Book Title: Jain Panchang 1911 1912
Author(s): Bhagubhai Fatehchand Karbhari
Publisher: Bhagubhai Fatehchand Karbhari

View full book text
Previous | Next

Page 27
________________ શ્રી શુકનવિચાર. મુસાફરી વિગેરે કોઈ પણ કામમાં સારા શુકન થવાથી સારું, અને નરસા શુકન થવાથી નરસું ફળ પ્રાપ્ત થાય છે. શકન બે પ્રકારના, એક દ્રષ્ટિ અને બીજા શબ્દ, દ્રષ્ટ શકન એને જાણવા જે મુસાફરીની શરૂઆતમાં જોવામાં આવે, અને શબ્દ તે જાણવા કે જે સાંભળવામાં આવે. ચાલતી વખતે જૈનમુનિ, તેજ ગામને રાજા, હાથી, ઘોડા, મોર, બળ, રાજહંસ, સ્ત્રી પુરૂષને ઘેર આવતું જોડલું, પદ્મની સ્ત્રી, જિનમૂર્તિ સહિત કોઈ પુરૂષ, દાગીના, ધ્વજ, છત્ર, ચામર, સેનાચાંદી, રથ, પાલખી, વિણા, સારંગી, તબલા વિગેરે વાઘ, કુંવારી કન્યા, પાકી રસને થાળ, વગર ધુમાડાની આગ, ગાયન ગાતી સ્ત્રી, આરસો, ભરેલો ઘડો લઈને આવતે પુરૂષ કે સ્ત્રી, મલયાગિરિ ચંદન, દુધ, દહીં, ઘી, ગોરોચન, મધ, સુરમો, કમળ, ઝારી, હથિયાર, પંખો, સિંહાસન, ઝવેરાત, અંકુશ, ત્રાંબુ, ચોખા, સરસવ, છોકરાને ગોદમાં લઈ આવતી સ્ત્રી, પાન બીડી, વનસ્પતિ, મીઠાઈ ધોયેલાં કપડાં લઈ આવતો ધાબી, અત્તર વિગેરે ગંધ, રસ, સ્પર્શવાળી કઈ ચીજો જે જોવામાં આવે તો સમજવું કે મુસાફરી વિગેરે ધારેલું કામ પાર પડશે. કોઈ, કોઈનું ભલું બુરું કરી શકતા નથી, થવું ન થવું નશીબની વાત છે. ચાલતી વખતે ગર્ભવતી, રજસ્વળા, અથવા વિધુરાવસ્થાવાળી સ્ત્રીઓ મળે, તે જાણવું કે લાભ થશે નહીં. પણ જે પોતાની માતા વિધુર હોય, તો કાંઈ અડચણ નહીં, કારણ માતા હમેશાં પુત્રનું કુશળજ ચાહે છે. ઘેરથી અથવા તે ગામથી હેજ ચાલ્યા પછી જ મળે તે જાણવા. આ માટે આખો રસ્તાજ કાંઈ જવાની જરૂર નથી. જે ઉંટ, ગધેડું, અથવા ભેંસ પર બેઠેલો કોઈ માણસ, રડતો - અવશ્ય ખરાબ જ છે. ગામમાં દાખલ થતી વખતે પિતાએ હસવું અગર ગાવું તે પણ અશુભ જ છે. પણ તેડવા આવેલામાંથી કોઈ હસે અથવા ગાય તો અડચણ નથી. નીકળતી વખતે જે પિતા પછાડી ખાલી ઘડે લઈ સ્ત્રી અગર પુરૂષ આવતો હોય તો સમજવું કે શુભ ફળ થશે, કારણ કે જેમ ખાલી પાત્ર લઈ ચાલનાર પોતાને ઘેર જેમ પાત્રને ભરીને આવે છે, તેમ મુસાફરે પણ સમજવું. કે તે પ્રાપ્ત કરીને જ આવશે, ખાલી આવશે નહીં. સર્પ, ગિડી, ગોહ, (એક સર્પની જાત) જો મુસારી કરનારને મળે તે ખરાબ જાણવું. ડાભી તરફ ભમરો આવીને ગુંજારવ કરે, અગર ફુલને રસ લેતો જોવામાં આવે, મરવાનો અવાજ સંભળાય, અગર દેખાય તે સારું સમજવું. ચાલતી સમયે જે પગ પહેલો ઉઠાવવામાં આવે, તેને જે ઠોકર લાગે અગર અટકી જાય, કપડું ફસાઈ જાય, તે બુર સમજવું. લુલા, લંગડા, કાણુ, આંધળા, ભારો લઈને કઠિઆરો, રિસાદ કરતી બિલાડી, અને ખરાબ વાસવાળી વસ્તુઓ, કોલસા, રાખ, હાડકા, વિષ્ટા, તેલ, ગોળ, ચામડું, ચરબી, ખાલી અથવા તટેલ વાસણુ, મીઠું, સુકું ઘાસ, છાસ, કપાસ, અનાજનાં ફોતરાં, વાળ, કાળા રંગની ચીજ, લાટું, ઝાડની છાલ, દવા, બારણું બંધ કરવાને આગળો, ( જે ભીંતમાં હોય છે તે લોઢાની સાંકળ, ખરલ, અને ખરાબ ગંધ, રસ, સ્પર્શવાળી ચીજો મળે, અથવા અકાળે વૃષ્ટિ થાય તો જરૂર માઠું પરીણામ જ આવે. હાથમાં કળ લઈને આવતાં સ્ત્રી-પષ અગર તળ ચાવતે કોઈ સમ્સ અથવા છત્રી લીધેલે કોઈ સબ્સ અથવા છત્રી લીધેલો કોઈ માણસ મળે, સારસ પંખીનું જોડું જોવામાં આવે, ( એક સારસ દેખાય તે સારું નહીં) અથવા બેલતાં સંભળાય તો અવશ્ય ફળદાયક જાણવું. રડતા સ્મશાનીઆ - સાથે જ મુડદું મળે તો ખરાબ, ૫ણુ સારંગી તબલા સહિત ગાતા સ્મશાનીઆઓ શબ લઈને મળે તો સારા શુકન જાણુવા. જે નીકળતી વખતે પછાડીની અગર જમણી બાજુની હવા હોય તે, શુભ, ને સામેની અથવા ડાબી બાજુની હેય તે અશુભ થાય છે. ઘેર આવતી વખતે પણ આ મુજબજ સમજવું. જે મેળા આને અવાજ સાંભળવામાં આવે. અગર સામે જોવામાં આવે, તેતર અથવા મરવું જમણી બાજી ' અગર સામે જોવામાં આવ, અને ગધેડું ડાબી તરફ ભૂકતું સાંભળવામાં આવે તો શુભ થાય.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42