Book Title: Jain Satyaprakash 1936 03 SrNo 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રી સ્તંભ ન પ શ્વ ના થ લેખક–ઉપાધ્યાય શ્રી પદ્યવિજયજી ગણી આ (ગતાંકથી ચાલુ) શ્રી પાદલિપ્તસૂરિજીનું સંક્ષિપ્ત વર્ણન (ચાલુ) એક દિવસે પ્રૌઢ સાધુઓ બહાર ગયા ત્યારે બાલસૂરિ એક નિર્જન શેરીમાં જઈને ગાડાઓ પર કુદકા મારવાની રમત રમવા લાગ્યા. પરવાદીએએ ગુરુને જોયા, એટલે તેમને પણ પૂર્વની માફક ગુરુએ ઉપાશ્રય બતાવ્યું. વાદીઓના આવ્યા પહેલાં જ બાલસૂરિજી વસ્ત્ર ઓઢીને પાટ ઉપર સૂઈ ગયા. ત્યારે ઉપાશ્રયમાં આવતાં વાદીઓએ પ્રભાત સમયને સૂચવનાર કૂકડાના જેવો અવાજ કર્યો. એટલે સૂરિએ બિલાડાના જે અવાજ કર્યો. પછી પરવાદીઓને આવવા માટે બારણું ઉઘા ગુરુજી પાટ ઉપર બેઠા. વાદીઓ બાલસૂરિની અદ્ભુત આકૃતિ જોઈને બહુ જ આશ્ચર્ય પામવા પૂર્વક ખુશી થયા. પછી તર્કશકિતથી જીતાયેલા તે વાદીઓએ કઠિન પ્રશ્ન પૂછતાં એક ગાથામાં જણાવ્યું કે – . पालित्तय ! कह सुफडं, सयलं महिमंडलं भमंतेणं ॥ दिडो सुओ व कत्थवि, चंदणरससीयलो अग्गी ॥१॥ અર્થ-– હે પાદલિપ્તસૂરિ મહારાજ ! સ્પષ્ટ રીતે કહો (કહે) કે સમસ્ત પૃથ્વમંડલમાં વિચરતા એવા તમે (તેં) સુખડના ઘોળ (પાણી) જેવો ઠંડે અગ્નિ દિઠે છે કે છે એમ સાંભળ્યું છે? ૧ આ પ્રશ્નનો ગુએ તરત જ એક ગાથામાં જવાબ આપ્યો કે – अयसाभिघायअभिम्मियस्स पुरिसस्स सुद्धहिययस्सा ।। होइ वदंतहा फुड, चंदणरससीयलो अग्गी ॥१॥ આચાર્ય મહારાજે આપેલા આ જવાબથી પિતે જીતાયા છતાં તે વાદીઓ ઘણા જ ખૂશી થયા, આ શ્રી પાદલિપ્તસૂરિજીએ વિદ્વાના સંકેતના સંસ્કાર યુક્ત એવી પાદલિપ્તા નામની ભાષા બનાવી, કે જેમાં કઠીન અર્થે સમજાવ્યા હતા. કૃણરાજા સૂરિજીને પરમ ભક્ત હોવાથી ધાર્મિક ભાવને જગાવનારા આ સૂરિજીને બીજે વિહાર કરવા દેતે નહીં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44