Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01 Author(s): Munichandrasuri Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana View full book textPage 7
________________ પ્રકાશકીય જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” ભાગ- ૧,૨,૩ ડૉ. હીરાલાલ કાપડિયાએ તૈયાર કર્યા હતા. આ ત્રણ ભાગોનું પ્રકાશન પૂ. આ. ભ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા. મુનિપ્રવરશ્રી યશોવિજયજી મ. સા. (હાલ પૂ. આ. ભ. શ્રી યશોદેવસૂરિ મ. સા.) ની પ્રેરણા અને માર્ગદર્શન પ્રમાણે “શ્રી મુક્તિકમલ જૈન મોહનમાલા” વડોદરા દ્વારા ઈ. સ. ૧૯૫૬, ઇ. સ. ૧૯૬૭ અને ઇ. સ. ૧૯૭૦માં થયું હતું. ઘણાં વર્ષોથી દુર્લભ બનેલા આ ગ્રંથોનું પુન:પ્રકાશન કરતાં અમને ઘણો હર્ષ થાય છે. પૂ. આ. ભ. શ્રી અરવિન્દસૂરિ મ. સા., પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા. આદિના માર્ગદર્શન મુજબ અમારી ગ્રન્થમાલામાં વિવિધ ગ્રન્થો પ્રગટ થતાં રહે છે. પ્રસ્તુત ગ્રન્થનું સંપાદન પૂ. આ. ભ. શ્રી વિજયમુનિચન્દ્રસૂરિ મ. સા. એ કર્યું છે. તેઓશ્રીએ શ્રી કાપડિયાના લખાણને એ જ પ્રમાણે રહેવા દીધું છે. જ્યાં નવી વિગતો, હકીકતફેર કે સુધારો જરૂરી જણાયો ત્યાં તેઓશ્રીએ ચોરસ કૌંસ [ ] માં સુધારા, ઉમેરા વગેરે મુક્યા છે. આ પ્રકાશનથી જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ જાણવામાં ઘણી સહાય થશે. અભ્યાસીઓ આ ગ્રંથનો વધુને વધુ ઉપયોગ કરે એ જ અભિલાષા.. આ. ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ આ. 3ૐકારસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સૂરત. ટ્રસ્ટીગણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 340