________________
ર
ચંદ્રવર ચાલે તા વખતે"દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ અને સૂર્યસ્વર ચાલે તેા વખતે પૂર્વ અને ઉત્તર તરફ્ જવું ચેાગ્ય ગણાય છે. લડાઈ ટેટાના વખતમાં અથવા કાર્યમાં જવાને વાસ્તે સૂર્યસ્વર સારા છે. અને બાકીને વાસ્તે ચંદ્રસ્વર સારા છે. કેમકે ચંદ્રસ્વર એ અમૃત નાડી છે. ચંદ્રસ્વર ચાલતા હોય તે વખતે ડાબી તરફના શુકન થાય તે પૂર્ણ મૂળ આપવાવાળા હાય છે. અને સૂર્યસ્વરમાં જમણી તરફના શુકના સારા ફળ આપવાવાળા હોય છે. રકતસ્વરમાં સારા શુકન કમોર, અને પૂર્ણસ્વરમાં કમજોર શુકન તાકાતવાળા હાય છે. ઘેરથી ચાલતાં જો તરતજ સારા શુકન થાય તે સમજવું કે તુરતજ ફળ પ્રાપ્તિ થશે, અને ગાઉ બે ગાઉ ગયા પછી થાય તા જાણુવું કે ફળ પ્રાપ્તિ મેાડી થશે. શુકન શાસ્ત્રનું માન છે કે ચર અગર ગામની તજદીકમાં સારા શુકન થાય તે ઉત્તમ સમજવા. મુ સાફરી વિગેરે કાર્યે જતાં ખરાબ શુકન થાય તે! તે કામ કરતા અટકવું. ત્રીજી વખત પણ જો તે કામ કરતા ખરાખજ શુકન થાય, તે તેા અવશ્ય તે કરતાં અટકવું જ. સજ્જનોએ નિમિત્ત, અને શુકન શાસ્ત્ર ના કહે તે વખત કામ ન કરવું.
23 *
23
32
શબ્દ શુકન એને કહે છે કે જે શબ્દ દ્વારા સંભળાઇ આવે. દાખલા તરીકે જતી વખતે કાઈ પુરૂષ ખેલે કે “ ફતેહ કરી ” “ ફતેહ થશે '' તા સમજવું કે શુકન સારા થયા. અગર કોઇ ખેલે કે “ હમારૂં નસીબ ફુટેલું છે. ખતા ખાશેા “ પુસ્તાશા વિગેરે ખેલે તા સમજવું કે શબ્દ શુકન નઠારા થયા. વારના કરતાં તીથી, તીથીથી નક્ષત્ર, નક્ષત્રથી કર્યું, કહુથી લગ્ન, લગ્નથી નિમિત્ત અને નિમિત્ત કરતાં સ્વરાય જ્ઞાન મળવાન છે. જે દેશ જવાના અગર જે કામ કરવાના તમારા વિચાર ન હાય તા તે કરવું નહીં. કેમકે આપણું મન પણ એક જાતનું શુભાશુભ જણાવી દેવાને મજબુત છે. મુસાફરી કરનારે અવશ્ય દેવગુરૂને નમસ્કાર કરીનેજ નીકળવું જોઇએ. કે જેથી અશુભ કર્મો નાશ પામે. મુસાફરીના પહેલાં જો જિનેશ્વરની મૂર્તિ, નિર્ગન્ધ, મુનિ અને તીર્થ ભૂમિ જોવામાં આવે તા નિ શ્રય જાણવું કે તીર્થ યાત્રા જરૂર થશેજ.
મુસાફરીના વખતમાં મરદનું જમણું અને સ્ત્રીઓનું ડાબું અંગ ક્રૂરકવું ઉત્તમ જાવું. તથા ષડજ, રિષભ, ગાંધાર, મધ્યમ, અને પચમ સ્વરના અવાજ સંભળાય તા તે પણ શુભ જાણવા. પશુ સ્વરતું જ્ઞાન સમજવું એ અક્કલમંદનું કામ છે. દરેક પુરૂષોએ પોતાના સ્વાભાવિક અવાજ કયા સ્વરમાં નીકળે છે, તે પણ શિખવું જોઇએ. જતી વખતે પોપટનો અવાજ ડાભી તરફ સંભળાય, અને ધેર આવતી વખતે જમણી ખાજુ સંભળાય તેા ઉત્તમ જાવું, પ્રયાણ વખતે જો પાપટ ઉડીને સામે આવે તાપણુ શુભ સમજવુ, પશુ રડતા સામે પડે તેા અશુભજ જાણુg: નીકળતી વખતે જેને ઘેાડા હણુહાટ કરે. અને જમણા પગેથી ધરતી ખણે તા જરૂર કેંતેહ થશે માનવું, જો મારા અવાજ, ચકાર પક્ષીના અવાજ અને *ભારજ પક્ષીના અવાજ સભળાય, અગર માર, ચકાર, અને ભારદ્વાજ પંખી નજરે દેખાય તા અવશ્ય શુભ સમજવું.
જે દેશમાં ભ્રમિક'પ થાય ત્યાં સમજવું કે કોઇ પ્રકારના ઉપદ્રવ થશે. જે શહેરના દરવાજાપર, અગર દેવમ ંદિરપર વિજળી પડે ત્યાં જાણવું કે ઝગડા ટી ફેલાશે. જ્યાં દેવ મૂર્તિ હસતા ચહેરાની દેખાય ત્યાં પ્રજાને કાંઇ દુઃખ થશે, એમ જાણુવું. જ્યાં દિવાલપરની ચિતરેલી પૂતળીઓ હસતા વદનની, ભ્રુકુટી ચઢાવી ગુસ્સાવાળી અને રડતી હોય ત્યાં સમજવું કે ઉજ્જડ થશે અને લેાકાને ધર છેડી ભાગવું પડશે. જ્યાં દેવસન્ધિર અગર રાજ્યગૃહમાં વિના અગ્નિથી આગના અગારા ઝરવા લાગે ત્યાં દગારીસાદ થઇને લાકા કંઈક તરેહની મુશ્કેલીમાં પડશે, જે દેશમાં ધૂમ્રકેતુ દેખાય ત્યાંના લોકાને દરેક વાતની તકલીફ પડશે એમ જાણુવું. સારા લક્ષણ અને ખૂબસુરત પુરૂષ અગર સ્ત્રી હમેશાં દૌલતમંદ હાય છે. દુનિયામાં રૂપ છે તે એક જાતનું વશીકરણ છે. જે પુરૂષ હિંમત બહાદુર હાય છે, તે અવશ્ય ખુશ નશિખજ હોય છે. કહ્યું છે કે “ સર્વ સત્યે પ્રતિષ્ઠિતમ્ ” જ્યાં સત્ય છે ત્યાં બધુંજ છે. કૃતિનુમમ્.
૧ ડાબી બાજુના શ્વાસ. ૨. જમણી બાજુના શ્વાસ.
* જેને લોકો રૂપારેલ કહે છે.