Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 9
________________ $ બે બોલ કરવાના કરી શકો વર્ષો અગાઉ જાણીતા પીઢ કર્મઠ સાહિત્યકાર શ્રીયુત મોહનલાલ દ. દેસાઈકૃત જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મેકૂડોનલકૃત “સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ અને એના જેવાં અચાન્ય જૈન અજૈન પુસ્તકોને જોઈને એક ફુરણા થયેલી કે પ્રાકૃત તેમજ સંસ્કૃત સાહિત્યને લગતા જૈનધર્મના તમામ ગ્રંથોનું, તેના પરિચય સાથે એક સંસ્કરણ તૈયાર થવું જોઈએ. તે પછી તો જેઓને શ્રેષ્ઠશ્રેષ્ઠતમ કોટિના ગણી શકાય, તેવો વિદ્વાનો, ખાસ કરીને અજૈન વિદ્વાનોના હાથે લખાયેલાં ઇતિહાસ વિષયક પુસ્તકો અને તેમાંનાં પ્રકરણો આંખે ચઢવા માંડ્યાં, અને જ્યારે એમાં જૈન સાહિત્ય તેમજ તેના સાંસ્કૃતિક વિષય અંગેની અલ્પજ્ઞતા અને અજ્ઞાનતા જોઈ, ત્યારે તો તે માટે મને ભારે દુઃખ થયું અને આપણા શ્રીસંઘની બેદરકારી માટે શરમ પણ ઊપજી. અરે ! કેટલાક લેખકોએ તો જાણે-અજાણે પણ, જૈનધર્મના મર્મની સમજણોના અભાવે, તેના સિદ્ધાન્તો અને સંસ્કૃતિને ભારે અન્યાય આપતી વિકૃત રજૂઆતો પણ કરેલી જોઈ, ત્યારે તો મારી પૂર્વોક્ત ભાવના બળવત્તર બની ગઈ. આમાં મને ચોક્કસપણે એ પણ લાગ્યું પહેલા અપરાધી જો કોઈ હોય તો તે જૈન ધર્મ-સંસ્કૃતિના ઉપાસકો તરીકે ગણાતા આપણે જ છીએ, જેમણે પોતાની અજોડ, અદ્ભુત, અનુપમ અને વિશ્વોપકારક સાહિત્યની કીમતી સમૃદ્ધિને, પ્રસિદ્ધિનો જોઇએ તેવો પ્રકાશ આપ્યો નથી. પરિણામે ભગવાન્ જિનેશ્વરદેવની મુદ્રાથી અંતિ, આપણા સંગીન અને મૌલિક સાહિત્યની પુનિત અને નિર્મળ ગંગા, યોગ્ય આત્માઓના હૃદયનયનપથ સુધી બરાબર પહોંચી શકી નથી અને એનો સુયોગ્ય વિદ્વાનોને પણ, બહુ ઓછો લાભ મળ્યો છે. આમ છતાંયે મારે એ કહેવું જ જોઇએ કે આજ સુધીમાં જેટલું જૈન સાહિત્ય પ્રસિદ્ધ થયું છે તે પણ વિપુલ પ્રમાણમાં છે અને છેલ્લા દશકામાં તો આધુનિક દૃષ્ટિએ સંપાદિત થયેલું સાહિત્ય પણ ઠીક ઠીક પ્રમાણમાં બહાર પડી ચૂકયું છે, છતાં આજના વિદ્વાન લેખકો તેને લક્ષ્મપૂર્વક વાંચતા નથી, સમજતા નથી અને ઉપર ઉપરથી વાંચીને ઇધર-તિધરથી ઉઠાવીને પોતાના ગ્રંથમાં માત્ર બે ત્રણ પાનાં, જૈન-દર્શન, સાહિત્યને લગતાં લખવાનાં રાખ્યાં હોય તે ભરી દે છે અને પોતાની જાતને સંતોષ મનાવે છે. પણ આ રીતે માત્ર પાનાં ભરવાથી જૈન સાહિત્યને ક્યારેય ન્યાય કે સંતોષ આપી શકાતો નથી. અને આ જ કારણે બીજા નંબરના અપરાધી તરીકે હું લેખકોને સૂચવી શકું ! પણ હવે બન્નેએ નિરપરાધી બનવું જોઈએ. જૈનસંઘ તરફથી તો છેલ્લા દશ વર્ષમાં અનેકદેશીય સાહિત્ય બહાર પડ્યું છે ને હવે એ દિશામાં સારા પ્રમાણમાં પ્રયત્નો જારી પણ છે. એટલે હવે લેખકોને પોતાનો ધર્મ બજાવવાનો રહે છે. એટલે કે તેઓએ જૈન સાહિત્યનો ઊંડા ઉતરીને મનનપૂર્વક ઠીક ઠીક અનુગમ કરવો જ જોઇશે એના માલિક ઉદેશો ને ઉતમ સંદ્ધાંતો, એની પરિભાષાઓ ને અજોડ ખૂબીઓ અને વળી, એના સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેને, ખૂબ ખૂબ અર્થપૂર્ણ રીતે સમજવા જોઇશે. જૈન દર્શન એ એક નિરાલું દર્શન છે. એની સર્વજ્ઞમૂલક ખૂબીઓ અનન્ય છે. મધ્યસ્થભાવે આમૂલચૂલક અધ્યયન કર્યા વિના એનું સાચું રહસ્ય લાધશે નહિ અને એનું સાંસ્કૃતિક ગૌરવ પણ સમજાશે નહીં. અન્ય સંસ્કૃતિઓના અધ્યયન સાથે ભારતની આ મહાન્ સંસ્કૃતિનું અધ્યયન નહિ થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 340