Book Title: Jain Satyaprakash 1936 03 SrNo 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ શ્રી જૈન સત્ય પ્રકાશ દયાળશાહ મૂળ ક્યાંના વતની હતા, તે જાણી શકાતું નથી. તેઓ સંઘવી ગોત્રના સરૂપર્યો એ સવાલ હતા. તેમના પૂર્વજો સીદીયા હતા. જૈનધર્મ સ્વીકાર કર્યા પછી તેઓની ગણના ઓસવાલ જન તરીકે થતી. દયાળશાહ એ નેતા (શીલાલેખમાં કોઈ તેજા વાંચે છે) નો પ્રપૌત્ર ગજૂને પૌત્ર ને રાજૂને પુત્ર થતો. આ મંદિરની મૂર્તિ ઉપરના શિલાલેખ ઉપરથી માલૂમ પડે છે કે રાજૂને ચાર પુત્રો હતા, જેમાં સૌથી ન્હાનો દયાળશાહ હતો. દયાળશાહ ઉદયપુરના એક બ્રાહ્મણ ને ત્યાં નૌકરી કરતા હતા. મહારાણા રાજસિંહજીની એક સ્ત્રીએ મહારાણાને વિષ આપવા માટેની એક ચીઠ્ઠી તે પુરોહિતને લખી હતી જેને ત્યાં દયાળશાહ નૌકર હતા. પુરોહિતે તે ચીઠ્ઠી પિતાની કટારના મ્યાનમાં રાખી હતી. પ્રસંગ એવો બન્યા કે દયાળશાહને પિતાના સાસરે દેવાલી જવાનું થયું. પાસે કંઈ શસ્ત્ર હોય તો સારું, એમ ધારી તેમણે પોતાના શેઠ પુરોહિત પાસે શસ્ત્ર માંગ્યું. પુરોહિતે પેલી કટાર આપી કે જેની અંદર રાણીની ચીઠ્ઠી છુપાવવામાં આવી હતી. પુરોહિતને એ ચીકીની સ્મૃતિ ન રહી. દયાળશાહ કટાર લઈ ગયા. સ્વાભાવિક રીતે કટાર ખોલતાં પેલી ચીઠ્ઠી હાથમાં આવી. દયાળશાહે તે ચીઠ્ઠી મહારાણાને આપી. રાણાએ પુરોહિત અને રાણીને પ્રાણદંડની શિક્ષા કરી. રાણીના પુત્ર સરદારસિંહે પણ વિષ ખાઈ આત્મઘાત કર્યો. મહારાણા રાજસિંહજીએ દયાળશાહને પોતાની સેવામાં લીધે. અને ધીરે ધીરે આગળ વધારી મંત્રીપદ સુધી પહોંચાડ્યો. દયાળશાહ વીર પ્રકૃતિનો પુરુષ હતો. તેની બહાદુરીના કારણે જ મહારાણા રાજસિંહે તેને ઔરંગજેબની સેના હામે યુદ્ધ કરવાને મોકલ્યો હતો. ઔરંગજેબની સેનાએ અનેક હિંદુ મંદિર તોડ્યાં હતાં. તેને બદલો દયાળશાહે, બાદશાહનાં ઘણાં સ્થાનો પડાવી, ત્યાં રાણાજીનાં થાણાં સ્થાપન કરીને અને મસીદો તોડીને લીધે હતો. દયાળશાહ માળવામાંથી લૂંટીને કેટલાયે ઉંટ ભરીને સોનું લાવ્યો હતો. અને મહારાણાને તે સેનું ભેટ કર્યું હતું. આ દયાળશાહે મહારાણું જયસિંહજીના સમયમાં, ચિત્તોડમાં શાહજાદા આજ મની સેના ઉપર રાત્રે છાપો માર્યો હતો. સેનાપતિ દિલાવરખાં અને દયાળશાહની વચમાં યુદ્ધ થયું હતું. દયાળશાહે પોતાની સ્ત્રીને પોતાના હાથે જ મારી નાખી હતી. એટલા માટે કે મુમલમાને તેને ઉપાડી ન જાય. દયાળશાહની કરીને મુસલમાનો ઉપાડી ગયા હતા, દયાળશાહના જીવન સંબંધી ઉપયુકત વૃત્તાન્ત શ્રીમાન પં. ગારીશંકરજીએ પિતાના “રાજપૂતાનાના ઇતિહાસ માં આપ્યું છે. જે ઓસવાલ કુલભૂષણ દયાળશાહ, ઉપર પ્રમાણે બહાદુરીભર્યા વીરતાનાં કાર્યો કર્યાં હતાં તે જ દયાળશાહે એક કરોડ રૂપિયાના ખર્ચે નવમાળનું ગગનસ્પર્શ મંદિર બનાવ્યું હતું, જે આજે પણ કાંકરોલી અને રાજનગરની વચમાં રાજસાગરની પાળ પાસેથી એક પહાડ ઉપર શોભી રહ્યું છે. અને “દયાળશાહનો કિલો” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44