Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 10
________________ બે બોલ [9] ૯ ત્યાં સુધી અન્ય સાંસ્કૃતિક અધ્યયનો અપૂર્ણ જ રહેશે અને વિદ્વાનોને તે ચમકતાં નહિ જ લાગે. આ વાત હું જ કહું છું એમ નથી પણ આજના માધ્યસ્થવૃત્તિ ધરાવનારા અજૈન વિદ્વાનો પણ આ જ હકીકતને જાહેરમાં જોરશોરથી કહે છે. એટલે અજૈન વિદ્વાનોને મારી વિનંતિ છે. કે તેઓ જરી-પુરાણા થયેલા અસત્ પૂર્વ ગ્રહોને હવે ઝડપથી છોડે, પરાયા ભાવને તિલાંજલિ આપે, અને જૈન સંસ્કૃતિનું અધ્યયન-અધ્યાપન કરવા-કરાવવામાં, પૂરતો રસ અને ઉત્સાહ દાખવે. આ ઠેકાણે મને જણાવતા આનંદ થાય છે કે, આપણા કેટલાય ભારતીય વિદ્વાનોને એ પ્રતીતિ થઈ છે કે જૈન સાહિત્યમાં સાર્વદેશીય અને સાર્થક્ષેત્રીય હકીકતનો અખૂટ ખજાનો ભર્યો છે. એટલે તે તરફ હવે તેઓનું ઠીક ઠીક પ્રમાણમાં આકર્ષણ વધતું ચાલ્યું છે. તેઓ જૈન-સંસ્કૃતિના અધ્યયનમાં રસ લઈ રહ્યા છે, અને અધ્યયનની વિશિષ્ટ દિશાને ખુલ્લી કરી મોકળી કરી રહ્યા છે. અને તેમના જ હાથે “જૈનસંઘ પાસે વિપુલ સાહિત્ય સમૃદ્ધિ નથી, અને સાર્વદેશીય સાહિત્ય-સર્જન છે જ કયાં?” ઇત્યાદિ જે જે ગેરસમજ ભર્યા અભિપ્રાયો, ખોટી રીતે બંધાયા હતા અને તેથી કેટલાકના હાથે જે અસંબદ્ધ વિધાનો બોલાયાં, લખાયાં અને છપાયાં હતા, એનાં પરિમાર્જનની શરૂઆત પણ થઈ ચૂકી છે. એ ખરેખર! એક અતિ આનંદનો વિષય છે. જૈનસંઘને મારી સૂચના છે-વિનંતિ છે કે, વર્તમાન પરિસ્થિતિ, જૈન સંસ્કૃતિના પ્રકાશ અને પ્રચાર માટે તો એટલી અને એવી અનુકૂળ છે કે, જો જૈન સંસ્કૃતિના પ્રચાર અને પ્રકાશ માટે, વિવિધ પ્રકારે હરણફાળ ભરવામાં આવે તો જૈન સંસ્કૃતિનો પ્રવાહ વિશ્વભરમાં વહેતો કરી શકાય અને એ પ્રવાહમાં અનેક આત્માઓ ડૂબકી મારીને પાવન બની શકે ! પણ અફસોસની વાત એ છે કે, વર્તમાન કલહ-કંકાસમાં અટવાઈ ગયેલા જૈનસંઘના સૂત્રધારોને પ્રચારનું મૂલ્ય સમજાયું જ નથી. અને જેઓને સમજાયું હશે તેઓ સક્રિય પ્રયત્નશીલ નથી. પરિણામે વર્તમાનની સાનુકૂળ પરિસ્થિતિનો સર્વાગી લાભ શ્રીસંઘ ઉઠાવી શકતો નથી એ બીના જેટલી ખેદજનક છે તેટલી જ દુઃખદ છે આ દુઃખદ પરિસ્થિતિનો જલ્દી અંત લાવવો જોઈએ. આટલી વાત તો પ્રાસંગિક હૈયે હતી, તેમાંથી થોડીક હોઠે આવી અને કલમે અહીં ટપકાવી. હવે મૂળ મુદા પર આવું. આ પુસ્તક પ્રકાશક સંસ્થાના સૂત્રધારોને, વર્તમાન સમયમાં જાહેર પ્રજાને પોતાના સમૃદ્ધ વારસાનાં દર્શન કરાવવાની અને જૈનધર્મની સેવામાં પોતાનો કિંતુ ફાળો નોંધાવવાની, જૈન સંસ્કૃતિ અને સાહિત્યની પ્રૌઢતા, પ્રખરતા અને ગંભીરતા જોવાની ભાવના પ્રગટી અને જાણીતા સુરતનિવાસી, અનેક કૃતિઓના સંશોધક, સંપાદક અને અનુવાદક, વિદ્વાન લેખક શ્રીયુત હીરાલાલ રસિકલાલ કાપડિયાને મળવાનું થયું ત્યારે તેઓએ પોતાના પ્રકાશિત પ્રાકૃત ભાષાના ઇતિહાસની જેમ, જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ લખવાની પ્રેરણા કરી, અને પોતાની પાસે તેની કાચી સામગ્રી સારા પ્રમાણમાં હોવાનું પણ જણાવ્યું. અર્થાત્ આ વિષયમાં તેમણે ઘણી સારી તૈયારી બતાવી. પૂજ્ય ગુરુદેવો અને સંસ્થાના કાર્યકરોને આ વાત કરતાં, પ્રસ્તુત વાતને તેઓએ સહર્ષ વધાવી લીધી. પછી શ્રી કાપડિયા સાથે, તેની રૂપરેખા, કાર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 340