજા શ્રેણિક લાડકવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44