Book Title: Jain Kavio
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૪૨ જનવિભાગ ચુસ્ત જૈન હતા અને યુદ્ધવિશારદ પણ હતા. તેમણે આબુમાં લાખો રૂપિયા ખર્ચા હિંદુસ્તાનની શિલ્પકળામાં એક મંદિર કરાવ્યાં છે. આ સિવાય મેગલ સમ્રાટ અકબરના મંત્રી ટોડરમલ અને કર્મશાહ પણ પ્રસિદ્ધ છે જેમાં ટોડરમલ મુસદ્દી મંત્રી અને વીર ધે હતો. તેણે જ અકબરના સમયમાં ખેતરોની માપણી કાઢી હતી કે જે માપણી થોડા ઘણું ફેરફાર સાથે હજુ પણ ચાલુ છે. લંબાણના ભયથી હું બધા મંત્રીઓનાં જીવન નથી આપી શકો. ધીમે ધીમે તેમની પણ ઓળખાણ કરાવીશ. હવે છેલ્લે જૈન દાનવીર સંબંધે ટુંકાણમાં કહી હું વિરમીશ. જૈન દાનવીરોની ઓળખાણ કરાવવી એ તો સૂર્યને દીપકવડે એાળખાવવા સરખું છે. જૈનોની દાનવીરતા ઘણે સ્થલે પ્રસિદ્ધ છે. જૈનધર્મના સિદ્ધાતિ જ એવા ઉદાર છે કે જેમાં દરેક મનુષ્યએ થોડે ઘણે અંશે ઉદાર બનવું જ જોઈએ. તેઓએ હરકઈ રીતે શક્તિ પ્રમાણે દરરોજ થોડું ઘણું દાન આપવું જોઈએ. જૈન રાજાઓએ, મંત્રીઓએ અને જૈન શેઠીયાઓએ અનેક સ્થળે અઢળક પૈસો ખચ પિતાની દાનવીરતા બતાવી છે. તેમાંય મંદિર પાછળ, જૈન દર્શનની ઉન્નતિ પાછળ અને દેશના રક્ષણ માટે ભયંકર દુષ્કાળમાં લગાર પણ આંચકે ખાધા સિવાય પુષ્કળ પૈસો ખચ પિતાની દાનવીરતા કાયમ રાખી છે. તેમાંના ઐતિહાસિક દષ્ટિએ મહમ્મદ બેગડાના સમયમાં ૧૩૧૫ ના ભયંકર દુષ્કાળમાં ગુજરાતના દાનવીર શેઠ એમાહોડલીયે પિતાની ઉદારતાથી ગુજરાતમાં દુષ્કાળને બદલે સુકાળ જેવું કરી પિતાનાં બીરૂદ સાચવ્યાં હતાં. તેમજ કચ્છભદ્રેશ્વરના શેઠ જગડુશાહે ( ગુજરાતના કુબેર ભંડારી) પણ ભયંકર દુષ્કાળના સમયમાં આખા હિંદુસ્તાનને મદદ કરી કાળના મુખમાંથી ઘણું મનુષ્યોને બચાવ્યા હતા. તે વખતના હિંદના પ્રખ્યાત રાજા મહારાજાઓને પણ તેણે પિસ અને દાણા આપી બહુ મદદ કરી હતી. આ ગુજરાતના કુબેર માટે ઘણું ઘણું કહેવાનું છે પરંતુ સમય ન હોવાથી વિશેષ કંઈ નથી લખતે. તેને માટે કહેવાય છે કે જ્યારે આ દાનવીર શેઠ મરણ પામ્યા ત્યારે હિંદુસ્તાનની પ્રજાએ અને રાજા મહારાજાઓએ તેના ઉપકારે સંભારી ઘણું દિવસ સુધી શોક પાળી તેના મરણ પછી આજે ખરો કળીયુગ માન્યો હતો. અત્યારે પણ જૈનેની દાનવીરતા કંઇ ઓછી નથી. છેલ્લે થયેલા શાંતિદાસ, શેઠ પ્રેમચંદ રાયચંદ અને મોતીશા શેઠ આદિની દાનવીરતા કાંઈ અપ્રસિદ્ધ તેમ ઓછી નથી. તેમજ ૧૮૫૬ના દુકાળમાં અને ૧૯૭૪-૭૫ ના ઈન્ફલ્યુએન્ઝામાં પણ કંઇ જૈનેની સેવા કે દાનવીરતા ઓછી નહોતી. તેમ જ અત્યારે પણ કચ્છના એક ગૃહસ્થે કચ્છમાં દુષ્કાળમાં ૫૦૦૦૦ રૂ. જેટલી રકમની ઉદારતા બતાવી છે. ખરેખર એવા પ્રસિદ્ધ અપ્રસિદ્ધ દાનવીર ગૃહસ્થને સદાને માટે અમારા અભિનંદન છે. મેં આ નિબંધમાં મુખ્યપણે નીચેના ગ્રની મદદ લીધી છે. કલ્પસૂત્ર, ચતુર્વિશતી પ્રબંધ, વિમલપ્રબંધ, પ્રબંધચિંતામણી, જેનઐતિહાસિક રાસમાળા ભા. ૧, વીરવંશાવલી (જૈનસાહિત્ય સંશોધકમાંથી ). જૈન ધર્મને ઇતિહાસ, તપગચ્છની પટ્ટાવલી, જૈન કેન્ફરન્સ હેરલ્ડને દિવાળીને અંક, પુરાતત્ત્વ અને આત્માનંદ પ્રકાશ માસિક આદિ ઘણા ગ્રંથો અને નિયતકાલિકેની મદદ લીધી છે, તેટલે અંશે તેમને હું આભારી છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14