________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
શ્રી જૈન સત્ય પ્રકાશ કાંઈ કમ ન કહેવાય ! એટલે મેંઢેરાને તીર્થરૂપ ગયું છે. જેની મહત્તાએ ગુજરાતને પ્રેરણું પાઈ, જેની કળાએ ગુજરાતનાં–આબુ અને તારંગાજીનાં મંદિરે ઘડાયાં અને જેની અદ્દભુત રચનાઓ ગુજરાતના રાજવીઓને પિતાના ઈષ્ટદેવનાં મંદિર બંધાવવાને લલચાવ્યા એ કેટલા ગૌરવ અને ગર્વની વાત લેખાય ? પરંતુ એ ભૂતકાલીન ઐતિહાસિક ઘટનાઓ વાંચ્યા પછી એ મંદિરની વર્તમાન દશા નિહાળતાં હદય દ્રવે છે, અને તે દિ ફિવા તા: સહસા યાદ આવી જાય છે.
આજે એ આખુ મંદિર વસ્ત દશામાં પડયું છે. આજે એ મંદિરને અણુએ અણુ, પત્થરે પત્થર પોતાના ભૂતકાલીન ગૌરવભર્યા ઈતિહાસને “મૂક” રીતે કહે દીનહીન દશામાં ગર્વભેર ઉભે છે. આજે એનાં એ પ્રભા, પ્રતાપ અને ખ્યાતિ ઓસરી ગયાં છે. એનાં ઉંચાં ગગનચુંબી શિખર ટુટી ગયાં છે. તેની શોભા નાશ પામી છે. માત્ર ઇટ, ચૂના અને પત્થરનું ખોખું ઉભું છે, છતાંય ક્યાંક ક્યાંક ગુખમાં બહારના ભાગમાં રહેલી કેરણી, સુંદર નકશીવાળી કારીગરી, અને જૈનશાસ્ત્રાનુસારની બાંધણી એ મંદિરની ભવ્યતાને વર્ણવી રહેલ છે. કોઈ કુશલ કારીગરે પિતાનો આત્મા રેડી નિજીવ પુતળાંમાં પણ સજીવતા રેડી છે. એનાં એકે એક પુતળાં જાણે હમણાં બોલશે, હમણાં આંખ ટમટાવશે, હમણાં હાથ, પગ ચલાવશે અને નૃત્ય સાથે તાલબદ્ધ વાજિત્રને ધમકાર થશે એમ લાગે છે.
અતિ પ્રાચીન અને કલાના સુંદર નમૂનારૂપ આ મંદિરને ધ્વસ પરમહંત રાજાધિરાજ કુમારપાલદેવની ગાદીએ આવનાર અજયપાલના હાથે થયો હોય તેમ લાગે છે. તેણે કુમારપાલનાં, હેમચંદ્રાચાર્યજીનાં અને તેમાંયે જૈનધર્મનાં સ્મારક તેડવા માંડ્યાં. તેમાં સૌથી પ્રથમ નજર મેટેરાના આ પ્રખ્યાત મંદિર ઉપર પડી; તેના કેપનું ભોગ પ્રથમ આ મંદિર બન્યું અને ત્યાર પછી તેની નજીકનું “રાંતેજીનું મંદિર પણ તેનું ભોગ બન્યું હોય એમ દત્તકથા કહે છે.
૮. અજયપાલે મઢેર, રાંતેજા અને પાટણ આદિનાં મંદિર તોડાવ્યા પછી તેની દૃષ્ટિ પરમાહત કુમાર૫ાલદેવે બંધાવેલા તારંગાના પ્રસિદ્ધ મંદિર તોડવા માટે ફરી. આ વખતે તેના એક કુશલ ચારણે-ભાટે (એક સરદારના પુત્રે એમ પણ મળે છે) પાટણમાં જ પોતાના પિતાને બંધાવેલ સુંદર રાજમહેલ તોડી નખાવવા માંડ્યો. લોકોની ના છતાં તેણે પોતાનું કામ શરુ કરવા માંડયું. આ વાતની અજયપાલને ખબર પડી એટલે તેણે બેલાવી એ યુવાન સરદાર–પુત્રને ધમકાવ્યા અને વિના કારણે રાજમહેલ તોડવાની ના પાડી ત્યારે એણે જવાબ આપ્યો કે નામદા આપ આપના કાકા કુમારપાલદે બંધાવેલાં અમૂલ્ય પ્રાચીન સ્મારક-મંદિર-મહેલો તેડાવે છે અને મારા બાપના બંધાવેલે મહેલ તોડવાની ના પાડે છે. એ કયાંને ન્યાય ? આપ કુમારપાલ દેવનું તેડો, આપનો પુત્ર આપનું બંધાવેલું તોડશે. બસ, અજયપાલ સાનમાં સમજી ગયો અને તારંગાનું મંદિર તોડાવવાનું બંધ રાખ્યું. દંતકથા કહે છે કે ત્યાર પછી અજયપાલે કુમારપાલનું એક પણ મંદિર કે સ્મારક તોડયું નથી. ધન્ય છે તે ચારણની હકમતને. એની યુક્તિએ તારંગાજીનું સુંદર મંદિર બચ્યું.
આ સાંભળેલી દંતકથા છે પરંતુ મને એમાં ઘણું તથ્ય લાગે છે. બાકી ઈતિહાસવિદ આ સંબંધી ખાત્રી કરે અને આ કથનમાં સારું લાગે તેટલું સ્વીકારે !
For Private And Personal Use Only