Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ [12] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ભાગ-૧ પુનર્મુદ્રણ આજથી પચાસ વર્ષ પૂર્વે જ્યારે સાધન સામગ્રી ઓછી હતી અને મુદ્રણ વ્યવસ્થા સુગમ ન હતી ત્યારે પણ ટાંચા સાધનો દ્વારા પણ જે ઇતિહાસો લખાયા છે એવું કાર્ય કરવાવાળા આજે આપણને ક્યાંય નજરે પડતાં નથી. પરંતુ વર્ષોથી દુર્લભ બનેલા આ ગ્રંથોને સુલભ કરવા પુનર્મુદ્રણ / પુનઃપ્રકાશનની પ્રવૃત્તિ જોવા મળે છે. જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧,૨ અને ૩નું પુન:પ્રકાશન તાજેતરમાં (૨૦૫૬, ૨૦૧૭, ૨૦૫૯માં) યશોવિજય જૈન આરાધના ભવન દ્વારા પાલીતાણાથી થયું. નૈન સાહિત્ય | ગૃહદ્ તિહાસ ના ૧ થી ૭ ભાગોનું પુનર્મુદ્રણ પાર્શ્વનાથ શોધપીઠ વારાણસીથી થયું છે. ૫. પાર્શ્વનાથ ની પરંપરા વતિહાસ –લે. જ્ઞાનસુંદર. આનું ત્રણ ભાગમાં પુનઃ પ્રકાશન પં. શ્રી રત્નસેનવિજયજીના સંપાદનપૂર્વક દિવ્યસંદેશ-મુંબઇથી થયું છે. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' પ્રવચન પ્રકાશન-પુનાથી પુનર્મુદ્રિત થયો છે. (આ પુનઃપ્રકાશન પ્રાયઃ ફોટો ઝેરોક્ષ પદ્ધતિથી મર્યાદિત નકલોમાં થયું હોવાથી અપ્રાપ્ય બની ગયું છે. આ ઇતિહાસનું ઓફસેટ પદ્ધતિથી મોટી સાઈઝમાં પુન:પ્રકાશન કાર્ય શરૂ થયું છે. અને આ. ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિમાં ટુંકમાં પ્રગટ થશે.) અમને થયું કે કાપડિયાના ઇતિહાસના ભાગોનું પણ પુનઃપ્રકાશન થવું જોઇએ. આ બાબત મેં સુદદ્ધર આચાર્યપ્રવર શ્રી રત્નસુન્દરસૂરિ મ. સા. ને જણાવી. તેઓનો ઉત્તર આવ્યો કે આના પુન:પ્રકાશન સંપાદન વગેરે બાબતો આપ જ સંભળો અને આના પ્રકાશન-ખર્ચનો લાભ શ્રી સાંતાક્રુઝ જૈન તપાગચ્છ સંઘને આપો. આ પછી શ્રી સાંતાક્રુઝ જૈન તપગચ્છ સંઘ (પશ્ચિમ) ના ટ્રસ્ટીવર્યો રૂબરૂ મળીને આ ગ્રંથ સારામાં સારી રીતે પ્રકાશિત કરવા અને એનો સંપૂર્ણલાભ સંઘના જ્ઞાનખાતામાંથી લેવાની ભાવના વ્યક્ત કરી. આ પછી આ ગ્રંથનું કાર્ય તુરંત શરૂ થયું. પ્રથમ ભાગ આપના હાથમાં છે. ભાગ ૨ અને ૩ પણ આ જ ગ્રંથાવલિમાં આના અનુગામિ બનીને આની સાથે જ પ્રગટ થઈ રહ્યા છે. લેખકશ્રીનો પરિચય : શ્રી હીરાલાલ કાપડિયાના પરિચય માટે શ્રી રમણલાલ સી. શાહનો લેખ અન્યત્ર આપ્યો છે તેમાંથી લેખકશ્રીના જીવન અને સાહિત્ય વિશે વિશેષ પરિચય મળી જશે. આનંદદાયક સમાચાર : શ્રી હીરાલાલભાઈએ લખેલા બધા લેખો વગેરે સાહિત્ય પ્રગટ થઈ શક્યું નથી. જે છપાયું છે તે પણ જુદા જુદા અનેક પત્ર, પત્રિકાઓના વિવિધ અંકોમાં પ્રગટ થયું હોવાથી વાચકો માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 340