Book Title: Jain Satyaprakash 1940 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ નંબર બીજે–આ સાર વેતાંબર પંડિત લક્ષ્મીધરે ૧૨૮૧ માં રચ્યો છે. આ ગ્રંથ આ સંસ્થા તરફથી છપાઈ બહાર પડી ચૂક્યો છે. તે વાંચવાથી જ તેની હકીક્ત વાચકો જાણી શકશે એટલે અહીં તેની સમાલોચના આપી નથી. નંબર ત્રીજે--આ સાર પૂનામાં ડેક્કન કોલેજના ભંડારમાં કે ભાંડારકરના ગ્રંથ સંગ્રહાલયમાં પ્રાપ્ય છે. નંબર ગે--મદ્રાસ પાસે આવેલ શ્રીરંગમાં વાણીવિલાસ પ્રેસમાં છપાયેલ તિલકમંજરી છે. પ્રથમ તે અભિનવ બાણ કૃષ્ણમાચાર્યના આધિપત્ય અને તંત્રીપણું નીચે નીકળતાં “સ ” માસિકમાં ક્રમશઃ પ્રગટ થતી હતી અને પાછળથી અખંડ પુસ્તકાકારે પણ બે રૂપિયાની કિંમતે મળતી હતી. આમાં તિલકમંજરી ગ્રંથ અક્ષરે અક્ષર લેવામાં નથી આવ્યો, પણ કેટલાંક વર્ણને છોડી દઈ કથા ભાગ સંસ્કૃત એનાએ શબ્દમાં ગદ્ય બદ્ધ લીધેલ છે. જેમને જરૂર હોય તેઓએ તે સ્થળે તપાસ કરાવવી. “તિલકમંજરી કથા સારાંશ” પૃ. ૪૧-૪૨ તિલકમંજરીના ભાષાના લેખકો “તિલકમંજરી કથા સારાંશ અથવા સુકૃત સંયોગ” લેખક પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ. શ્રી. તિલકમંજરી પદ્યાનુવાદ” લેખક “મનોનંદન” (ભગવાનદાસ મનસુખભાઈ) તે “શ્રી. જૈન ધર્મ પ્રકાશ” છાપામાં છપાયેલ છે. તે સંપૂર્ણ છપાયેલ છે કે નહીં તેની માહિતી નથી. પ્રાયઃ અપૂર્ણ છે. તિલકમંજરીની કથા અને તે સંબંધી અભિપ્રાય આ સંબંધમાં બીજા અભિપ્રાયો કરતાં સાક્ષર શ્રી. જિનવિજયજીના શબ્દો પૂરતા છે-“બાણની કાદંબરી જેવી વિસ્તૃત ગદ્યમાં અને આખ્યાયિકાના આકારમાં થયેલી છે. પાત્ર અને વસ્તુ બન્ને કવિના કપેલા હેવાથી સંસ્કૃત સાહિત્યનું તે એક અપૂર્વ નેવેલ જ કહી શકાય. અયોધ્યા નગરીના મેઘવાહન રાજાને હરિવહન કુમાર કથાને મુખ્ય નાયક અને વૈતાઢય પર્વત ઉપર આવેલા રથનપુર ચક્રવાલ નામક નગરના ચક્રસેન વિદ્યાધરની કુમારી તિલકમંજરી મુખ્ય નાયિકા છે. આ બન્ને દંપતીને અગ્ર કરી કવિએ કથાની વિચિત્ર અને રસભરી ઘટના કરી છે. મધ્યમાં સમરકેતુ અને મલયસુંદરીને વૃત્તાંત સાધી કથાની વિસ્તૃતિ અને પ્રકૃતિમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ આણી છે. ધર્મ સંબંધી જાતીયતા જણાવવા માટે સ્થાને સ્થાને જેનવિચારો અને સંસ્કારે કથાના પાત્રોમાં પૂર્યા છે. શક્રાવતાર તીર્થ, યુગાદિજિન મંદિર, જવલનપ્રભ નામા વૈમાનિક દેવ, વિદ્યાધર મુનિ, નંદીશ્વર દ્વીપ, વૈતાઢ્ય પર્વત, અષ્ટાપદ પર્વત, મહાવીર નિર્વાણ મહોત્સવ, અને સર્વજ્ઞ એવા યંતસ્વામી દ્વારા પૂર્વજન્મ કથન- ઈત્યાદિ પ્રબંધેથી જૈન-જગતની રૂપરેખા આલેખી છે. એ સિવાય કાવ્યનાં વર્ણનીય અંગે-જેવાં કે નગર, ઉદ્યાન, પર્વત, અરણ, સમુદ્ર, સરિત, સરોવર, પ્રાતઃકાલ, સાયંકાલ, નિશા, આલેક, અંધકાર, સમય, વર્ણન, યુદ્ધ અને નૌકા આદિનાં વર્ણને,-અતિ આશ્ચર્યકારક રીતે વર્ણવ્યાં છે. પ્રાકૃતિક દો અને વસ્તુ સ્વભાવ બહુ જ સુંદર અને સૂક્ષ્મ દૃષ્ટિથી આલેખવામાં આવ્યા છે. પ્રત્યેક વર્ણન રસ અને અલંકાર દ્વારા પૂર્ણ પોષવામાં આવ્યું છે. “કમાવજી ચંત્રિ' ના લેખક કહે છે કે–“સાન ના પત્તાં દિ કવિતા વિવાિ ”– તેમાં અત્યુક્તિને લેશ પણ સહૃદય વાચકને જણાતો નથી. કાવ્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44