Book Title: Jain Kavio
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૪૭. મહા કવિ શોભનાચાર્ય તો છે વ્યાપાર જેમણે) અને નથી રોગ જેમને એવા અને મનુષ્યોને આનંદ આપનાર એવા હે નાભિરાજાના પુત્ર (આદિનાથ) પંડિતોને ઉસવ-આનંદ આપે. આ શ્લોકમાં નાભિરાજાના પુત્રને સૂર્યની સાથે સમાન ભાવ કવિએ બતાવ્યો છે. હજી આગળ એક લોકમાં જૈન આગમ-સૂત્રનું વર્ણન કરતાં કવિવર્ય લખે છે કે – श्रान्तिछिदं जिनपरागममाश्रयार्थमाराममानमलशं तमसंगमानाम् । धामाग्रीमम् भवसरित् पतिगशेतुमसी माराममानमलशं तमसंगमानाम् ॥ અર્થ શ્રમ-થાકને છેદવાવાળું અને સાધુઓના આશ્રય માટે તે સુંદર બગીચા સરખું (ગૃહો તે બાહ્ય બગિચામાં નિરંતર ફરી ઈહ લેક સંબંધી આનંદ ભોગવે છે પરંતુ ત્યાગી સાધુઓ કે જેઓને માટે આ બાગ બગિચા નકામા છે તેમને માટે જૈન આગમે એક સુંદર બગિચા સરખા આનંદદાયક છે. તેમાંથી સાધુપણાને યોગ્ય જીવનનાં મને હર સૂત્રો રૂપી સુગંધ સ્થળે સ્થળે બહેકી રહેલી-શોભી રહેલી છે.) અને મોટા મેટા આલાવા (પેરીગ્રાફ ) ના સ્થાન સરખું અને આ ભવસાગર ઉતરવાને માટે પુલ સરખું અને નાશ કર્યા છે કામ, રોગ, અહંકાર, પાપ, અને અજ્ઞાન જેણે એવા આગમને હેમનુષ્યો તમે નમસ્કાર કરે. આવી રીતે એક દેવીનું સુંદર વર્ણન કરતાં કવિવર્ય લખે છે કે – સર્વ પ્રતિસ્પર્ધા અને (સૂર્ય કરતાં પણ રનની કાન્તિ વધારે છે એમ કવિવર્યના આશય છે.) પાણિદાર રત્ન અને કાન્તિવડે અસ્ત કર્યો છે સૂર્યને જેણે એવી નવી તરવારખડગને ધારણ કરતી અને હાથીઓનો શત્રુ–સિંહ તેના ઉપર બેઠેલી અને રણ-યુદ્ધ ક્ષેત્રના શબ્દથી ક્ષય પામેલી-ત્રાસ પામેલી શત્રુની પંકિતને-સમૂહને નાશ કરતી એવી મહા માનસી દેવી (મનુષ્યને) ઇચ્છિત આપ. આવી રીતે કવિએ ગ્રેવીસ ભગવાનની સ્તુતિમાં ૮૬ લોકે બનાવ્યા છે અને દરેક કેમાં નવીન અર્થે અલંકારો અને રસ સ્થળે સ્થળે મુક્યા છે. કહે છે કે કવિવરે આ સ્તુતિ ગોચરી-મધુકરી જતાં રસ્તામાં જ બનાવી હતી. આ ઉપરથી આપણને પ્રતીતિ થાય છે કે કવિમાં કેવી અસાધારણ નૈસર્ગિક કવિત્વશક્તિ હશે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14