Book Title: Jain Satyaprakash 1940 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધતીર્થકલ્પાન્તર્ગત વૈભારગિરિકલ્પ તથા ઉજજયન્તસ્તવ અનુવાદક-શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ શ્રી વૈભારગિરિકલ્પ સંક્ષિપ્તરુચિ (કા વર્ણનને વાંચવામાં રસ લેનાર)ના આનંદ માટે શ્રી જિનપ્રભસૂરિ હવે આ વૈભાર કલ્પને સ્તવનરૂપે વિસ્તારે છે. [૧] વૈભારગિરિના ગુણના વિસ્તારમાં દેદીપ્યમાન સરસ્વતીએ બુદ્ધિને ખૂબ લગાડી (તે પછી) તેમાં આપણે કોણ? (અર્થાત–સરસ્વતી પોતે જેના વર્ણન માટે અશકત છે તેના વર્ણનમાં આપણી શકિત કયાંથી?) [૨] તીર્થભકિતથી પ્રેરાઈને પ્રસરેલા ગુણવડે શોભતા તે તીર્થરાજ (વૈભારગિરિ ને જડ (બુદ્ધિવાળા) હોવા છતાં અમે કાંઈક સ્તવીએ છીએ. [૩] અહીં દારિદ્રને નાશ કરવાના સ્વભાવવાળી રસકૂપિકા-રસની વાવડીઓ, ગરમ અને ઠંડા પાણીના કુંડ કોને આશ્ચર્ય નથી પમાડતા ? [૪] આ (પર્વત)નાં ત્રિકૂટ અને ખંડિકા વગેરે શિખરો, રક્ષણ કરાયેલાં બધાં કરણ ગામનાં વન, અનેક પ્રકારના રોગોને નાશ કરવામાં શક્તિશાળી ઔષધિઓ અને પવિત્ર તેમજ સુંદર પાણીવાળી સરસ્વતી વગેરે નદીઓ શોભે છે. [ ૫-૬]. ઘણી રીતે મગધ અને આલોચન વગેરે લૌકિક તીર્થો છે, જ્યાં વિપ્લવને નાશ કરનાર શ્રી. અરિહંત પ્રભુનાં બિબો છે. [] મેરુ પર્વતના ચાર ઉદ્યાનનાં પુષ્પોની સંખ્યા જેઓ જાણે છે, તે અહીં બધાં તીર્થોનું પ્રમાણ જાણે છે. [૮] અહીં ધગધગતી શિલા ઉપર શ્રીશાલિભદ્ર અને ધન્ના-એ બે ઋષિઓ મનુષ્યના પાપને દૂર કરતાં શરીરનો ત્યાગ (કાયોત્સર્ગ-કાઉસગ્ગ) કરતા દેખાયા. [૯] કૂતરાઓ, સિંહ, વાઘ, રીંછ, જંગલી પાડે, વગેરે અહીં તીર્થના મહિમાથી જલદી ઉપદ્રવ કરતા નથી. [૧૦] અહીં પ્રત્યેક દેશમાં બૌદ્ધોના વિહાર જોવાય છે. તે (બૌદ્ધ) મહર્ષિઓએ આ (ગિરિ)ની ઉપર ચડી મોક્ષ મેળવ્યું [૧૧] પહેલાં રોહિણેય વગેરે વીરોના નિવાસસ્થાનથી પ્રસિદ્ધ થયેલ અને અંધકારના સમૂહથી પ્રવેશ કરવાને પણ અશક્ય એવી ગુફાઓ અહીં એકત્રિત થયેલી છે. [૧૨]. આ પર્વતની નીચેની ભૂમિમાં રાજગૃહ નામનું નગર શેભે છે; જે તે વખતે ક્ષિતિપ્રતિષ્ઠ વગેરે નામોથી પ્રસિદ્ધ હતું. [૧૩] (એ નગરનું) ક્ષિતિપ્રતિષ, ચણકપુર, ષભપુર, કુશાગ્રહપુર અને અનુક્રમે રાજગૃહનામ થયેલું છે. [૧૪]. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44