Book Title: Jain Satyaprakash 1936 03 SrNo 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેવાડની પંચતીથી લેખક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મેવાડમાં અત્યારે લગભગ પણ લાખ જેનેની વસ્તી છે. પરંતુ નાગદા, આહડ, કુંભલગઢ, જાવર, ચિત્તોડ, દેલવાડા, ઝીલવાડા, કેલવા, અને કેલવાડા આદિનાં અનેક વિશાલ પ્રાચીન મંદિર, અને પ્રાચીન મંદિરનાં ખંડેરો જોતાં એ કલ્પના કરવી અસ્થાને નથી કે એક સમયે મેવાડમાં લાખો જેનોની વસ્તી હોવી જોઈએ. કહેવાય છે કે જેમ દેલવાડામાં એક સમયે સાડા ત્રણ મંદિરો હતાં, તેવી જ રીતે કુંભલગઢમાં લગભગ તેટલાં જ મંદિરો હતાં. ઉજજડ થએલી જાવર નગરીનાં ખંડેરે જેનાર રહેજે કલ્પના કરે છે કે અહીં એક સમયે સંખ્યાબંધ મંદિર હોવાં જોઈએ. ચિત્તોડના કિલ્લાથી ૭ માઈલ ઉત્તરમાં “નગરી ” નામનું એક પ્રાચીન સ્થાન છે. આ સ્થાનમાં પડેલાં ખંડેરે, ઘડેલા પત્થરો, અને અહીંથી મળેલા શિલાલેખો તથા સિક્કાઓ ઉપરથી રાયબહાદુર પંડિત ગરીશંકરજી ઓઝા, આ સ્થાન પર એક મોટી નગરી હોવાનું અનુમાન કરે છે. તેમનું તો કથન છે કે આ “નગરી નું પ્રાચીન નામ “મધ્યમિકા” હતું. અજમેર જીલ્લાના બર્લી ગામથી મળેલ વીરસંવત ૮૪ ના શિલાલેખમાં મધ્યમિકા ' નો ઉલ્લેખ આવે છે, “મધ્યમિકા” નગરી ઘણું પ્રાચીન નગરી હતી. અહીં પણ સંખ્યાબંધ મંદિર હોવાનું અનુમાન થઈ શકે છે. આવાં અનેક સ્થાનો હજુ પણ મેવાડમાં મૌજૂદ છે. અને ત્યાં એક સમયે અનેક મંદિર હોવાનું અનુમાન થઈ શકે છે. અત્યારના એ વિદ્યમાન મંદિરની પ્રાચીનતા, વિશાળતા, અને મને હરતા જોતાં એમ જ કહેવું જોઈએ કે મોટાં મોટાં તીર્થ સ્થાનને ભૂલાવે એવાં તે મંદિરે છે. એ મંદિરોના સંબંધમાં અનેક પ્રકારની ચમત્કારિક વાતે આજે પણ પ્રચલિત છે. મહાદુઃખનો વિષય છે કે આવાં પ્રાચીન, ભવ્ય, તીર્થ સમાન મંદિર અને મૂતિયો હોવા છતાં એ સ્થાનમાં એના પૂજનારા કાઈ રહ્યા નથી. એવાં મંદિરોના જે પૂજનારા હતા તે કાલક્રમે ઘટી ગયા, અને જે રહ્યા છે તેઓ બિચારા બીજા ઉપદેશકના ઉપદેશથી અંજાઈ પ્રભુ-ભક્તિથી વિમુખ થઈ બેઠા છે. પરિણામે બચ્ચાં બચાવ્યાં એ મંદિરો અને મૂર્તિઓ પણ વેરાન-નિર્જન અવસ્થાને ભોગવી રહ્યાં છે. કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે કોઈ પણ મંદિર યા મૂતિને મહિમા એના ઉપાસકો-પૂજનારાઓ ઉપર રહેલે છે. અસ્તુ. મેવાડની આવી હીનાવસ્થામાં પણ આજે એવાં અનેક સ્થાનો છે કે જે તીર્થસ્થાન તરીકે ઓળખાય છે અને જ્યાં જવાથી ભવ્યાત્માઓને જેમ અપૂર્વ આલ્હાદ થાય છે, એવી જ રીતે શોધખોલ કરનારાઓને અનેક પ્રકારની ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે. મેવાડમાં હિંદુઓનાં જેમ પાંચ તીર્થો પ્રસિદ્ધ છે, તેવી જ રીતે જેનાં પણ પાંચ તીર્થો છે. તેને સંક્ષિપ્ત પરિચય આ છે – ૧ કેશરિયાજી (ષભદેવજી ) ઉદયપુરથી દક્ષિણમાં લગભગ ૪. માઈલ ઉપર આવેલ કેશરિયાજીનું તીર્થ જગમશહૂર છે. કેશરિયાનું મંદિર ઘણું ભવ્ય બનેલું છે. મૂર્તિ મનોહર અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44