Book Title: Jain Satyaprakash 1940 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨] નિહનવવાદ [૫૫] લાય છે. એ પ્રમાણે સર્વ ઈન્દ્રિયો પિતાપિતાનાં કાર્યો કરે છે, પરંતુ એકલી ઈન્દ્રિોમાં એ સર્વ જાણવાની તાકાત નથી. માટે જેમ કુહાડીને વાપરનારની જરૂર છે તેમ આ ઈન્દ્રિએને પણ વાપરનાર ઉપયોગ કરનાર કોઈક માનવો જોઈએ. અને તે ઈન્દ્રિયને જે ઉપયોગ કરનાર તે જ આભા. તેનું અનુમાન આ પ્રમાણે થાય છે. ઈન્દ્રિયથી થતું જ્ઞાન આત્માની મદદથી થાય છે. ઈન્દ્રિયો સ્વયં જ્ઞાન કરવાને અશક્ત હોવાથી, કુહાડીથી કપાતા કાક્ષની માફક ચાર્વાક-ઇન્દ્રિયેથી જ્ઞાન થાય તે આત્માની જરૂર નથી–તમે કુહાડીનું ઉદાહરણ આપીને ઈન્દ્રિયોને જ્ઞાન કરવામાં સ્વતંત્ર રીતે અશક્ત માને છે, ને તેથી આત્મા માનવો જોઈએ એમ સિદ્ધ કરે છે. પરંતુ ઈન્દ્રિયોને જ સ્વતંત્ર જ્ઞાનમાં કારણ માનીએ તે પછી આત્મા માનવાની જરૂર રહેતી નથી, એટલે તમે જે અનુમાનથી આત્મા સિદ્ધ કરે છે પણ તેથી આત્મા સિદ્ધ થઈ શકતું નથી. સ્યાદ્વાદી–ઈદ્રિથી સ્વતંત્ર જ્ઞાન થઈ શકે, મરેલા શરીરથી નથી થતું– આત્માની મદદ સિવાય ઈન્દ્રિયેથી સ્વતંત્ર જ્ઞાન થાય છે એમ માનીએ તે જીવતા શરીરમાં જે ઈન્દ્રિયે છે તે જ ઈન્દ્રિય મરેલ શરીરમાં પણ છે. એટલે જીવતા શરીરમાં રહેલા ઈન્દ્રિથી જેમ જ્ઞાન થાય છે, તે જ પ્રમાણે મરેલ શરીરમાં રહેલ ઈન્દ્રિયોથી પણ જ્ઞાન થવું જોઈએ. પરંતુ મરેલા શરીરમાં રહેલ ઈન્દ્રિયેથી જ્ઞાન થતું નથી માટે ઈન્દ્રિયો જ્ઞાનમાં સ્વતંત્ર કારણ નથી, પણ તેમાં આત્માના સહકારની જરૂર છે એમ માનવું જોઈએ. એટલે પૂર્વે બતાવેલા અનુમાનથો આત્મા સિદ્ધ થાય છે. વળી નાન્ય રમત્યન્તઃ / બીજાએ અનુભવેલું બીજાને યાદ આવતું નથી. દેવદત્તે કંઈ પણ જોયું હોય તે કંઈ જિનદત્તને યાદ આવતું નથી, તેમ જે જ્ઞાનમાં ઈન્દ્રિયોને જ સ્વતંત્ર કારણ માનીએ તે જે ઇન્દ્રિયને જ્ઞાન થયું છે તેની યાદ તે ઈન્દ્રિયને આવવી જોઈએ પણ બીજાને આવે નહિ. પણ તેમ બનતું નથી. ચામડીથી જે સ્પર્શનું જ્ઞાન થયું છે તે ચામડી જૂડી પડી ગયા પછી, ભથી જે સ્વાદ લીધા છે તે જીભ છેદાયા પછી, નાસિકાથી જે સૂયું છે તે નાસિકા નિરપગી થયા પછી આંખે જે જોયું છે તે અંધાપે આવ્યા પછી, કે કાને જે સાંભળ્યું છે તે બહેરાશ આવ્યા પછી-આ રીતે પૂર્વે અનુભવેલ સ્પર્શ, રસ, ગબ્ધ, રૂપ અને શબ્દનું સ્મરણ થાય છે. જે ઈન્દ્રિયોએ અનુભવ કર્યો હતો તે ઈન્દ્રિયો તે નાશ પામી ગઈ છતાં જે યાદ આવે છે તેથી ઈન્દ્રિયો સાથે અન્ય કોઈ અનુભવ કરનાર છે તેમ માનવું જોઈએ, ને જે તે અનુભવ કરનાર તે જ આત્મા સમજવો. ચાર્વાક–પ્રાણવાયુથી આત્માની જરૂરિયાત રહેતી નથી–જીવતા શરીરમાં રહેલ ઈન્ડિથી જ્ઞાન થાય છે ને મરેલા શરીરમાં રહેલ ઈન્દ્રિયોથી નથી થતું, તેમાં પ્રાણવાયુ કારણ છે. જ્યાં સુધી શરીરમાં પ્રાણવાયુ છે ત્યાંસુધી ઈન્દ્રિયોથી જ્ઞાન થાય છે ને પ્રાણવાયુ ચાલ્યો જાય છે એટલે ઈન્દ્રિયોથી જ્ઞાન થતું નથી, માટે આત્મા સિદ્ધ થતો નથી. વળી ઈન્દ્રિયોએ અનુભવેલ, ઈન્દ્રિયો નાશ થયા પછી પણ, જે યાદ આવે છે તેમાં ઇન્દ્રિયની સાથે પ્રાણવાયુને પણ અનુભવ થાય છે. એટલે ઇન્દ્રિયોના નાશ થયા પછી જે યાદ આવે છે તે પ્રાણવાયુને આવે છે, ને પ્રાણવાયુના નાશ થયા પછી યાદ આવતું નથી. માટે આત્મા માનવાની જરૂર નથી. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44