Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ [10] જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૧ મર્યાદાને ગ્રંથમર્યાદા નક્કી થઇ. પછી એમણે કાર્ય શરૂ કર્યું. રૂપરેખા તો ઠીક જળવાઇ, પણ બાકીની મર્યાદાઓ જળવાઇ ન શકી. ગ્રંથમર્યાદા તો ત્રિગુણાધિક થઇ ગઇ, જેથી ત્રણ ખંડો પાડવાનું નક્કી થયું, અને પરિણામે સંસ્થા આજે તેનો પેલો ભાગ જ પ્રસિદ્ધ કરી રહી છે. આ પ્રકાશન દ્વારા જૈન સંસ્કૃત સાહિત્યની વિશાળતાનો અને તેની અનેકવિધ ખૂબીઓનો અર્થાત્ જૈન વિદ્વાનોએ વિદ્યા-કલા અને સાહિત્યના કેટકેટલાં ક્ષેત્ર ઉપર કલમ ચલાવી છે તેનો ખ્યાલ મળશે, અને ઘણા ભ્રમો, અધૂરા ખ્યાલો દૂર થશે અને વળી આ પ્રકાશનથી જૈન-જૈનેતર વિદ્વાન વાચકોને પ્રચૂર માહિતીઓ અને અનુભવો પણ મળશે. આશા છે કે, જૈન-અજૈન જનતા, આવા ઉપયોગી પ્રયત્નનો જરૂ૨ સમાદર ક૨શે. આ ગ્રંથમાં ઉઠાવેલા પ્રબલ પરિશ્રમ અંગે વિદ્વાન્ લેખક શ્રી કાપડિયાને સહર્ષ ધન્યવાદ આપું છું, અને તેમની જૈન સાહિત્યની શેષ સેવાઓનું વિધવિધ રીતે દર્શન કરાવવાની તેમની અખૂટ ભાવના સફળ બને એવી શુભેચ્છા સેવું છું. આટલું કહ્યા બાદ એક વાતનું સંસૂચન કરવાનું ઉચિત સમજું છું તે એ કે– ઇતિહાસ– સાહિત્ય વગેરે એવી ચીજ છે કે, એમાં પૂરેપૂરા નિર્ણયો લેવાયા જ છે એવું નથી હોતું. જે હોય છે તેમાં કેટલાક એવા પણ હોય છે કે જે સંપૂર્ણ રીતે સાચા ન પણ હોય, આનુમાનિક પણ હોય, ને છેવટે સંભવિત પણ રાખવામાં આવ્યા હોય. મારે અહીં એ કહેવું જોઇએ કે, વિદ્વાનોએ કેટલાક સંયોગોમાં ઉપરોક્ત સ્થિતિને માન્ય રાખી છે, પણ તે એવા સાધનો અને સાહિત્ય માટે કે જે અપ્રાપ્ય હોય અને જેની હકીકતો મળતી ન હોય ! પરંતુ આમાં, કેટલીક પ્રકાશિત અને લભ્ય કૃતિઓ માટે એવું બને ત્યારે તે કેમ ગમે ? અને આથી અમુક કૃતિ પ્રત્યક્ષ રીતે એક માહિતી આપતી હોય ત્યારે આ પ્રકાશનમાં બીજી જ માહિતી જણાવતી હોય ! ક્યાંક ક્યાંક તો ઉલ્ટી જ હકીકત પણ રજૂ થઇ હોય. વળી, કેટલીક પ્રાકૃત કૃતિઓને સંસ્કૃત માનીને, અજૈન કૃતિને જૈન ગણીને, પ્રકાશિત કૃતિને અપ્રકાશિત સમજીને પરિચય અપાયો છે. ક્યાંક અનૈતિહાસિક વિધાન પણ નજરે ચઢી જાય છે. આ માટે આપણા માનનીય લેખક વિદ્વાને, થોડોક વધુ પરિશ્રમ કરીને. જો સંસ્થાઓની સૂચીઓ મેળવી લીધી હોત, અને થોડી વધુ જાંચ કરી હોત તો, સૂચિત ક્ષતિઓથી આ સંસ્કરણને જરૂર બચાવી શકાયું હોત! અને આવું અતિપરિશ્રમ અને વ્યય સાધ્ય પ્રકાશન, શહાદતો (References) માટેનું પ્રામાણિક સાધન બની ગયું હોત !' અને આ ગ્રંથ લખાવવા પાછળ સંસ્થાની જે ભાવના અને લક્ષ્ય હતું તે વધુમાં વધુ રીતે પાર પડ્યું હોત ! અસ્તુ ! અન્તે જૈન શ્રીસંઘને વિનંતિ કે, સંઘના પ્રત્યેક અંગને, પોતાની અણમોલ સાહિત્ય સંપત્તિનું દર્શન થાય અને તેમાંથી અનેકવિધ કલ્યાણકર પ્રેરણાઓ મેળવે, એ માટે આ પ્રકાશનને જરૂર વસાવી લે. [પ્રથમ આવૃત્તિમાંથી સાભાર.] Jain Education International For Personal & Private Use Only શ્રીયશોવિજય મ. સા. માટુંગા (મુંબઇ) જેઠ સુદિપૂર્ણિમા વિ. સં. ૨૦૧૦ www.jalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 340