Book Title: Jain Satyaprakash 1940 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૬ સુંદર રચના, સરલ શબ્દ, ગંભીર અય યુક્ત આ મંગલાચરણને પ્રારંભિક “સ વ પત્ત નિનઃ” એ લકથી કર્યો છે. અને દ્વિતીય ક સુધી સામાન્ય જિનની સ્તુતિ કરી છે. પછીના ત્રણ લેકમાં વર્તમાન કાલિન પ્રથમ તીર્થકર શ્રી. આદીશ્વર ભગવંતની, અને છઠ્ઠા લેકમાં ચરમ તીર્થકર શ્રી મહાવીર ભગવંતની સ્તુતિ કરી છે. સાતમા શ્લેકમાં મૃતદેવી સરસ્વતીની સ્તુતિ છે. ત્યારપછી આઠમા લેકથી અઢારમા લેક સુધી સુવિઓની પ્રશંસા, ખેલ પુરુષની નિંદા, સુકાવ્યનું સંકીર્તન અને કુત્સિત કાવ્યનું દેદ્દઘાટન કરવામાં આવેલ છે. * ૧૮ મા શ્લોકમાં પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર “ત્રિ ” (૩vજો વા વિના વા પુરૂ વા)ના ધારક શ્રી. ઈન્દ્રભૂતિ ( ગૌતમસ્વામી)ની સ્તુતિ કરી છે. ત્યાર પછી સ્વમતમાં તથા પરમતમાં થઈ ગયેલા મહાકવિઓની તથા તેમની કૃતિઓની કથાકારે ઘણી જ પ્રશંસા કરી છે. ૨૦ મા શ્લોકમાં આદિ કવિ તથા રામાયણ અને મહાભારતના રચયિતા વાલ્મીકિ અને વેદવ્યાસને વંદન કરવામાં આવેલ છે. ૨૧ મા લેકમાં શ્રી ગુણત્રય કવિની “વહતથા એની પ્રશંસા કરી છે. ૨૨ મા લેકમાં શ્રી. પ્રવરસેનના “સેવંધ” મહાકાવ્યની પ્રશંસા કરવામાં આવી છે. ૨૩ મા લેકમાં શ્રીમાન પાદલિપ્તાચાર્ય કૃત બતાવત” કથાને વર્ણવેલી છે. ર૪ મા લોકમાં છવદેવસૂરિના પ્રાકૃત પ્રબન્ધની પ્રશંસા કરી છે. ૨૫ મા શ્લોકમાં આસન્નતિ કવિ કાલિદાસની, ર૬-ર૭ મા લેકમાં બાકવિ અને તેના પુત્ર પુલિંદની, ૨૮ મા શ્લેકમાં માઘકવિ અને ભારવિની પ્રશંસા છે. ૨૯ મા લેકમાં શ્રીમાન હરિભદ્રસૂરિકૃત “સાવિત્ય” ચારિત્રની પ્રશંસા છે. ૩૦ મા શ્લોકમાં ભવભૂતિની ભારતિને ઘણી જ ખુબીથી વર્ણવેલી છે. - ૩૧ મા શ્લોકમાં વાપતિરાજના “ગૌડવધ”ની પ્રશંસા છે. ૩ર મા લેકમાં કવેતાંબરશિરોમણિ શ્રીમદ્દ બપભઠ્ઠી–ભદ્રકીર્તિસૂરિકૃત “તારાગણ” નામના કાવ્યનું સંકીર્તન છે. ૩૩ માં લેકમાં યાયાવર રાજશેખર કવિની વાણીને વખાણી છે. ૩૪ માં લૅકમાં સ્વગુરુ શ્રી. મહેન્દ્રસૂરિની સ્તુતિ કરી છે. ૩૫ મા શ્લોકમાં રૂદ્રકવિની “લેકયસુંદરી”ની તથા ૩૬ મા લેકમાં રૂદ્ર કવિના પુત્ર દુમરાજની “સૂક્તિઓ”ની પ્રશંસા કરેલી છે. બાદ કવિ ૩૭ મા લેકમાં કહે છે કે-કઈ વાણીમાં, કોઈ માત્ર કથારસમાં અને કોઈ પ્રસાદાદિ ગુણમાં ચડે છે, પણ ત્રણે ગુણે જેનામાં હોય તેઓને તે ધન્ય છે. ૩૮ મા શ્લોકમાં શ્રી. અબુદગિરિ (આબુ પર્વત)નું વર્ણન છે. ૩૯ મા લેકમાં શ્રી પરમાર ભૂપાલનું, ૪૦ મા લેકમાં શ્રી. રસિંહનું, ૪ મા શ્લોકમાં શ્રી. સાયકનું, અને ર મા લેકમાં શ્રી. વાપતિ ભૂપતિનું વર્ણન છે. ત્યારબાદ ૪૩ માં લેકથી માંડી ૪૯ માં બ્લેક સુધી મહારાજ ભાજનું કવિએ ખૂબખૂબ વર્ણન કરેલું છે. ૫૦ મા કમાં પ્રસ્તુત કથાની ઉત્પત્તિનું વર્ણન છે. ૧૧ અને ર મા શ્લોકમાં કવિએ પિતાના પિતામહ (દેવર્ષિ નામના ) અને પીતા (સર્વદેવ)ની પ્રશંસા પૂર્વક સ્વવંશનું કીત્તન, પિતાના નિવાસસ્થાન વગેરેનું વર્ણન કરેલું છે. અને છેલ્લા ૫૩ મા શ્લોકમાં આ કથાના કત્તો (પરમહંત મહાકવિ ધનપાલ) કોણ છે તે સૂચવેલ છે. આ પ્રમાણે ૫૩ લોકના બહોળા મંગલાચરણ પૂર્વક પીડીકા પૂર્ણ કરવામાં આવી છે. તિલકમંજરીના મંગલાચરણરૂપે રચાયેલા આ પક શ્લોકનું કાવ્ય કે સાહિત્ય ની દૃષ્ટિએ જે મહત્ત્વ છે તે તો છે જ પણ તેનું ખરેખરું મહત્ત્વ તો તેની અતિહાસિક ઉપયોગિતાનું છે. એ મંગલાચરણ ઉપરથી ધનપાલની પૂર્વના અનેક કવિઓ અને તેમાંથી અનેક રચના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44