Book Title: Jain Kavio
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 8
________________ મહાકવિ ધનપાલ માટે ઋતુનાં પુષ્પોથી સુગંધિત અને નવનવા રસથી પૂરિત કમનીય કાવ્ય છે. સાથે વચ્ચે વચ્ચે ઉપયોગી કે આપી તેની શોભામાં એર વધારે કર્યો છે. આ કવિને માટે પ્રભાવક ચરિત્રકાર કહે છે કે રાજ ના ઘોટિ કfજતા જવવા . આમાં સહૃદય વાચકને અતિશયોક્તિને લેશ પણ માલુમ નથી પડત. શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રખર વિદ્વાન પણ ધનપાળની મુક્તકઠે સ્તુતિ કરી તેનું ગૌરવ-મહત્તા બતાવી ગયા છે. આવી રીતે કાવ્યાલંકાર આદિ ગ્રંથમાં ગદ્ય કાવ્યના ગ્રાનાં નામ આપતાં પ્રથમ નામ ધનપાલની તિલકમંજરીનું છે. ધનપાળની તિલકમંજરી જૈન વેતામ્બર સાહિત્યસાગરમાં એવું અદ્ભુત રત્ન છે કે જેની કીર્તિને અન્ય સંપ્રદાયના દિગંબર જેવા આગ્રહી સમાજના વિદ્વાને પણ નમસ્કાર કરે છે. અને તેની આવી અનન્ય કીર્તિ-અસાધારણ કીર્તિ જોઈ તેના ઉપર મુગ્ધ થઈ પિતાના સામાજિકોને લાભ આપવા પ્રશંશનીય પ્રયત્ન કરી તિલકમંજરી સાર પુસ્તક રચી (વેતાંબરોમાં પણ દિગંબરીને તિલકમંજરી સાર જે તિલસ્પંજરી સાર ગ્રંથ રચવામાં આવ્યો છે, સ્પર્ધાથી પણ એક રીતે સાહિત્ય તે વધ્યું જ) કર્તાના વિષયમાં પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરી છે. પ્રબંધચિંતામણીકાર કહે છે કે – _ वचनं श्री धनपालस्य चंदनं मलयस्य च सरसां हृदि विन्यस्य का भून्नामनिवृतिः॥ ૧. તિલકમંજરીની ઉત્પત્તિ માટે જૈન સમાજમાં એક દંતકથા પ્રચલિત છે અને તે બહુ રસિક હોવાથી તેને અહીં ટાંકવાની લાલસા હું રેકી શક્તિ નથી. આના સંબંધમાં જૈન ઈતિહાસ લેખકે જણાવે છે કે-ભેજરાજાએ કેટલા દિવસ સુધી ધનપાલકવિને અનુપસ્થિત જોઈ એક દિવસ તેનું કારણ પુછતાં કવિએ જણાવ્યું કે હું આજ કાલ એક તિલકમંજરી નામની અસાધારણ કથા રચું છું. (આ ઠેકાણે સચવા સત્તતિ ના લેખકે ભરતરાજસ્થાનું તથા ઉપદેશપ્રાસાદમાં ગુજરાત્રિ નું નામ - આપેલું છે) તે કાર્યની અંદર વ્યગ્ર મનવાળો હોવાથી નિયમિત સમયે આપની સભામાં હાજર થઈ શકતો નથી. રાજાએ વાત સાંભળી પિતાને તે કથા સંભળાવવા કવિને આગ્રહ કર્યો. કવીશ્વરની વિનંતિથી રાજા નિરંતર પાછલી રાત્રીએ તે કથા સાંભળત (તે સમય બહુ રમણીય હવાથીજ રાજા તેમ કરતે, નહિ કે રાજકાર્યના અભાવને લીધે એમ સમ્યકત્વ સપ્તતિકાકાર કહે છે) કથા સાંભળતી વખતે રાજા કથાના પુસ્તક નીચે સુવર્ણ પાત્ર એવા આશયથી રાખતો કે રખેને કથામૃત વહી ન જાય. સંપૂર્ણ કથા સાંભળ્યા પછી રાજા અતિ આનંદિત થયો. કથાની સર્વોત્કૃષ્ટતાએ રાજાનું મન બહુ આકર્ષે. આ કથાની સાથે મારું નામ અંક્તિ થાય તો યાવચંદ્રદિવાકર મારે યશ આર્યાવર્તની પવિત્ર ભૂમિપર અખંડિત રહે એવી અસહુ અભિલાશાને વશ થઈ રાજા કવિને કહેવા લાગ્યા કે કથાના નાયકને સ્થાને મારું નામ, અધ્યા નગરીને ઠેકાણે અવંતીનું નામ, એને શક્રાવતાર તીર્થને ઠેકાણે મહાકાલનું નામ દાખલ કરે તે બહુ માન, ધન, અને ઈચ્છિત વર પ્રદાન કરું. રાજાની વિ. ૬, ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14