Book Title: Jain Satyaprakash 1936 03 SrNo 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાસુકીએ કહ્યું કે “કાંતિપુરીમાં બહુ મહિમાવાલી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે. ' એમ સાંભળી નાગાર્જુને કાંતિનગરથી તે પ્રતિમાનું હરણ કરીને સેઢી નદીના કાંઠે એકાંતમાં લાવીને સ્થાપના કરી. પછી રસસાધન કરવા માટે - સિદ્ધ (વશ) થયેલા વ્યંતરદેવની સહાયથી શાલિવાહન રાજાની પતિવ્રતા સ્ત્રી ચંદ્રલેખાને હંમેશાં રાત્રે ત્યાં લાવીને તે સતી સ્ત્રીની પાસે ૨સનું મર્દન કરાવવા લાગ્યા. એમ રસને મર્દન કરાવવાના કારણે જવા આવવાએ કરી સતી ચંદ્રલેખા નાગાર્જુનને ભાઈ તરીકે માનવા લાગી. | એક વખત ચંદ્રલેખાએ રસને ઘુટાવવાનું કારણ પૂછ્યું. નાગા જુને યથાર્થ કહ્યું કે– સ્વર્ણસિદ્ધિના રસને કેવધી અનાવવા તેમ કરાવવામાં આવે છે. ચંદ્રલેખાએ આ બીના પિતાના અને પુત્રને જણાવી. માતાની પાસેથી આ બીના જાણી સેનાસિદ્ધિરસના લેભવાળા તે બને બંધુઓ પોતાનું રાજ્ય છાને નાગાર્જુનની પાસે આવ્યા. પટથી રસને ગ્રહણ કરવાની ઈચછાવાળા પ્રચ્છન્ન વેષ ધારિ બંને ભાઈઓએ પિતાની માતાના કહેવાથી “ સ્વર્ણસિદ્ધિરસ કીધી અને સ્થિર થયે” એમ જાણીને નાગાર્જુનને વાસુકિના વચનાનુસાર શસ્ત્રથી મારી નાખ્યો. છ માસે આ રસ થંભી ગયો. ( સ્થિર થયા ), અને તેથી તે ઠેકાણે તે રસ કરતાં પણ બહું પ્રભાવવાળું', બધા લોકોના વાંછિત પદાથ ને દેનારું, સ્તંભન (ક) નામે શ્રી પાર્શ્વનાથ સ્વામીનું તીથી થયું, અને તે નામે નગર પણ ત્યાં પ્રસિદ્ધિ પામ્યું. અવસર્પિણી કાલની અસર થવાથી તે સ્થળે આજુબાજુ વાંસની ઝાડ ઊગી અને પ્રતિમાનું કેવલ મેટું જ બહાર દેખાવા લાગ્યું, અને બાકીનો ભાગ જમીનમાં હોવાથી લોકોએ આ પ્રતિમાને યક્ષ એવું નામ આપ્યું. આ સ્થિતિમાં આ બિંબ ૫૦૦ વર્ષ સુધી રહ્યું. | આટલી બીના ઉપરથી એમ સિદ્ધ થયું કે સેઢી નદીના કાંઠે નાગાર્જુને સેનાસિદ્ધિના રસને ચંભિત (સ્થિર ) કર્યો. આ બાબતમાં પેશાવરની પાસે તાયફા લેકના પ્રદેશમાં રહેનારા જૈને એમ પણ જણાવે છે કે – 66 આ બાજુ નાગાર્જુન પર્વતની પાસે પૂર્વે શ્રી પાર્શ્વનાથનું મંદિર હતું. જેની નજીકમાં સેઢી નદી વહેતી હતી. પાશ્વપ્રભુના બિબના પ્રભાવે નદી દૂર વહેવા લાગી. આ સ્થળે નાગાર્જુને કેવેધી સેનાસિદ્ધના રસને મેળવ્યું, એમ પરંપરાએ અમે સાંભળ્યું છે. ?? ( અપૂર્ણ ) For Private And Personal use only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44