Book Title: Jain Satyaprakash 1940 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મી વીરોનાં પરાક્રમ લેખક-શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોક્સી (ગતાંકથી ચાલુ) કુમારપાળના જીવનમાં પલટો થયો તે પૂર્વે એ શિવધર્મી હતી અને માંસ મદિરા પણ વાપરતે. જ્યારથી એણે જૈનધર્મના ચુસ્ત ઉપાસક એવા મંત્રીશ્વર ઉદાયન અને તેમના પુત્ર અબડ, વાહડ અને ચાહડ આદિનો ચડાઈવેળા પૂર્ણ સહકાર સાધ્યો ત્યારથી એના મનમાં એ વિચારનો ઉદ્દભવ થઈ ચૂકયો હતો કે “દયાધર્મી તરીકે ઓળખાતા અને જૈનધર્મના ચુસ્ત ઉપાસક લેખાતા આ વણિકવીરે એક તરફ ધર્મનું પાલન પણ કરી શકે છે અને બીજી બાજુ સમય પ્રાપ્ત થયે પરાક્રમ બતાવી સમરાંગણ શોભાવે છે. ત્યારે એ જૈનધર્મનાં તોમાં કંઈ વિલક્ષણતા અવશ્ય હોવી જોઈએ. દયા અને શુરવીરતાને મેળ ન બેસે એમ કહેનારા જરૂર ભ્રમમાં છે. આ વિચાર-પ્રવાહમાં જ્યારે એ પોતાના પૂર્વજીવન પ્રતિ દષ્ટિપાત કરતે ત્યારે એને સ્પષ્ટ જણાતું કે પિતે સિદ્ધરાજના ભયથી ભ્રમણમાં હતા ત્યારે રાજવીને ખફ વહેરીને પણ જેમણે મને સહાય કરી એમાં જેનધર્મ પાળનાર વર્ગનો ફાળો અગ્રપદે આવે છે. સૌ હાયકેમાં શ્રીમદ્દ હેમચંદ્રસૂરિએ અપાવેલી હાય મોખરે જણાતી, કારણ કે વર્ષોની અથડામણ અને હાડમારીમાં એ એટલી હદે નિરાશ થઈ ગયો હતો અને જીવન વેડફી દેવાની તૈયારીમાં હતા, તેવી અણની વેળાઓ ય પ્રાપ્ત થઈ હતી. નિષ્કારણ બંધુસમાં આ મહાત્માની હાય એના અંતરમાં એટલી હદે જડાઈ ગઈ હતી કે એ ગમે તેવા સંગમાં કાયમને માટે ભૂલાઈ જાય તેમ હતું જ નહીં. રાજ્યસન પર આવ્યા પછીનાં પ્રારંભનાં વર્ષો સ્થિર થવામાં ગયાં અને થોડા સમય માટે શ્રી હેમચંદ્રરિએ વિસ્મૃતિને વિષય થઈ ગયા! છતાં શાંતિ સ્થપાતાં ને નિમિત્ત મળતાં જ ખંભાતના મેળાપની સ્મૃતિ તાજી બની અને તરત જ આચાર્ય મહારાજને બહુમાનપૂર્વક અણહિલપુર પાટણમાં બેલાવવામાં આવ્યા. રાજવીને ગુરુદેવ સાથે પરિચય વધી ગયો. દેશ દેશના પાણી પીનાર અને હજારો ભિન્નભિન્ન પ્રકારનાં ભેજાઓના પરિચયમાં આવનાર મહારાજા કુમારપાળ એટલે ભોટ ન હતો કે માત્ર આચાર્યશ્રીના કહેવાથી વશઉતાર આવેલ શૈવધર્મને છોડી દે. તેમ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિ પણ આવા પ્રકારના ઉપરછલા પરિવતનમાં જૈનધર્મની પ્રભાવના માનતા નહોતા. વર્તમાન યુગના કેટલાક લેખકે “પિડે તેવું બ્રહ્માંડ' કલ્પી લઈ શ્રીમદ્દ હેમચંદ્રના જીવન-ઉલેખ ટાણે મનગમતા વાઘા સજાવવાની ઘષ્ટતા કરી ચૂક્યા છે અને હજુ કરે રાખે છે, પિતાના જેવી જ નબળાઈઓ એ વીરલ સંતમાં હતી એમ દર્શાવવા કલ્પનાના ઘડાઓ દોડાવે છે! અરે, કલ્પિત પાત્રો સજી જે વસ્તુ બની નથી એવા વિષય પૂરી ચિત્રણ આલેખે છે અને ઐતિહાસિક પાત્રોને-એક ઉદાર અને ઉમદા ધર્મના જબરદસ્ત ને પ્રાભાવિક આચાર્યને અને તેમના અનુયાયી એવા કીર્તિશાળી પ્રધાનોને-મન-કલ્પિત ગુંથણીઓ દ્વારા એવા મિશ્રણમાં મૂકી દે છે કે જેથી સાચા ઇતિહાસનું તે ખૂન થાય છે જ પણ એ ઉપરાંત ઉગતી પ્રજામાં ચારિત્રશૈથિલની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44