________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
મેવાડની પંચતીર્થી
૩૦૯ ના નામે આજે પણ ઓળખાય છે. આજે આ મંદિર બે માળનું છે. અને મૂલનાયક ચઉમુખ શ્રી ઋષભદેવભગાવનની મૂતિઓ બિરાજમાન છે.
કહેવાય છે કે આ મંદિર નવ માળનું હતું. એની વજાની છોયા છે કેસ (૧૨ માઈલ) ઉપર પડતી હતી. પાછળથી ઔરંગજેબે આ કોઈ રાજશાહી કિલ્લે છે, એમ ધારીને તેડી નાખ્યું હતું. મંદિરનો પહેલો માળ તો બરાબર કાયમ રહ્યો. અત્યારે બીજે માળ છે તે નો બનેલું છે.
મંદિરના સંબંધમાં કહેવાય છે કે–મહારાણા રાજસિંહે રાજસાગરની પાળ બંધાવવી શરૂ કરી હતી, પરંતુ તે ટકતી નહોતી. છેવટે કોઈ સાચી સતી સ્ત્રીના હાથે પાયો નાખવામાં આવે તો પાળનું કામ ચાલે, એવી અગમ્ય વાણી થતાં. દયાળ શાહની પુત્રવધૂએ ઉપર્યુક્ત બીડું ઝડપ્યું, અને તેના હાથે પાયો નાખી પાળનું કામ ચાલ્યું. આના બદલામાં તેણે મંદિર બનાવવાની મંજૂરી મેળવી હતી.
આ કિંવદતમાં કેટલું સત્ય છે, એ કહી શકાય નહીં. સંભવ છે કે-દયાળશાહે કરેલી મહારાણાજી રાજસિંહજીની સેવાથી પસન્ન થઈ મહારાણાએ આ પહાડ ઉપર મંદિર બંધાવવાની મંજૂરી આપી હોય. એમ પણ કહેવાય છે કે-રાટસાગરની પાળમાં રાણાજીને એક કરોડ રૂપિયાનો વ્યય થયો હતો-- અને દયાળશાહને આ મંદિર બંધાવતાં કરોડનો વ્યય થયો હતો.
દયાળશાહના કિલ્લાની પાસે નવચાકી નામનું સ્થાન છે. આ નવચોકીની કારીગરી ધણુ જ સુંદર છે, આભૂ-દેલવાડાના મંદિરોની કારીગરીનો નમૂનો છે. આ નવચોકીમાં મેવાડના રાણુઓની પ્રશરિતરૂપે પચીસ સર્ગનું એક કાવ્ય શિલાલેખ તરીક ખોદાયેલું છે. આ પ્રશસ્તિની અંદર પણ દયાળશાહનું નામ અને તેમની વીરતાનું વર્ણન કરવામાં આવ્યું છે.
મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન છે તે બધી ઉપર એક જ જાતને લેખ છે. આ લેખ ઉપરથી જણાય છે કે “સં. ૧૭૩૨ના વૈશાખ સુદી ૭ ગુરુવારે મહારાણા રાજસિંહના રાજ્યમાં સંઘવી દયાળદાસે ચતુર્મુખ પ્રાસાદ કરાવ્યો અને વિજયગચ્છીય વિનયસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.”
આ લેખમાં દયાળશાહની બે ત્રણ પેઢીને પણ ઉલ્લેખ છે.
આ મંદિરનો વહીવટ કરેડા તીર્થની સાથે સંબંધિત કરવામાં આવ્યો છે. યાત્રાળુઓની અનુકૂલતા માટે કાંકરોલી સ્ટેશન ઉપર એક ધર્ણશાલા બની રહી છે અને બીજી દયાળશાહના કિલ્લાની તળેટીમાં. કાંકરોલી સ્ટેશનથી લગભગ બે અઢી માઈલ દૂર આ સ્થાન આવેલું છે. રાજનગર અને કાંકરોલીમાં પણ હિંદુ ધર્મશાળાઓ મૌજૂદ છે.
ઉપર પ્રમાણે મેવાડમાં કેશરિયાજી, કડા, નાગદા (અદબદજી), દેલવાડા અને દયાળશાહનો કિલ્લો (રાજનગર); આ પાંચ તીર્થો દર્શનીય, પ્રાચીન અને દરેક રીતે મહત્વપૂર્ણ છે. કેશરયાજીની યાત્રાએ જનારા યાત્રાળુઓ મેવાડની આ પંચતીર્થીની યાત્રા કરવાનું ન જ ચૂકે !
For Private And Personal Use Only